android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ભગવાન બુદ્ધના અવશેષો શ્રીલંકા પહોંચ્યા, કોલંબોના ગંગારામય મંદિર ખાતે ભવ્ય ઉદ્ધાટન
calendar_today February 5, 2026

Ahmedabad News: ભગવાન બુદ્ધના અવશેષો શ્રીલંકા પહોંચ્યા, કોલંબોના ગંગારામય મંદિર ખાતે ભવ્ય ઉદ્ધાટન

શ્રીલંકામાં ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું આગમન અને પ્રદર્શન એ ઊંડી આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સભ્યતાલક્ષી મહત્વની ક્ષણ છે, જે ભારત અને શ્રીલંકા વચ્ચેના તેમના સહિયારા બૌદ્ધ વારસામાં રહેલા સ્થાયી સંબંધોને વધુ મજબૂત બનાવે છે.પવિત્ર અવશેષો ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં શ્રીલંકા પહોંચ્યા અને સ્થાપિત ભારત-શ્રીલંકા પ્રોટોકોલ અનુસાર તેમને પૂર્ણ રાજ્ય સન્માન આપવામાં આવ્યું હતું.ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ અવશેષો સાથે હતું. બે પ્રદર્શનોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રદર્શન વડાપ્રધાન મોદી દ્વારા એપ્રિલ 2025માં શ્રીલંકાની તેમની રાજ્ય મુલાકાત દરમિયાન કરવામાં આવેલી ઘોષણાને અનુસરે છે.જેમાં તેમણે શ્રીલંકા સાથે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી હતી.આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ બૌદ્ધ સંબંધોને પ્રોત્સાહન આપવા માટે 2020માં જાહેર કરાયેલ 15 મિલિયન યુએસ ડોલરની ગ્રાન્ટ ઉપરાંત અનુરાધાપુરામાં પવિત્ર શહેર સંકુલ પ્રોજેક્ટના વિકાસ માટે ગ્રાન્ટ સહાયની પણ જાહેરાત કરી હતી. પ્રદર્શનના ભાગરૂપે ગંગારામાયા મંદિર ખાતે "પિપ્રાહવાના પવિત્ર અવશેષોની શોધ અને પવિત્ર અવશેષો અને સમકાલીન ભારતની સાંસ્કૃતિક ભાગીદારી નામના બે પ્રદર્શનોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 2018માં શ્રીલંકામાં સારનાથ અવશેષોનું પ્રદર્શન યોજ્યું હતું. પવિત્ર અવશેષોનું પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગંગારામાયા મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન 5 ફેબ્રુઆરી, 2026થી જાહેર દર્શન માટે ખુલ્લું રહેશે, જેનાથી શ્રીલંકા અને વિશ્વભરના ભક્તો શ્રદ્ધાંજલિ આપી શકશે.પવિત્ર અવશેષોનું આગમન શ્રીલંકાના 78મા સ્વતંત્રતા દિવસ સાથે થયું, જેનાથી આ કાર્યક્રમને વિશેષ મહત્વ મળ્યું. આ પ્રદર્શન ભારતની બહાર દેવનીમોરી અવશેષોની પ્રથમ જાહેર પૂજાનું પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ, ભારતે 2012માં કપિલવસ્તુ અવશેષો અને 2018માં શ્રીલંકામાં સારનાથ અવશેષોનું પ્રદર્શન યોજ્યું હતું. આ પણ વાંચોઃ Junagadh : 11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મીની કુંભ મેળો, કલેક્ટરે સાધુ સંતો સાથે બેઠક યોજી સમીક્ષા કરી

Read Full Story arrow_forward
Rajkot ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ચૂક: બે ગાયો રન-વે સુધી પહોંચતા સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો
calendar_today February 5, 2026

Rajkot ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ચૂક: બે ગાયો રન-વે સુધી પહોંચતા સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો

હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષામાં ગંભીર ગાબડું પડ્યું હોય તેવી ઘટના સામે આવી છે. અત્યંત હાઈ-સિક્યુરિટી ધરાવતા એરપોર્ટ પરિસરમાં બે ગાયો મુક્તપણે વિહાર કરતી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને પગલે એરપોર્ટની એન્ટ્રી ગેટ સિક્યુરિટી અને ગાર્ડની સતર્કતા સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.એરપોર્ટમાં બે ગાય પ્રવેશી હોવાનો વીડિયો વાયરલ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે ગાયો એરપોર્ટના સંકુલમાં આરામથી ફરી રહી છે. સામાન્ય રીતે એરપોર્ટ પર ટેક્સી ચાલકો કે સામાન્ય નાગરિકોની અવરજવર પર બાજ નજર રાખતી સિક્યુરિટીને આ પશુઓ કેમ દેખાયા નહીં, તે વાત ચર્ચાનો વિષય બની છે. મુસાફરો અને સ્થાનિકોમાં એ વાતનો રોષ જોવા મળી રહ્યો છે કે જો ટેક્સી ચાલકો જરા પણ ઉભા રહે તો તરત જ એક્શન લેતી સિક્યુરિટીને આ ગાયોની એન્ટ્રી વિશે કેમ જાણ ન થઈ? એરપોર્ટ પર પશુઓની એન્ટ્રીને લઇ સવાલ ઉઠ્યા એરપોર્ટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પશુઓની હાજરી માત્ર સુરક્ષાની ચૂક નથી, પરંતુ વિમાનના ટેક-ઓફ કે લેન્ડિંગ સમયે મોટી દુર્ઘટનાનું કારણ પણ બની શકે છે. આ મામલે એરપોર્ટ ઓથોરિટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. એરપોર્ટ સત્તાધીશો આ દિશામાં તપાસ કરે અને ભવિષ્યમાં આવી ગંભીર બેદરકારી ન દાખવાય તે અત્યંત જરૂરી છે. નોંધ: સંદેશ ન્યૂઝ આ વાયરલ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તેની સત્તાવાર પુષ્ટિ કરતું નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Botad News: ગઢડામાં તળાવમાં ડૂબી જતા બે સગી બહેનોના મોત
calendar_today February 5, 2026

Botad News: ગઢડામાં તળાવમાં ડૂબી જતા બે સગી બહેનોના મોત

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામેથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં તળાવના પાણીમાં ડૂબી જવાથી બે સગી બહેનોના મોત નીપજ્યા છે. રમતા-રમતા પાણીના ખાડામાં પડી જવાથી બંને બાળકીઓ કાળનો કોળિયો બની જતાં માલધારી પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.રમતા-રમતા સર્જાયો કાળો કેર ઘટનાની મળતી મહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખંભાળા ગામના માલધારી પોપટભાઈ સોરીયા પશુઓ ચરાવવા માટે પરિવાર સાથે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામે આવ્યા હતા. તેમની બે પુત્રીઓ રિદ્ધિબેન (ઉંમર 7 વર્ષ) અને ગોપીબેન (ઉંમર 5 વર્ષ) ઘરની પાસે રમી રહી હતી. રમતા-રમતા બંને બાળકીઓ અચાનક તળાવ પાસે પહોંચી ગઈ હતી અને પાણી ભરેલા ખાડામાં પડી જતાં ડૂબવા લાગી હતી. બંને બાળકીઓ પાણીમાં ગરકાવ થઈ જતાં તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પરિવારમાં આક્રંદ અને પોલીસ કાર્યવાહી એક જ પરિવારની બે વહાલસોયી પુત્રીઓના મોતથી સોરીયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ ઢસા 108 ની ટીમ દોડી આવી હતી અને બંને બાળકીઓના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ઢસા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. રમતા-રમતા મોતના મુખમાં હોમાયેલી આ બાળકીઓની ઘટનાએ પંથકના લોકોની આંખો ભીની કરી દીધી છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Botadમાં 12 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં પોલીસે આરોપીનું રી-કન્સ્ટ્રક્શન કર્યું

Read Full Story arrow_forward