android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot માં જાહેરનામું માત્ર કાગળ પર, 150 ફૂટ રિંગ રોડ પર પ્રતિબંધ છતાં ભારે વાહનોનો બેરોકટોક પ્રવેશ
calendar_today February 5, 2026

Rajkot માં જાહેરનામું માત્ર કાગળ પર, 150 ફૂટ રિંગ રોડ પર પ્રતિબંધ છતાં ભારે વાહનોનો બેરોકટોક પ્રવેશ

રાજકોટ શહેરના હાર્દ સમાન 150 ફૂટ રિંગ રોડ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, તંત્રના દાવા માત્ર કાગળ પર હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં ડમ્પર, ટ્રક અને લક્ઝરી બસો નિર્ધારિત સમય મર્યાદામાં પણ ખુલ્લેઆમ દોડતી જોવા મળી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે અનેક ડમ્પરો પાસે નંબર પ્લેટ સુદ્ધાં નથી. માધાપર, ગ્રીનલેન્ડ અને ગોંડલ ચોકડી જેવા મુખ્ય એન્ટ્રી પોઈન્ટ્સ પર ટ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં આ વાહનો શહેરમાં બિન્દાસ રીતે પ્રવેશી રહ્યા છે, જે પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે.રાજકોટમાં ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ભારે વાહનોની આ મનમાની રાજકોટવાસીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં ભારે વાહનોના કારણે 500થી વધુ અકસ્માતો સર્જાયા છે, જેમાં 38 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રિયાલિટી ચેક દરમિયાન લક્ઝરી બસના ડ્રાઇવરો ચાલુ બસે મોબાઈલનો ઉપયોગ કરતા કેમેરામાં ઝડપાયા હતા. જ્યારે તેમને પ્રતિબંધિત જાહેરનામા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે "અમને કોઈ રોકતું નથી" તેવા હાસ્યાસ્પદ અને બેજવાબદાર જવાબો આપ્યા હતા. ટ્રાફિક જામ અને અકસ્માતોની ગંભીર સ્થિતિને જોતા શું તંત્ર હવે કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? આ પણ વાંચો : Rajkot માં લક્ઝરી મુસાફરીનો નવો અધ્યાય, ગુજરાતની પ્રથમ હાઈટેક વોલ્વો બસનું થયું ભવ્ય લોન્ચિંગ

Read Full Story arrow_forward
Tharad News: 'ઓપરેશન સુદર્શન' હેઠળ પોલીસની આકાશી નજર, ડ્રોન કેમેરાની મદદથી ઝડપાઈ દેશી દારૂની ભઠ્ઠી
calendar_today February 5, 2026

Tharad News: 'ઓપરેશન સુદર્શન' હેઠળ પોલીસની આકાશી નજર, ડ્રોન કેમેરાની મદદથી ઝડપાઈ દેશી દારૂની ભઠ્ઠી

બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ દ્વારા 'ઓપરેશન સુદર્શન' શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ થરાદ પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અભેપુરા ગામની સીમમાં સફળ રેડ પાડી હતી. ડ્રોન કેમેરાની મદદથી આકાશી નજર રાખીને પોલીસે દારૂ ગાળતા બુટલેગરને ઝડપી પાડતા પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસે ડ્રોન વડે બુટલેગર ઝડપ્યો પોલીસને બાતમી મળી હતી કે અભેપુરા ગામની સીમમાં છૂપી રીતે દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. સામાન્ય રીતે આવા વિસ્તારોમાં સીમ અને ઝાડીઓનો લાભ લઈ બુટલેગરો પોલીસથી બચી જતા હોય છે, પરંતુ આ વખતે પોલીસે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ડ્રોન દ્વારા લેવામાં આવેલા ફૂટેજમાં દારૂ ગાળવાનો વોશ (કાચો માલ) દેખાતા પોલીસે સચોટ સ્થળ પર દરોડો પાડ્યો હતો. દશરથભાઈ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ પોલીસે રેડ દરમિયાન અંદાજે 30 લિટર દેશી દારૂનો વોશ ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે દશરથભાઈ સુબાભાઈ ઠાકોર નામના બુટલેગરને ઝડપી પાડ્યો છે. ડ્રોન દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક તપાસને કારણે બુટલેગરોમાં ફાળ પડી છે, કારણ કે હવે આકાશી નજરથી બચવું મુશ્કેલ બન્યું છે. થરાદ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 'ઓપરેશન સુદર્શન' હેઠળ આગામી સમયમાં પણ આવી જ રીતે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot News: ‘કેપ્ટો’ ડોગે સૂંઘીને પકડ્યો ગાંજાનો જથ્થો, એક મહિલા સહિત બે આરોપીઓ ઝડપાયા
calendar_today February 5, 2026

Rajkot News: ‘કેપ્ટો’ ડોગે સૂંઘીને પકડ્યો ગાંજાનો જથ્થો, એક મહિલા સહિત બે આરોપીઓ ઝડપાયા

જેતપુર સિટી પોલીસને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવામાં એક મોટી સફળતા મળી છે. પોલીસની સ્પેશિયલ ટીમ અને ડોગ સ્ક્વોડના લેબ્રોડોર ડોગ ‘કેપ્ટો’ ની મદદથી પોલીસે ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે, જેઓ છૂપી રીતે માદક પદાર્થનું વેચાણ કરી રહ્યા હતા.કેપ્ટો ડોગની સતર્કતાએ ખોલી પોલ જેતપુર પોલીસને બાતમી મળી હતી કે, જેતપુર શહેરમાં ગાંજાનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ કામગીરીમાં ડોગ સ્ક્વોડના તાલીમબદ્ધ લેબ્રોડોર ડોગ 'કેપ્ટો' ની મદદ લેવામાં આવી હતી. કેપ્ટોએ પોતાની તીવ્ર સૂંઘવાની શક્તિથી સંતાડેલો નશીલા પદાર્થનો જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી કુલ 914 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 45,700 થાય છે. આરોપીઓની ધરપકડ પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં શરદબેન દિનેશભાઇ લણાગરીયા અને હનીફ સીતરભાઇ રફાઇનો સમાવેશ થાય છે. આ બંને શખ્સો આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા, તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. જેતપુર સીટી પોલીસની આ સફળતામાં ‘કેપ્ટો’ ડોગની ભૂમિકાની પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે. પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Rajkot માં લક્ઝરી મુસાફરીનો નવો અધ્યાય, ગુજરાતની પ્રથમ હાઈટેક વોલ્વો બસનું થયું ભવ્ય લોન્ચિંગ

Read Full Story arrow_forward