android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalli News: એસટી બસ ડ્રાઇવરે સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
calendar_today February 5, 2026

Aravalli News: એસટી બસ ડ્રાઇવરે સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાંથી સમાજને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં જેમના પર મુસાફરોની સુરક્ષાની જવાબદારી છે, તેવા એક એસટી બસના ડ્રાઇવરે જ હેવાનિયતની તમામ હદો વટાવી દીધી છે. એસટી બસમાં શાળાએ જતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી ડ્રાઇવરે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો સનસનાટીભર્યો મામલો બહાર આવ્યો છે.પ્રેમજાળમાં ફસાવી આચર્યું પાપ ઘટનાની મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના ભિલોડા વિસ્તારમાં એસટી બસમાં અભ્યાસ માટે જતી એક સગીરા પર ભાણમેરના એસટી ડ્રાઇવર વિજય ગામેતીની મેલી મુરાદ બગડી હતી. ડ્રાઇવરે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ લગ્નની લાલચ આપીને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. સગીરા ડરના માર્યા આ વાત છુપાવી રહી હતી, પરંતુ આખરે હિંમત કરીને તેણે પોતાના માતા-પિતાને આપવીતી જણાવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પોલીસ કાર્યવાહી અને ચકચાર પરિવારે આ અંગે ત્વરિત ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિજય ગામેતી સામે દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી બસના ચાલક દ્વારા આ પ્રકારના શરમજનક કૃત્યને પગલે વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. આ ઘટનાએ મુસાફરોની, ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ પણ વાંચો - Aravalli News: ભિલોડામાં દીપડાનો આતંક, કુદરતી હાજતે ગયેલા યુવક પર કર્યો હુમલો

Read Full Story arrow_forward
Ahmedabad News: પ્રતિબંધ છતાં શહેરના માર્ગો પર દોડી રહ્યા છે 'મોતના ડમ્પર'
calendar_today February 5, 2026

Ahmedabad News: પ્રતિબંધ છતાં શહેરના માર્ગો પર દોડી રહ્યા છે 'મોતના ડમ્પર'

અમદાવાદ શહેરમાં નિર્દોષ નાગરિકોનો ભોગ લેતા ભારે વાહનો અને ડમ્પરોનો આતંક યથાવત છે. શહેરના માર્ગો પર સવારના 8:00 થી રાતના 10:00 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ હોવા છતાં, ડમ્પરો બેફામ રીતે દોડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. 'સંદેશ ન્યૂઝ' દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં વહીવટી તંત્ર અને ટ્રાફિક પોલીસની ઘોર બેદરકારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.પ્રતિબંધિત સમયમાં બેફામ દોડતા ડમ્પર રિયાલિટી ચેક દરમિયાન જોવા મળ્યું હતું કે, શહેરના મુખ્ય જંક્શનો પર જ્યાં ટ્રાફિક પોલીસ કર્મીઓની ગેરહાજરી હોય છે, ત્યાં ડમ્પર ચાલકો પ્રતિબંધિત સમયમાં પણ બિન્દાસપણે પ્રવેશે છે. ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતા આ ડમ્પરો નાગરિકો માટે 'મોતનું ડમ્પર' સાબિત થઈ રહ્યા છે. માત્ર બે દિવસના ગાળામાં જ શહેર ટ્રાફિક પોલીસે સઘન ચેકિંગ હાથ ધરીને 102 જેટલા કેસ નોંધ્યા છે અને કુલ રૂ.5.27 લાખનો દંડ ફટકાર્યો છે. ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તેજ ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનારા અનેક ભારે વાહનોને ડિટેઈન કરીને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. જોકે, માત્ર દંડની કામગીરીથી આ જોખમી ચાલકોમાં ડર પેદા થતો નથી. સ્થાનિક રહીશોની માંગ છે કે, પ્રતિબંધિત કલાકોમાં ભારે વાહનો પ્રવેશ ન કરે તે માટે કાયમી ધોરણે પોલીસ પોઈન્ટ મુકવામાં આવે અને ટેકનોલોજીની મદદથી આવા ચાલકો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
America દ્વારા ટેરિફમાં ઘટાડાથી સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં તેજીના નવા દ્વાર ખુલશે
calendar_today February 5, 2026

America દ્વારા ટેરિફમાં ઘટાડાથી સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં તેજીના નવા દ્વાર ખુલશે

અમેરિકાએ ભારતીય માલસામાન પર લાદેલો 50 ટકા ટેરિફ તાત્કાલિક અસરથી ઘટાડીને 18 ટકા કર્યો છે. આ નિર્ણયથી ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગને મોટો લાભ થશે, જે છેલ્લા 6 મહિનાથી સંકટના વાદળોથી ઘેરાયો હતો. અમેરિકા ભારતના હીરા-ઝવેરાત ઉદ્યોગનો સૌથી મોટું બજાર છે. હીરા અને ઝવેરાતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ 30 ટકા છે અને વાર્ષિક અંદાજે 10 અબજ ડોલર (૧૦ બિલિયન ડોલર)ની નિકાસ થાય છે.ગત ડિસેમ્બર 2025માં આ નિકાસ 50%થી વધુ ઘટી ગઈ હતી જેમાંથી 7થી 8 અબજ ડોલર હીરાની નિકાસ હોય છે, પરંતુ 2025માં અમેરિકાએ પહેલાં 25% અને પછી વધારાનો 25%નો ટેરિફ લાદ્યો હતો. જેના કારણે કુલ ટેરિફ 50% થતા ગત એપ્રિલથી ડિસેમ્બર-2025 દરમિયાન અમેરિકામાં ભારતીય હીરા-ઝવેરાતની નિકાસ પાછલા વર્ષે 6.95 અબજ ડોલરની તુલનાએ 44.4 % ઘટીને માત્ર 3.86 અબજ ડોલર રહી ગઈ હતી. ગત ડિસેમ્બર 2025માં આ નિકાસ 50%થી વધુ ઘટી ગઈ હતી. ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું કે યુરોપના 27 દેશોના યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલ અને હવે અમેરિકાના ટેરિફ ઘટાડવાના નિર્ણયથી ડાયમંડ ઈન્ડસ્ટ્રી, જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને મોટું બજાર મળશે, સુરતના કતારગામ સ્થિત ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ ટેરિફ ઘટાડાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વધુ પડતા ટેરિફના કારણે સુરતના હીરાના પોલિશિંગ યુનિટ્સમાં લાખો કામદારો પર નોકરીનું સંકટ મંડરાઈ રહ્યું હતું. ઉદ્યોગને માર્જિન પર ભારે દબાણ આવ્યું હતું, કેશફ્લો અટવાઈ ગયો હતો. સુરત-મુંબઈના હીરાના હબ ફરી ધમધમી ઉઠશે હવે 18% ટેરિફ થતા હીરાઉદ્યોગમાં નવી ઉર્જાનો સંચાર થશે. ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝના અહેવાલ અનુસાર આ ટેરિફ કટથી હીરાના નિકાસકારોને હવે વધુ સસ્તી કિંમતે માલ વેચવાની તક મળશે. જેથી નવા ઓર્ડર પાછા મેળવી શકાશે, જેનાથી મધ્યમ ગાળાના વિકાસ અને રોજગારીને મજબૂતી મળશે. ટેરિફ ઘટાડવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજનીતિક કુનેહના ફરી એક વાર દેશવાસીઓને દર્શન થયા છે એમ જણાવી નાવડિયાએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ યુરોપના 27 દેશોના યુરોપિયન યુનિયન સાથે કરવામાં આવેલી ટ્રેડ ડીલ અને હવે અમેરિકાના ટેરિફ ઘટાડવાના નિર્ણયથી ડાયમંડ ઈન્ડસ્ટ્રી, જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને મોટું બજાર મળશે અને લાંબાગાળે મોટો આર્થિક ફાયદો થશે. આ રાહતથી માસ-માર્કેટ અને મિડ-પ્રાઈસ સેગ્મેન્ટમાં અમેરિકાના ખરીદદારો ફરીથી ભારતીય હીરા અને ઝવેરાત તરફ વળશે. લેબગ્રોન ડાયમંડ્સની વધતી હરીફાઈ વચ્ચે પણ નેચરલ ડાયમંડ્સની માગ પણ પૂર્વવત થશે. સુરતના હીરા બજારમાં ફરી રોનક આવશે એમ જણાવી તેમણે વધુમાં કહ્યું કે, ટેરિફ કાપનો નિર્ણય ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં નવો અધ્યાય ખોલશે. આગામી મહિનાઓમાં ડાયમંડ નિકાસમાં ઝડપી વૃદ્ધિ થશે અને સુરત-મુંબઈના હીરા-ઝવેરાત હબ ફરીથી ધમધમી ઊઠશે. ભારતના હીરા-ઝવેરાત ઉદ્યોગ માટે આ એક નવી ઉર્જા આપશે. જેનાથી હીરાની નિકાસ વધવાની સાથે હીરા ઉદ્યોગનું ભવિષ્ય પણ સુરક્ષિત થયું છે.આ પણ વાંચો: Rajkot News : રણછોડનગરમાંથી 140 કિલો ચાંદીની ચોરી, તસ્કરોની કાર CCTVમાં કેદ

Read Full Story arrow_forward