android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : પ્રદૂષણ ઘટાડવા પાલિકા એક્શન મોડમાં, શહેરની એલઇડી સ્ક્રીન પર દર્શાવાઇ રહ્યા છે AQI ડેટા
calendar_today February 5, 2026

Vadodara : પ્રદૂષણ ઘટાડવા પાલિકા એક્શન મોડમાં, શહેરની એલઇડી સ્ક્રીન પર દર્શાવાઇ રહ્યા છે AQI ડેટા

ગુજરાત પણ હવે પ્રદુષણ મામલે દિલ્હીની બરોબરી કરવા તરફ જઈ રહ્યું છે. રાજ્યના શહેરો સહીત વડોદરાની હવા ગંભીર રીતે પ્રદૂષિત થતા પાલિકા એક્શનમાં આવી છે.રાજ્યમાં પણ હવે પ્રદૂષણ એક ગંભીર સમસ્યા  રાજ્યમાં પણ હવે પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની રહ્યું છે અને માનવીના જીવન ના આયુષ્ય આ પ્રદુષણ ઘટાડી રહ્યું છે. શ્વાસ ના રોગો વધી રહ્યા છે. ત્યારે સમગ્ર રાજ્ ના મેટ્રો શહેર ની મનપાઓ પ્રદુષણ સામે લડવા એક્શનમાં હોવાનો દાવો કરે છે. શહેરમાં લગાવેલી Led સ્ક્રીન પર હવે AQI ડેટા બતાવવા નું શરુ વડોદરા મહાનગર પાલિકા એ લોકો ને જાગૃત કરવા શહેરમાં લગાવેલી Led સ્ક્રીન પર હવે AQI ડેટા બતાવવા નું શરુ કર્યું છે જેમાં શહેર ના દરેક વિસ્તાર ના આંકડા 200 થી 300 ની ઉપર જતો જોવા મળે છે. પ્રદૂષણ ઘટાડવા એન્ટી સ્મોક ગનની ખરીદી કરાશે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ નવા બજેટમાં પ્રદૂષણ ઘટાડવા એન્ટી સ્મોક ગનની ખરીદી અને ક્લાઈમેટ કંટ્રોલ સેલ બનાવવાની જાહેરાત કરી છે. સમસ્યાનું સમાધાન લાવવું એ તંત્રની જવાબદારી પરંતુ નાગરિકો કહી રહ્યા છે કે ખતરો બતાવવો એ તંત્ર નું કામ નથી પણ સમસ્યાનું સમાધાન લાવવું એ તંત્ર ની જવાબદારી છે. વડોદરા માં પ્રદૂષણ વધી જાય એ જ પાલિકાની નિષ્ફળતા છે. હવે પ્રદૂષણ ઘટાડવું એ ફક્ત પ્રજાના નાણાંનો વેડફાટ છે .આ પણ વાંચો-----   Gandhinagar : કેન્દ્રિય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, ડબલ એન્જિન સરકાર ડબલ વેગથી વિક્સિત ભારત માટે ગુજરાત લીડ લેશે

Read Full Story arrow_forward
Income Tax ભરવાની જૂની પદ્ધતિ શું બંધ થઇ જશે, જાણો સરકારે આ અંગે શું કરી સ્પષ્ટતા?
calendar_today February 5, 2026

Income Tax ભરવાની જૂની પદ્ધતિ શું બંધ થઇ જશે, જાણો સરકારે આ અંગે શું કરી સ્પષ્ટતા?

CBDT ચેરમેને વધુમાં કહ્યુ હતુ કે, સરકાર જૂના વિકલ્પને દૂર નહી કરે. આ સિસ્ટમ હાલ તે લોકો માટે ચાલુ રહેશે જેમને હોમ લોન અને 80C જેવી મુક્તિઓનો લાભ મળે છે. જૂની ટેક્સ સિસ્ટમ યથાવત્ આવકવેરા રિટર્ન ફાઇલ કરતા લાખો કરદાતાઓના મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. શું સરકાર જૂની ટેક્સ સિસ્ટમને સંપૂર્ણપણે નાબૂદ કરશે? હોમ લોન, વીમા અને PPF જેવી બચત દ્વારા કર બચાવવા માટે જૂની સિસ્ટમ પર આધાર રાખો છો, તો તમારા માટે સારા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે સ્પષ્ટતા કરી છે કે, જૂની ટેક્સ સિસ્ટમ યથાવત્ છે. તે બંધ નથી થઇ રહી. CBDT ચેરમેન રવિ અગ્રવાલે સ્પષ્ટતા કરી હતી કે, નવી ટેક્સ સિસ્ટમ હોવા છતાં જૂની સિસ્ટમને બંધ કરવા માટે સનસેટ ક્લોઝ લાવવાનો સરકારનો ઈરાદો નથી. બે વિકલ્પો વચ્ચે પસંદગીની સ્વતંત્રતા CBDT ચેરમેને સ્વીકાર્યું હતુ કે, કરદાતાઓએ નવી કર વ્યવસ્થાનું સ્વાગત કર્યું છે. આંકડા દર્શાવે છે કે લગભગ 88 ટકા વ્યક્તિગત કરદાતાઓ હવે નવી વ્યવસ્થા હેઠળ તેમના રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. આ એક મહત્વપૂર્ણ પરિવર્તન છે. જો કે, આ હોવા છતાં, રવિ અગ્રવાલે ખાતરી આપી હતી કે કરદાતાઓને હજુ પણ બે વિકલ્પો વચ્ચે પસંદગી કરવાની સ્વતંત્રતા રહેશે. સરકાર માને છે કે સંક્રમણ સકારાત્મક છે. જૂની કર વ્યવસ્થા કોના માટે જીવનરેખા ? જ્યારે 88% લોકો નવી વ્યવસ્થા તરફ ગયા છે. ત્યારે જૂની વ્યવસ્થા કોને જોઈએ છે? કર નિષ્ણાતો માને છે કે જૂની વ્યવસ્થા હજુ પણ લાખો લોકો માટે ફાયદાકારક છે. નાંગિયા એન્ડ કંપની LLPના ભાગીદાર સચિન ગર્ગના મતે, તેને તાત્કાલિક દૂર કરવું ઉતાવળ હશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુરેશ સુરાણા સમજાવે છે કે આ વ્યવસ્થા મોટી હોમ લોન ધરાવતા લોકો અથવા તેમના પગાર માળખામાં HRA અને LTAનો લાભ મેળવનારાઓ માટે જીવનરેખા છે. કરદાતાઓએ કેમ સ્વીકારી નવી સિસ્ટમ ? જ્યારે જૂની સિસ્ટમ કપાતના લાભો પ્રદાન કરે છે. ત્યારે નવી ટેક્સ સિસ્ટમની વધતી જતી લોકપ્રિયતા પાછળ કેટલાક યોગ્ય કારણો છે. SVAS બિઝનેસ એડવાઇઝર્સના ડિરેક્ટર શુભમ જૈન કહે છે કે, જૂની સિસ્ટમ ધીમે ધીમે એક સંક્રમણ વિકલ્પ બની રહી છે. નવી સિસ્ટમ યુવાનો અને નવા વ્યાવસાયિકો માટે આદર્શ છે જેઓ રોકાણ દસ્તાવેજો એકત્રિત કરવા અને કર બચાવવાના ગણિતમાં ફસાવવા માંગતા નથી. નવી સિસ્ટમમાં ઓછા ટેક્સ સ્લેબ દર અને ઉચ્ચ મૂળભૂત મુક્તિ મર્યાદા છે. આ પણ વાંચોઃ Israel Airstrike on Gaza: બદલો લેવા માટે બે હમાસ કમાન્ડરોની હત્યા, ઇઝરાયલનો અભિયાનમાં સફળતાનો દાવો

Read Full Story arrow_forward
PM મોદી પર થઇ શકતો હતો હુમલો, મે જ લોકસભામાં આવતા રોક્યા, સ્પીકર ઓમ બિરલાનો દાવો
calendar_today February 5, 2026

PM મોદી પર થઇ શકતો હતો હુમલો, મે જ લોકસભામાં આવતા રોક્યા, સ્પીકર ઓમ બિરલાનો દાવો

લોકસભાની કાર્યવાહી દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ મોટો દાવો કરતા કહ્યુ કે કાલે પીએમ મોદી પર સદનમાં હુમલો થવાનો હતો. સંસદમાં અપ્રત્યાશિત ઘટના બની શકતી હતી. પરિસ્થિતિને જોતા જ મે પીએમ મોદીને સદનમાં ન આવવાનો આગ્રહ કર્યો અને તેમણે માની પણ લીધ. સ્પીકરના કોંગ્રેસના સાંસદોને ચેતવણી આપતા કહ્યુ કે પોસ્ટરને લઇને આવશો તો સંસદમાં કાર્યવાહી નહીં ચાલે.લોકસભા અધ્યક્ષે સ્વયં સ્વીકાર્યું સદનની અંદર ખતરો સંસદના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ વખત થયું છે કે લોકસભા અધ્યક્ષે સ્વયં સ્વીકાર્યું છે કે દેશના વડાપ્રધાનની સુરક્ષા અને સન્માનને સદનની અંદર જ ખતરો હતો. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું કે તેમણે જ ગઈકાલે (બુધવારે) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સદનમાં આવવાથી રોક્યા હતા. બિરલાએ આશંકા વ્યક્ત કરી કે જો પીએમ મોદી ગઈકાલે સદનમાં આવ્યા હોત, તો તેમની સાથે કોઈ અનપેક્ષિત અને અપ્રિય ઘટના બની શકી હોત. અંદરની પરિસ્થિતિઓ પરથી એવો ઇનપુટ મળ્યો હતો સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે તેમને ગુપ્તચર માહિતી અને સદનની અંદરની પરિસ્થિતિઓ પરથી એવો ઇનપુટ મળ્યો હતો કે કોંગ્રેસના સાંસદો વડાપ્રધાનના આસન (ખુરશી) સુધી જઈને હોબાળો કરવા અને કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ આપવા યોજના બનાવી રહ્યા હતા. તેમણે કહ્યું, મને માહિતી મળી હતી કે કોંગ્રેસના સાંસદો પીએમના આસન સુધી જઈને કોઈ અનપેક્ષિત ઘટના કરી શકે છે. મને ભય હતો કે વડાપ્રધાન સાથે કંઈ પણ બની શકે. જો એવી ઘટના બની હોત, તો તે અત્યંત અપ્રિય હોત અને લોકશાહીના ઇતિહાસમાં કાળો દિવસ સાબિત થાત. આ પણ વાંચોઃ UP: ચાઇનીઝ દોરી વેચવા પર જેલની હવા ખાવા તૈયાર રહેજો, મોત થવા પર હવે નોંધાશે હત્યાનો કેસ

Read Full Story arrow_forward