android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan News : "અમે બંધારણ તોડ્યું નથી", કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠકમાં મોટો ખુલાસો
calendar_today February 5, 2026

Patan News : "અમે બંધારણ તોડ્યું નથી", કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠકમાં મોટો ખુલાસો

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ઠાકોર સમાજનું સામાજિક બંધારણ તોડવામાં આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, જે મામલે કોરડા ગામે મગનજી ઠાકોરના નિવાસસ્થાને સમાજના અગ્રણીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંતલપુર પંથકના ઠાકોર સમાજના અનેક આગેવાનો એકઠા થયા હતા અને સમાજના નીતિ-નિયમોના ભંગ અંગેની વાતોને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તાજેતરમાં યોજાયેલા દીકરા-દીકરીના લગ્ન પ્રસંગો સંપૂર્ણપણે સામાજિક બંધારણની મર્યાદામાં રહીને જ સંપન્ન કરવામાં આવ્યા છે અને તેમાં કોઈપણ પ્રકારની ખોટી દેખાદેખી કરવામાં આવી નથી.ઠાકોર સમાજના બંધારણ અંગે સ્પષ્ટતા મગનજી ઠાકોરે મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું હતું કે, તેઓ દર વર્ષે માતાજીનો ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધાપૂર્વક યોજે છે અને આ વખતે પણ સામાજિક મર્યાદા જળવાય તે રીતે જ આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, કોઈપણ પ્રસંગ કરતાં પહેલાં તેમણે સમાજના વડીલો અને આગેવાનોનું માર્ગદર્શન લીધું હતું. સમાજમાં ખોટી ગેરસમજ ન ફેલાય તે હેતુથી આ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ એકસૂરે સ્વીકાર્યું હતું કે સામાજિક સુધારાના બંધારણનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે અને સમાજની એકતા અખંડ છે. આ પણ વાંચો : Ahmedabad News : જનતાના આક્રોશ અને 'સંદેશ'ના અહેવાલ સામે તંત્ર ઝૂક્યું, કતલખાનાની દરખાસ્ત ફગાવી દેવાઈ

Read Full Story arrow_forward
Junagadh News: પ્રેમી-પંખીડાએ ગટગટાવી ઝેરી દવા, લગ્નની શક્યતા ન જણાતા જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ!
calendar_today February 5, 2026

Junagadh News: પ્રેમી-પંખીડાએ ગટગટાવી ઝેરી દવા, લગ્નની શક્યતા ન જણાતા જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ!

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા અજાબ ગામમાં પ્રેમ પ્રકરણમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પાડોશમાં જ રહેતા અને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ યુવક-યુવતીએ એકસાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. સામાજિક કારણોસર લગ્ન શક્ય ન હોવાથી હતાશામાં આવીને આ પ્રેમી યુગલે આત્યંતિક પગલું ભરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.પાડોશમાં રહેતા હતા પ્રેમીઓ ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા અજાબ ગામમાં રહેતા આ પ્રેમી પંખીડાઓ પાડોશમાં જ રહેતા હતા અને લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. તેઓ સાથે મળીને લગ્ન કરી નવું જીવન શરૂ કરવા માંગતા હતા, પરંતુ કોઈ કારણોસર તેમના પ્રેમ લગ્ન શક્ય ન હોવાનું તેમને જણાયું હતું. પરિવાર કે સમાજ આ સંબંધને સ્વીકારશે નહીં તેવા ડર અને દુઃખમાં બંનેએ સાથે મળીને ઝેરી દવા પી લીધી હતી. તપાસ અને સારવાર ઝેરી દવા પી લેતા બંનેની તબિયત લથડી હતી, જેની જાણ થતા જ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ બંનેની સ્થિતિ કેવી છે તે અંગે તબીબી નિરીક્ષણ હેઠળ તપાસ ચાલી રહી છે. બીજી તરફ, ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટના અંગે પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે. ગામમાં આ ઘટનાને પગલે ભારે ચર્ચા જાગી છે. આ પણ વાંચો - Veraval: જૂનાગઢ બાયપાસ પર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી

Read Full Story arrow_forward
Botadમાં 12 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં પોલીસે આરોપીનું રી-કન્સ્ટ્રક્શન કર્યું
calendar_today February 5, 2026

Botadમાં 12 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં પોલીસે આરોપીનું રી-કન્સ્ટ્રક્શન કર્યું

બોટાદ જિલ્લામાં 12 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં પોલીસે આજે આરોપીનું રી-કન્સ્ટ્રક્શન કર્યું છે.રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પોલીસ દ્વારા આરોપી જેરામ ઈશ્વર ભાલાળાને ઘટનાસ્થળે લઇ જઈ રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં તેણે સગીરાને કયા સ્થળે અને કેવી રીતે લઈ ગયો તેની વિગતો મેળવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રી-કન્સ્ટ્રક્શન દરમિયાન બોટાદ DYSP મનીષા દેસાઈ, LCB અને SOG સહિત પોલીસ કાફલાએ હાજરી આપી. દુકાનદારે તેને પકડીને બાજુના મકાનમાં લઇ જઈ દુષ્કર્મ કર્યું ગત 2 ફેબ્રુઆરીના રોજ બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. સગીરા કરીયાણાની દુકાન પર વસ્તુ લેવા ગઈ હતી, ત્યારે દુકાનદારે તેને પકડીને બાજુના મકાનમાં લઇ જઈ દુષ્કર્મ કર્યું હતું. પરિવારજનોએ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી સગીરાના પરિવારજનોએ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તત્કાળ આરોપીની ધરપકડ કરી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો-----    Gandhinagar : કેન્દ્રિય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, ડબલ એન્જિન સરકાર ડબલ વેગથી વિક્સિત ભારત માટે ગુજરાત લીડ લેશે

Read Full Story arrow_forward