android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ગોમતીપુરમાં ગુનેગારોએ બે ચાલીઓને બાનમાં લઇ આતંક મચાવ્યો
calendar_today February 5, 2026

Ahmedabad News: ગોમતીપુરમાં ગુનેગારોએ બે ચાલીઓને બાનમાં લઇ આતંક મચાવ્યો

અમદાવાદના ગોમતીપુરમાં લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે. છોટાલાલની ચાલી ખાતે અલગ અલગ બે બનાવો સામે આવ્યાં છે. અસામાજિક તત્વોએ આખી બે ચાલીઓને બાનમાં લઈને આતંક મચાવ્યો છે. અન્ય એક બનાવમાં બે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલાનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુનેગારોએ સોસાયટીને બાનમાં લઇ આતંક મચાવ્યો અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. લુખ્ખા તત્વોએ બે ચાલીઓને બાનમાં લઈને આતંક મચાવ્યો હતો. આતંક મચાવનારે સિરાજ અંસારીને ધમકી આપી હતી અને ડરાવીને આતંક મચાવ્યો હતો. પોલીસે આરોપી ફૈઝાલ અંસારીની ધરપકડ કરી હતી. જ્યારે બીજા બનાવમાં અન્ય બે વ્યક્તિઓ પર હુમલો કરાયો હતો.નાઝો, અફસર, મિરાજ અને ફૈઝલે ઝઘડો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. સદ્દામ અને સુફાઈન નામના યુવકોને માર માર્યો હતો. વીડિયો વાયરલ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Patan News : "અમે બંધારણ તોડ્યું નથી", કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠકમાં મોટો ખુલાસો

Read Full Story arrow_forward
Rajkot મહાનગરપાલિકા દ્વારા વધુ એક પાણી કાપ, શહેરના 5 વોર્ડમાં શનિવારે પાણી વિતરણ નહીં થાય
calendar_today February 5, 2026

Rajkot મહાનગરપાલિકા દ્વારા વધુ એક પાણી કાપ, શહેરના 5 વોર્ડમાં શનિવારે પાણી વિતરણ નહીં થાય

રાજકોટ શહેરમાં પાણી વિતરણ માટે મહાનગરપાલિકાએ વધુ એક પાણી કાપ જાહેર કર્યો છે. શનિવારે જુદા-જુદા 5 વોર્ડના અનેક વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે. વોર્ડ નં. 8, 10, 11, 12 અને 13 ના વિસ્તારોમાં પાણી નહી મળે મવડી (પુનીતનગર) પમ્પિંગ સ્ટેશન હેઠળ આવતા વોર્ડ નં. 8, 10, 11, 12 અને 13 ના વિસ્તારોમાં પાણી નહી મળે પમ્પિંગ સ્ટેશન ખાતે GSRની સફાઇ કરાશે વોટર મેનેજમેન્ટ યુનિટે જણાવ્યુ છે કે મવડી (પુનીતનગર) પમ્પિંગ સ્ટેશન ખાતે GSR (ગ્લોબલ સ્ટોરીજ રિઝર્વાયર) ની સફાઈ કરવામાં આવશે તેમજ જેટકો ફિલ્ટર પ્લાન્ટથી આવતી પાઈપલાઈન જોડાણનું કામ કરવામાં આવશે. આ કારણે આ વિસ્તારોમાં પાણીનો સપ્લાય સ્થગિત કરવામાં આવી છે. પાણી બચત કરવી પ્રજાને સલાહ આપવામાં આવી છે કે પાણી સંગ્રહ કરી રાખી લેવું અને પાણી બચત પર ધ્યાન આપવું.આ પણ વાંચો-----    Gandhinagar : કેન્દ્રિય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, ડબલ એન્જિન સરકાર ડબલ વેગથી વિક્સિત ભારત માટે ગુજરાત લીડ લેશે

Read Full Story arrow_forward
Junagadh : 11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મીની કુંભ મેળો, કલેક્ટરે સાધુ સંતો સાથે બેઠક યોજી સમીક્ષા કરી
calendar_today February 5, 2026

Junagadh : 11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મીની કુંભ મેળો, કલેક્ટરે સાધુ સંતો સાથે બેઠક યોજી સમીક્ષા કરી

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા ને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે જેને લઈને આજે જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા અને અધિકારીઓ સાથે સાધુ સંતોની એક બેઠક યોજાઇ હતી, જેમાં મેળામાં કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરાઈ હતી....11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મીની કુંભ મેળો આગામી તારીખ 11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મીની કુંભ મેળો યોજાઇ રહ્યો છે ત્યારે વિવિધ સમિતિઓની કામગીરી અંગે આજે ક્લેક્ટર અનિલ રાણાવસીયા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ભવનાથ મંદિરમાં સાધુ સાથે મેળાના આયોજન અને વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.ભરડાવાવ પાસે વિવિધ પાર્કિંગ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે અને ભરડા વાવથી વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે જેથી લોકોને માત્ર ચાલતા પ્રવેશ કરવાનો રહેશે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.. સવારે ૯ વાગ્યે ધર્મધજાના આરોહણ સાથે મેળાનો વિધિવત પ્રારંભ પરંપરાગત રીતે આગામી ૧૧ તારીખે સવારે ૯ વાગ્યે ધર્મધજાના આરોહણ સાથે મેળાનો વિધિવત પ્રારંભ થશે અને ભવ્ય 'ડમરુ યાત્રા' ગિરનાર દરવાજાથી શરૂ થઈ ભવનાથ મંદિરની આરતીમાં ભળી ધર્મસભામાં પરિવર્તિત થશે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો હાજર રહેવાના છે. તંત્ર દ્વારા લાઈટિંગ અને સુશોભનના નામે માત્ર દેખાડો કરવામાં આવી રહ્યો છે, પરંતુ પાયાની સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવ્યું છે....  ઇલેક્ટ્રિક રીક્ષાઓની પણ વ્યવસ્થા વૃદ્ધ અશક સાધુ સંતોને વર્ષનાગરિકો અને મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક રીક્ષાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ રીક્ષાઓની સંખ્યા અને સુવિધાઓ અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી હતી સાથે સાથે શિવરાત્રીના રાત્રે પરંપરાગત મુજબ નીકળતી રાવડીને લઈને પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંચ જૂના અખાડા આવવાના અખાડા અને અગ્નિ અખડા ની પ્રાચીન પરંપરા મુજબ જ રવેડી નીકળશે જેમાં આ ત્રણ મુખ્ય અખાડા જ રવેડી જોડાશે..આ પણ વાંચો----    Gandhinagar : કેન્દ્રિય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, ડબલ એન્જિન સરકાર ડબલ વેગથી વિક્સિત ભારત માટે ગુજરાત લીડ લેશે

Read Full Story arrow_forward