Surat News: બેફામ કાર ચાલકે રિક્ષા અને બાઈકને લીધા અડફેટે, રિક્ષાનો વળ્યો કચ્ચરઘાણ
સુરત શહેરના રસ્તાઓ પર ફરી એકવાર 'રફ્તારનો કહેર' જોવા મળ્યો છે. એક બેફામ બનેલા કાર ચાલકે ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર ઓટો રિક્ષા અને બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે ઓટો રિક્ષાનો પતરાની જેમ કચ્ચરઘાણ વળી ગયો હતો.કાર ચાલકે ઓટો રિક્ષા અને બાઇકને અડફેટે લીધા પૂરપાટ ઝડપે આવી રહેલી કારે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સમયે રિક્ષામાં ત્રણ મહિલા મુસાફરો સવાર હતી. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં બે મહિલા પેસેન્જરનો ચમત્કારિક બચાવ થયો છે, જ્યારે એક મહિલાને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. કારની અડફેટે આવેલા બાઈક ચાલકને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી, જેને કાર ચાલક પોતે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. બેફામ બનેલા કાર ચાલકો સામે કાર્યવાહીની માગ સુરતમાં અવારનવાર બનતી હિટ એન્ડ રન અને બેફામ ડ્રાઈવિંગની ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકોની માંગ છે કે રાત્રિના સમયે કે જાહેર માર્ગો પર સ્પીડ લિમિટનો ભંગ કરનારા અને બેફામ કાર હંકારતા નબીરાઓ સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward