android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad માં માનવતાની મહેક, પાઇપલાઇનના કામથી પાણી કપાયું તો મસ્જિદ બની લોકોનો સહારો
calendar_today February 5, 2026

Ahmedabad માં માનવતાની મહેક, પાઇપલાઇનના કામથી પાણી કપાયું તો મસ્જિદ બની લોકોનો સહારો

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં કોમી એકતા અને ભાઈચારાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાઇપલાઇન નાખવાની કામગીરીને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાણી પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો છે. આ કાળઝાળ ગરમી અને પાણીની કટોકટી વચ્ચે દરિયાપુરની 'કુટી મસ્જિદ' સ્થાનિકોની વહારે આવી છે. વિસ્તારમાં પાણી ન હોવાથી હિન્દુ સમાજના લોકો માટે મસ્જિદના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા, જ્યાંથી લોકોએ પોતાની જરૂરિયાત મુજબનું પાણી ભરીને રાહત અનુભવી હતી.વર્ષો જૂની એકતા અકબંધ આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સંકટના સમયે માનવતા અને પાડોશી ધર્મ જ સર્વોપરી છે. પાઇપલાઇનના સમારકામ દરમિયાન જ્યારે રહેવાસીઓ પાણી માટે વલખાં મારી રહ્યા હતા, ત્યારે મસ્જિદના વહીવટકર્તાઓએ કોઈ પણ ભેદભાવ વગર તમામ ધર્મના લોકો માટે પાણીની વ્યવસ્થા કરી આપી હતી. સ્થાનિક હિન્દુ ભાઈઓએ પણ મસ્જિદના આ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. દરિયાપુરની ગલીઓમાં જોવા મળેલી આ એકતાએ સમગ્ર શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોના દિલ જીતી લીધા છે. આ પણ વાંચો : Rajkot માં જાહેરનામું માત્ર કાગળ પર, 150 ફૂટ રિંગ રોડ પર પ્રતિબંધ છતાં ભારે વાહનોનો બેરોકટોક પ્રવેશ

Read Full Story arrow_forward
PM Modi in Rajya Sabha: મજબૂત અર્થતંત્રના કારણે નવા વર્લ્ડ ઓર્ડર માટે ભારત દુનિયાનું વિશ્વસનીય પાર્ટનર: પીએમ મોદી
calendar_today February 5, 2026

PM Modi in Rajya Sabha: મજબૂત અર્થતંત્રના કારણે નવા વર્લ્ડ ઓર્ડર માટે ભારત દુનિયાનું વિશ્વસનીય પાર્ટનર: પીએમ મોદી

વિકસિત ભારતની યાત્રામાં 2025નું વર્ષ મહત્ત્વનું રહ્યુ હોવાનું પીએમ મોદીએ જણાવ્યુ હતુ. વૈશ્વિક સ્તર પર ભારતની મજબૂત ઓળખઃ પીએમ મોદી રાજ્યસભામાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, દેશ હવે મહત્ત્વના તબક્કા પર પહોંચ્યો છે. જેના કારણે દેશમાં રોજ નવી યુવા ઉર્જા જોવા મળી રહી છે. યુવા શક્તિના કારણે વિશ્વ ભારતનું ટેલેન્ટ જોઇ રહ્યુ છે. અને નેતૃત્ત્વ કરવા માટે તક આપી રહ્યુ છે. તો સાથે જ રાષ્ટ્રપતિએ પણ દરેક વર્ગની વાત સંભાળીને તેમને યોગ્ય પ્રવૃત્તિ કરવા માટે તક આપી છે. અર્થતંત્ર વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારત વિશ્વની સૌથી મજબૂત ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે. વેપાર કરાર ઉદ્યોગ જગતને આપશે તેજ ગતિઃ પીએમ મોદી ભારતે 9 દેશ સાથે ટ્રેડ ડીલ કરી હોવાનું પણ પીએમ મોદીએ તેમના અભિભાષણમાં જણાવ્યુ હતુ. ભારત સાથે ટ્રેડ ડીલ એ અર્થતંત્ર માટે મોટી વાત છે. ભારત વિશ્વ બંધુના સ્તરે ઘણા દેશો સાથે પાર્ટનર છે. આજે દેશ વિશ્વમાં તમામ ક્ષેત્રે પોતાનું સામર્થ્ય બતાવી શકે છે. તે યુવા શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનું પણ પીએમ મોદીએ કહ્યુ હતુ. ભારત દેશની વિશ્વસનીયતાના કારણે વિશ્વ તેના તરફ નમી રહ્યુ છે. જેમની પાસે સામર્થ્ય હોય છે તેમની સાથે વિશ્વનો સાથ હોય છે. વિપક્ષી સાસંદોનું સદનમાંથી વોકઆઉટ પીએમ મોદી જ્યારે રાજ્યસભામાં સંબોધન કરી રહ્યા હતા. ત્યારે વિપક્ષના સાંસદોએ વોકઆઉટ કર્યુ હતુ. અને હોબાળો કરીને સંબોધનમાં વિક્ષેપ પાડવાનો પ્રયત્ન કર્યો હતો. બુધવારે પીએમ મોદી લોકસભામાં સંબોધન કરવાના હતા. પણ વિપક્ષના હોબાળાના કારણે તેમનું ભાષણ ટળ્યુ હતુ. લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ વિના તેમના જવાબને પસાર કરાયો હતો. સ્પીકરે વિપક્ષના વર્તન અને હોબાળાને 'કાળા ડાઘ' સમાન ગણાવ્યુ હતુ. આ પણ વાંચોઃ ઈરાનના પરમાણુ શસ્ત્રો વિકસાવવા અંગે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે શું આપી ચેતવણી?, જાણો

Read Full Story arrow_forward
PM Modi in Rajya Sabha : કોંગ્રેસે વિશ્વાસઘાત કરવાના વિષયમાં દેશના અન્નદાતાને છોડ્યો નથી, બોલ્યા PM મોદી
calendar_today February 5, 2026

PM Modi in Rajya Sabha : કોંગ્રેસે વિશ્વાસઘાત કરવાના વિષયમાં દેશના અન્નદાતાને છોડ્યો નથી, બોલ્યા PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પીએમની સ્પીચ દરમિયાન વિપક્ષે વોકઆઉટ પણ કર્યુ. વિપક્ષની ગેરહાજરીમાં પીએમ મોદીએ સ્પીચ ચાલુ રાખી છે. તેમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યુ કે કોંગ્રેસની પાસે ન ઇચ્છાશક્તિ હતી ન વિઝન.... ખેડૂતોના ખાતામાં ચાર લાખ કરોડ રૂપિયા અમે આપ્યા કોંગ્રેસે વિશ્વાસઘાત કરવાના વિષયમા દેશના અન્નદાતાને નથી છોડ્યો. આ દેશમાં 10 કરોડ ખેડૂતો એવા છે જેમના પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે. નાના ખેડૂતો તરફ ક્યારેય જોવામાં નથી આવ્યું. નાના ખેડૂતોનું કોઈ ધ્યાન જ નથી રાખ્યું. અમારા દીલમાં નાના ખેડૂત પ્રત્યે દર્દ હતું. જેના કારણે અમે પીએમ કિસાન સમ્માનનિધી યોજના લઈને આવ્યા છે. આ ખેડૂતોના ખાતામાં ચાર લાખ કરોડ રૂપિયા અમે આપ્યા છે. ખેડૂતોને નવી તાકાત અને સપના જોવાનું સામર્થ્ય આપ્યું છે.ખેડૂતોને નવા સપનાઓ જોવા માટેની તક આપી અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 4 લાખ કરોડ રૂપિયા જમા કરાયા છે. આ આંકડો નાનો નથી. આ યોજનાએ ખેડૂતોને નવા સપનાઓ જોવા માટેની તક આપી છે. સદનમાં કેટલાક સાથીઓએ ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરી. આપણા દેશના એક નેતા હિમાચલના પ્રવાસે ગયા હતા. ત્યાંથી પરત આવ્યા પછી તેમણે એક ઘટના સંભળાવી. લાંબા સમય સુધી મને યોજના આયોગ સાથે સંઘર્ષ કરવો પડ્યો તેમણે કહ્યું કે લાંબા સમય સુધી મને યોજના આયોગ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો, કારણ કે તેઓ પહાડી રાજ્યો માટે યોજના બનાવવામાં તૈયાર નહોતા. અમે યોજના આયોગને કહ્યું કે અમારા કામદારોને ખચ્ચરોની જરૂર છે, જેથી તેમના પર સામાન લાદી શકાય. મને કહેવામાં આવ્યું કે અમે તો જીપ માટે પૈસા આપીશું, કારણ કે ખચ્ચરો માટે પૈસા આપવાની કોઈ નીતિ નથી. જ્યારે ત્યાં રસ્તાઓ જ નહોતા, તો જીપની શું જરૂર હતી? છતાં તે સમયે યોજના આયોગનો આગ્રહ હતો કે અથવા તો જીપ લો, અથવા તો કશું જ નહીં. આ પણ વાંચોઃ India Global Hub: ડ્રેગનની મોનોપોલી ખતમ! 54 દેશોના મહાગઠબંધન સાથે ભારત બનશે ક્રિટિકલ મિનરલ્સનું નવું ગ્લોબલ હબ

Read Full Story arrow_forward