android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar News: સિક્કાના દરિયામાં ભરતીના પાણી વચ્ચે ફસાયેલા પરપ્રાંતિય યુવાનનું દિલધડક રેસ્ક્યુ
calendar_today February 5, 2026

Jamnagar News: સિક્કાના દરિયામાં ભરતીના પાણી વચ્ચે ફસાયેલા પરપ્રાંતિય યુવાનનું દિલધડક રેસ્ક્યુ

જામનગર નજીક આવેલા સિક્કાના દરિયાકિનારે એક યુવાન માટે ફરવા જવાનું ભારે પડી ગયું હતું. સિક્કા જેટી પાસે દરિયામાં અંદર સુધી ફરવા ગયેલો એક પરપ્રાંતિય યુવાન અચાનક ભરતીના પાણી આવી જતાં મધદરિયે ફસાઈ ગયો હતો. જોકે, પોલીસ અને 108ની ટીમે સમયસૂચકતા વાપરી સ્થાનિક તરવૈયાઓની મદદથી આ યુવાનનું દિલધડક રેસ્ક્યુ કરી તેને નવજીવન આપ્યું છે.પરપ્રાંતિય અજીમ શેખ દરિયાઈ પાણીમાં ફસાયો જામનગરના મોટી ખાવડી વિસ્તારમાં રહીને એક ખાનગી કંપનીમાં કામ કરતો 30 વર્ષીય અજીમ મુક્તારખાન શેખ સિક્કા જેટી પાસે ફરવા ગયો હતો. તે દરિયામાં અંદરના ભાગે હતો ત્યારે અચાનક પાણીનું સ્તર વધવા લાગ્યું હતું. યુવાનના કમર અને છાતી સુધી પાણી પહોંચી ગયું હતું. દરિયામાં રહેલા અણીદાર પથ્થરો પગમાં વાગવાના કારણે અજીમ ઈજાગ્રસ્ત થયો હતો અને ચાલી શકે તેવી સ્થિતિમાં નહોતો. ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ઘટનાની જાણ થતા જ સિક્કા પોલીસની ટીમ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને પોલીસ અને પેરામેડિકલ સ્ટાફે ભારે જહેમત બાદ પાણીની વચ્ચેથી અજીમને હેમખેમ બહાર કાઢ્યો હતો. યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્થાનિકો અને વહીવટી તંત્રની ત્વરિત કામગીરીને કારણે એક મોટી જાનહાનિ ટળી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Botad News: રાણપુરમાં ગાયને હડકવા ઉપડતા અફરાતફરી સર્જાઈ, જીવના જોખમે રેસ્ક્યૂ કરાઈ
calendar_today February 5, 2026

Botad News: રાણપુરમાં ગાયને હડકવા ઉપડતા અફરાતફરી સર્જાઈ, જીવના જોખમે રેસ્ક્યૂ કરાઈ

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં એક ગાયને હડકાવ ઉપડતા અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ હડકાયેલી ગાયે શહેરના બજાર વિસ્તારમાં કેટલાક લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા, જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો.ઘટનાની જાણ થતાં જ ગૌ-નંદી સેવા ગ્રુપ રાણપુરના કાર્યકરો પોતાના સાધનો અને વાહનો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. હડકાયેલી ગાય બની ભયનું કારણ ગાયને સુરક્ષિત રીતે કાબૂમાં લેવા માટે મોડી રાત સુધી સતત અને અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.આ રેસ્ક્યુ ઓપરેશનમાં ગૌ-નંદી સેવા ગ્રુપ રાણપુરની સાથે શહેરના સામાજિક આગેવાનો તથા જીવદયા પ્રેમીઓ પણ જોડાયા હતા. રાણપુરની મેઈન બજાર, ગી-બી રોડ, અણીયાળી રોડ અને રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત રીતે પકડી યોગ્ય સ્થળે બાંધવામાં આવી હતી. ગૌ-નંદી સેવા ગ્રુપ રાણપુર બન્યું દેવદૂત ગાયને સુરક્ષિત કરવામાં આવતા શહેરના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ગૌ-નંદી સેવા ગ્રુપ રાણપુર, સામાજિક આગેવાનો તથા જીવદયા પ્રેમીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.ગૌ-નંદી સેવા ગ્રુપ રાણપુર છેલ્લા લાંબા સમયથી નિઃસ્વાર્થ ભાવે અબોલ પશુઓ માટે સેવાકીય કાર્યો કરી રહ્યું છે. એક પણ રૂપિયાની અપેક્ષા વિના, અડધી રાત્રે પણ સેવાના ભાવ સાથે કાર્ય કરતા આ ગૌ સેવકો ખરેખર પ્રશંસનીય છે.આ પણ વાંચોઃKachchh News: 400 કર્મચારીઓની સામૂહિક બદલીના નિર્ણય સામે ભારે અસંતોષ

Read Full Story arrow_forward
Valsad News: પગે ચાલી ન શકતી ધરમપુરની મહિલા સરકારી આયુર્વેદ હોસ્પિટલની સારવારથી ચાલતી થઈ
calendar_today February 5, 2026

Valsad News: પગે ચાલી ન શકતી ધરમપુરની મહિલા સરકારી આયુર્વેદ હોસ્પિટલની સારવારથી ચાલતી થઈ

એક એવા મહિલા પેશન્ટ કે જે પોતાના પગ પર ચાલી શકતા ન હતા, ત્રણથી ચાર માણસોએ ભેગા મળી પકડીને ચલાવવુ પડતુ હતું,પોતાના પગ પર ચાલી શકે તે માટે વલસાડ, નવસારી અને સુરત સહિતની અનેક ખાનગી હોસ્પિટલોના પગથિયા ઘસી નાંખ્યા અને પૈસાનું પાણી પણ કરી નાંખ્યુ છતાં કોઈ પરિણામ મળ્યુ ન હતું, એક દિવસ એમના દીકરાએ વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં દર્દીને નિઃશુલ્ક સાજા થવાની રીલ જોઈ અને માતાને સારવાર અર્થે તુરંત લઈ આવી હોસ્પિટલમાં દાખલ કરી અને માત્ર પાંચ જ દિવસમાં મહિલા ચાલતી થઈ જતા જાણે આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિએ ચમત્કાર સર્જયો હોય એવો સુખદ અનુભવ થયો હતો. આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહીયાળ ગામમાં મહેંદી ફળિયા ખાતે રહેતા ૫૧ વર્ષીય રેખાબેન અશોકભાઈ પટેલ અગાઉ સુરત ખાતે સ્કૂલમાં ફરજ બજાવતા હતા. છેલ્લા એક માસથી તેઓને હાથ- પગ ખૂબ જ દુખતા હતા. સારવાર અર્થે વલસાડ, ધરમપુર, નવસારી અને સુરતની અનેક ખાનગી હોસ્પિટલોમાં અનેકવાર સારવાર કરાવી પણ કોઈ ફરક પડ્યો ન હતો આ દરમિયાન અંદાજે ચાર લાખ રૂપિયા જેટલો ખર્ચો પણ થઈ ગયો હતો પરંતુ રિઝલ્ટ મળ્યુ ન હતું. આખરે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંચાલિત વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. છેલ્લા એક મહિનાથી હું ચાલી શકતી નહોતી દર્દી રેખાબેન પટેલ જણાવે છે કે, છેલ્લા એક મહિનાથી હું ચાલી શકતી ન હોવાથી લોકોના સહારે જેમ તેમ ચાલતી હતી, મને મનમાં એવુ થતુ હતું કે, મને આજીવન લકવો લાગી જશે. હું પથારીમાંથી ઉઠી શકીશ નહી.હું આયુર્વેદ હોસ્પિટલમાં વ્હીલચેર પર આવી હતી અને મારી સારવાર શરૂ થતા આજે હું કોઈના પણ સહારા વિના મારા પગ પર સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ચાલી શકુ છું. દાદર પણ ચઢી ઉતરી શકુ છું.હોસ્પિટલના ડો.સુમિત પટેલ સહિતના તમામ સ્ટાફે ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી ખૂબ જ સરસ સુવિધા પૂરી પાડી મને સ્વસ્થ કરી એ મારા માટે એક સપના સમાન છે.જે બદલ હું રાજ્ય સરકારની સુવિધાસભર આયુર્વેદ હોસ્પિટલ અને સરકારનો આભાર વ્યક્ત કરુ છું. આ પણ વાંચોઃ Botad News: રાણપુરમાં ગાયને હડકવા ઉપડતા અફરાતફરી સર્જાઈ, જીવના જોખમે રેસ્ક્યૂ કરાઈ

Read Full Story arrow_forward