android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : દિવા અને જીત અદાણીએ સંસારીક જીવનનું પ્રથમ વર્ષ દિવ્યાંગ મહિલાઓની સાથે ઉજવ્યું
calendar_today February 5, 2026

Ahmedabad : દિવા અને જીત અદાણીએ સંસારીક જીવનનું પ્રથમ વર્ષ દિવ્યાંગ મહિલાઓની સાથે ઉજવ્યું

5 ફેબ્રુઆરી 2026ની ગુરુવારની સાંજે અમદાવાદના શાંતિગ્રામમાં આવેલી બેલ્વેડેર ક્લબના પટાંગણમાં અદાણી મંગલ સેવાએ ચિંતન, સાતત્ય અને પરિપૂર્ણતાના ભાવ સાથે તેની સ્થાપનાના એક વર્ષના રુડા અવસરની રંગદર્શી ઉજવણીમાં દિવા અને જીત અદાણી દ્વારા 7 ફેબ્રુઆરી 2025ના રોજ તેમના લગ્ન પ્રસંગે કરેલા આવકાર્ય નિર્ધારનો રણકો સંભળાયો.મંગલ ઉત્સવની ઉજાણી કરવાનો નિર્ણય લેવાયો દિવ્યાંગોના શ્રેયાર્થની અદાણી યુગલની ધ્યેય નિષ્ઠાને સજોડે સીમાચિહ્નરૂપ બનાવી તેને સેવાનું માધ્યમ બનાવી આ મંગલ ઉત્સવની ઉજાણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક સ્મરણિય ક્ષણ કરતાં વેંત વધીને યોજાયેલા આ મેળાવડાએ શાંત ચિત્તે લીધેલા સંકલ્પની પૂરા માન મરતબા સાથે પૂર્તિ કરી છે તે સિધ્ધ કર્યું. પ્રતિ વર્ષ 500 દિવ્યાંગ મહિલાઓને ગૌરવ, સ્થિરતા અને સશક્ત બનાવવાની ખાતરી આપવાના વ્યક્તિગત સંકલ્પ સાથે આરંભાયેલો આ કલ્યાણકારી ઉદ્યમ એક માળખાગત સામાજિક સુરક્ષા કાર્યક્રમમાં પરિવર્તિત થયાની અનુભૂતિ સહુને થઇ હતી. ​અદાણી ઉદ્યોગ સમૂહની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખ એવા અદાણી ફાઉન્ડેશન સંચાલિત અદાણી મંગલ સેવા 25થી 40 વર્ષની દિવ્યાંગ મહિલાઓનો મજબૂત આધાર સ્થંભ બની તેઓને પ્રોજેક્ટ પાર્ટનર યુથ ફોર જોબ્સ તરીકે યુનિક ડિસેબિલિટી આઈડી (UDID) કાર્ડ મારફત પ્રસ્થાપિત કરે છે. અદાણી મંગલ સેવાના અભિયાન હેઠળ પ્રત્યેક લાભાર્થીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે બેંકિંગ ભાગીદારીમાં બનાવવામાં આવેલી 10 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ આપવામાં આવે છે. આ વ્યવસ્થા તળે 10 વર્ષ બાદ મુખ્ય રકમની પહોંચ સાથે ખાતરીપૂર્વક માસિક આવક પૂરી પાડતી હોવાથી લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી લંબાય તે રીતે ગોઠવવામાં આવેલી આ સુચારું વ્યવસ્થા વાર્ષિક 500 દિવ્યાંગ મહિલાઓને મજબૂત નાણાકીય આધાર આપે છે. લાંબા અરસા સુધી આ પહેલની અસરને ટકાવી રાખવા માટે વાર્ષિક 50 કરોડનું ભંડોળ ફાળવવામાં આવે છે. આ પ્રસંગ મારા માટે સવિશેષ ખૂબ ભાવનાત્મક તથા ગૌરવભયો: ડો. પ્રીતી અદાણી ​'સેવા હી સાધના હૈ' મતલબ અવિરત સેવા, શિસ્તબદ્ધ અને પ્રતીકવાદ કરતાં મૂળમાં જવાબદારી હોવી જોઈએ તેવી અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીની માન્યતાથી પ્રેરીત અદાણી મંગલ સેવાને માર્ગદર્શન આપતી આ વયક્તિક ફિલસૂફીએ આ પહેલની રચના અને તેના અમલીકરણને આકાર આપવા સાથે એક પારિવારિક સીમાચિહ્નને સતત સામાજિક પ્રતિબદ્ધતામાં રૂપાંતરિત કરી છે. ​અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડો. પ્રીતી અદાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજનો આ પ્રસંગ મારા માટે સવિશેષ ખૂબ ભાવનાત્મક તથા ગૌરવભયો છે. આજે આપણે અહીં માત્ર એક ઉત્સવ માટે એકઠા નથી થયા, પરંતુ માનવીય ગૌરવ, આશા, સપનાઓ અને સશક્તિકરણના મહોત્સવ માટે મળી રહ્યા છીએ. અદાણી મંગલસેવા પહેલની પ્રેરણા એક સુંદર વિચારમાંથી ઉદભવી છે. આ ચિંતન વ્યક્તિગત આનંદને સમાજ કલ્યાણમાં પરિવર્તિત કરવાનું છે. જીવનમાં જયારે સુખદ પળ આવે ત્યારે તે સુખને સમાજ વચ્ચે વહેંચવું એજ સાચી સેવા છે, તેથી જ મારા માટે અદાણી મંગલ સેવા અત્યંત વ્યક્તિગત છે. આ ફક્ત એક યોજના નથી, પણ એક સંવેદના છે, એક ભરોસો છે કે પ્રત્યેક સ્ત્રીમાં અપરંપાર શક્તિ વસે છે. દિવ્યાંગ હોવું એ કોઈ મર્યાદા નથી. પરંતુ તેમાં જીવનને અલગ દ્રષ્ટીથી નિરખવાની ક્ષમતા છે. આજે અહીં બેસેલી મારી દરેક વહાલી બહેન આ વાતનું જીવંત ઉદાહરણ છે. અદાણી મંગલ સેવા વિશ્વાસના પાયા ઉપર નિર્માણ થયેલી છે ​જીત અદાણીએ ભાવવાહી સ્વરે કહ્યું હતું કે "મંગલ સેવાએ અમોને શીખ આપી છે કે ક્યારેક સૌથી મોટો ટેકો એ બની રહે છે જે શાંતિથી, સ્થિર, ભરોસાપાત્ર અને આદરણીય બની નેપથ્યમાં રહે છે. અમારા માટે આ એવી વસ્તુ નથી જે અમે પૂર્ણ કરીને આગળ વધીએ. આ એક જવાબદારી છે જેને અમે આગળ ધપાવીએ છીએ." દિવા અદાણીએ પોતાની લાગણી વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે "અદાણી મંગલ સેવા વિશ્વાસના પાયા ઉપર નિર્માણ થયેલી છે. અને સુરક્ષાના આવરણથી તે ટકી રહેશે તેવી અમોને શ્રધ્ધા અને ગૌરવ છે. નિશ્ચિત હેતુ અને સમાવેશીતાની ભાવના સાથે ખુલ્લી મૂકાયેલી આ સંધ્યામાં શામેલ થવા લાભાર્થીઓ સપરિવાર સંગઠિત સમૂહમાં પહોંચ્યા ત્યારે સ્વયંસેવકોએ પૂરા માનવીય અભિગમ સાથે તેઓની આગતા સ્વાગતા કરી હતી. પ્રાર્થનાથી શરૂ થયેલા કાર્યક્રમમાં સમૃદ્ધિ ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે તે અન્ય લોકો માટે કાયમી તક બને તેવી અદાણી મંગલ સેવાની કેન્દ્રીય માન્યતાની પુષ્ટિ કરતી એક વિશિષ્ટ પ્રસ્તુતિ પેશ કરવામાં આવી હતી. આ પ્રસંગે ફિક્સ્ડ ડિપોઝિટના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદના બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા ભાતીગળ ગરબાની પ્રસ્તુતિ અને ફ્યુઝન સંગીત સહિત ભાગીદારી અને ગૌરવ પર ભાર મૂક્તી સાંસ્કૃતિક કલાકૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી.આ પણ વાંચો : PF ધારકો માટે ખુશખબર! નોકરી છોડ્યા પછી પણ 58 વર્ષ સુધી મળશે વ્યાજ

Read Full Story arrow_forward
Gandhinagar News: સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે પરિવહન ક્ષેત્રે ડ્રાઈવરો અને મુસાફરોના હિતમાં નવી પહેલ
calendar_today February 5, 2026

Gandhinagar News: સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે પરિવહન ક્ષેત્રે ડ્રાઈવરો અને મુસાફરોના હિતમાં નવી પહેલ

રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ દેશની પ્રથમ સહકારી કેબ સેવા ભારત ટેક્સીના લોન્ચિંગને ઐતિહાસિક ગણાવતા હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિતશાહના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવામાં આ સેવા એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે. મંત્રી વાઘાણીએ જણાવ્યું કે, અત્યાર સુધી કેબ સેવામાં ખાનગી કંપનીઓનું વર્ચસ્વ હતું, પરંતુ 'ભારત ટેક્સી' એ સહકારી ધોરણે કાર્ય કરતી દેશની પ્રથમ પહેલ છે. આ મોડેલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ડ્રાઈવરોનું શોષણ અટકશે. મુસાફરોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું મંત્રી જીતુ વાઘાણીએ ઉમેર્યું કે,ખાનગી એપ્લિકેશન્સમાં ડ્રાઈવરોએ કમાણીનો મોટો હિસ્સો કમિશન પેટે આપવો પડતો હોય છે, જ્યારે અહીં સહકારી માળખાને કારણે ડ્રાઈવરોના હિતોનું રક્ષણ થશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.આ દુનિયાનું સૌથી પહેલું અને સૌથી મોટું કોઓપરેટિવ બેઝ્ડ રાઈડ હેલીંગ પ્લેટફોર્મ છે. આ સેવા માત્ર ડ્રાઈવરો માટે જ નહીં પણ સામાન્ય જનતા માટે પણ આશીર્વાદરૂપ છે. સહકારી મોડેલ હોવાથી ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારના છુપા ચાર્જ કે અતિશય ભાડું વસૂલવામાં આવશે નહીં.ટેકનોલોજીના માધ્યમથી મુસાફરોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સહકારી પ્રવૃત્તિઓમાં દેશનું અગ્રેસર રાજ્ય રહ્યું છે ગુજરાત હંમેશા સહકારી પ્રવૃત્તિઓમાં દેશનું અગ્રેસર રાજ્ય રહ્યું છે.અમૂલ અને ઇફ્કો જેવા સફળ સહકારી મોડેલ બાદ હવે પરિવહન ક્ષેત્રે 'ભારત ટેક્સી' દ્વારા સહકારી ક્ષેત્રનો વ્યાપ વધ્યો છે.મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે,ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી કેબ સેવાનો પ્રારંભ થવો એ આપણા માટે ગૌરવની વાત છે. આનાથી મધ્યમ વર્ગના મુસાફરો અને મહેનતકશ ડ્રાઈવર ભાઈઓ બંનેને ફાયદો થશે.સહકારી ક્ષેત્રે આ એક ક્રાંતિકારી કદમ છે.મંત્રીએ ભારત ટેક્સીના સંચાલકો અને આ પહેલ સાથે જોડાયેલા તમામ સભ્યોને આધુનિક પરિવહન વ્યવસ્થામાં સહકારી ભાવના ઉમેરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.આ પણ વાંચોઃ Amreli News: જેલમાં કેદીને સુવિધાઓ આપવા પાંચ હજારની લાંચ લેતા સુબેદાર હીરા સોલંકી ઝડપાયા

Read Full Story arrow_forward
Ahmedabad News : ઋષભ પટેલ આત્મહત્યા કેસ, નાના ચીલોડામાં યોજાઈ શ્રદ્ધાંજલિ સભા, ન્યાય માટે ઉઠ્યો જનતાનો અવાજ
calendar_today February 5, 2026

Ahmedabad News : ઋષભ પટેલ આત્મહત્યા કેસ, નાના ચીલોડામાં યોજાઈ શ્રદ્ધાંજલિ સભા, ન્યાય માટે ઉઠ્યો જનતાનો અવાજ

અમદાવાદના નાના ચીલોડા વિસ્તારમાં રહેતા જાણીતા બિલ્ડરના પુત્ર ઋષભ પટેલે કરેલી આત્મહત્યાના મામલે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને આક્રોશનો માહોલ છે. તાજેતરમાં નાના ચીલોડા ખાતે ઋષભ પટેલની યાદમાં એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો, સ્નેહીજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ઋષભને ભીની આંખે અશ્રુાંજલિ આપવાની સાથે-સાથે આ આત્મહત્યા માટે જવાબદાર પરિબળો સામે કડક તપાસની માંગણી કરવામાં આવી હતી. સ્થાનિકોનું માનવું છે કે ઋષભને આ આત્યંતિક પગલું ભરવા માટે મજબૂર કરનારા તત્વોને કાયદાકીય સજા મળવી જોઈએ.યુવા બિલ્ડર પુત્રના નિધનથી શોકનું મોજું આત્મહત્યાની આ ઘટનાએ અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે અને સમાજમાં યુવા વર્ગમાં વધી રહેલા માનસિક દબાણ અંગે પણ ચર્ચા છેડી છે. શ્રદ્ધાંજલિ સભા દરમિયાન લોકોમાં તંત્ર અને પોલીસ તપાસ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પરિવાર અને સમર્થકોની એક જ માંગ છે કે આ કેસમાં કોઈ પણ પક્ષપાત વગર નિષ્પક્ષ તપાસ થાય અને સત્ય બહાર આવે. ઋષભના મોતથી નાના ચીલોડા પંથકે એક હોનહાર યુવક ગુમાવ્યો હોવાની લાગણી સાથે લોકોએ આ મામલે સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ હસ્તક્ષેપ કરે તેવી રજૂઆત કરી છે. આ પણ વાંચો : SC થી રાહત બાદ પ્રથમ ગુજરાત પ્રવાસ, વડોદરામાં અનુરાગ ઠાકુરની પત્રકાર પરિષદ પર સૌની નજર

Read Full Story arrow_forward