android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : પાલડીમાં ગૌ તસ્કરીનો પર્દાફાશ, અન્ય ત્રણ લોકો કારનું પાયલોટીંગ કરતા હોવાનો ખુલાસો, તપાસ શરુ
calendar_today February 5, 2026

Ahmedabad : પાલડીમાં ગૌ તસ્કરીનો પર્દાફાશ, અન્ય ત્રણ લોકો કારનું પાયલોટીંગ કરતા હોવાનો ખુલાસો, તપાસ શરુ

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે થયેલા કાર અકસ્માતમાં ગૌ તસ્કરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. ધોળકા તરફથી આવી રહેલી કારમાં ચાર ગાયો ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહી હતી.કારના ડ્રાઈવરને પકડી પોલીસને સોંપ્યો અકસ્માત બાદ જાગૃત નાગરિકોએ કારના ડ્રાઈવરને પકડી પોલીસને સોંપ્યો. તપાસમાં બહાર આવ્યું કે પકડાયેલ ડ્રાઈવરનું નામ મકબૂલ છે. ત્રણ શંકાસ્પદ આરોપીઓ પાયલટ કારમાં સવાર હતા તપાસ દરમિયાન ખુલાસો થયો કે મકબૂલ સાથે અન્ય ત્રણ લોકો પણ ગૌ તસ્કરીમાં સંડોવાયેલા છે. આ ત્રણેય શંકાસ્પદ આરોપીઓ પાયલટ કારમાં સવાર હતા અને હાલ પોલીસની પકડથી દૂર છે. પાલડી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરુ પાલડી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ગૌ તસ્કરી સાથે સંકળાયેલા તમામ આરોપીઓને ઝડપવાની કામગીરી તેજ કરવામાં આવી છે.આ પણ વાંચો-----    Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે

Read Full Story arrow_forward
Surendranagar News : સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.539.26 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે
calendar_today February 5, 2026

Surendranagar News : સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.539.26 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે

કાર્યક્રમ બપોરે ૩-૩૦ કલાકે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ, સુરેન્દ્રનગર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તથા વિવિધ વિભાગોના કુલ રૂ.૫૩૯.૨૬ કરોડના ખર્ચે તૈયાર થનારા અને પૂર્ણ થયેલા કુલ ૩૩ જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓમાં મોટો વધારો થશે આ અવસરે વિવિધ વિભાગો હેઠળના પ્રકલ્પોમાં મુખ્યત્વે રૂ. ૪૫૭.૨૧ કરોડના ખર્ચે ૨૫ જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂ.૨૩૩.૩૪ કરોડના ૨૩ કામો તથા માર્ગ અને મકાન વિભાગના રૂ.૨૨૩.૮૭ કરોડના ૨ મહત્વપૂર્ણ કામોનો સમાવેશ થાય છે. આ વિકાસ કાર્યોથી સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓમાં મોટો વધારો થશે. લોકાર્પણની વિગતો જોઈએ તો, કુલ રૂ.૮૨.૦૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૮ જેટલા પ્રકલ્પો જનતા માટે ખુલ્લા મુકવામાં આવશે.ધારાસભ્યો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે આ પ્રકલ્પોમાં શહેરી વિકાસ વિભાગના રૂ.૬૩.૧૭ કરોડના ૫ કામો અને પ્રાથમિક, માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ વિભાગના રૂ.૧૮.૮૮ કરોડના ૩ કામોનો સમાવેશ થાય છે. શિક્ષણ વિભાગના આ પ્રકલ્પોથી જિલ્લાના શૈક્ષણિક માળખાને નવી ઉર્જા પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા તથા શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, સંસદસભ્ય ચંદુભાઈ શિહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને સર્વે ધારાસભ્યો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ પણ વાંચો : Gandhinagar News : ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો સંપૂર્ણ રાજય સન્માન સાથે શ્રીલંકા પહોંચ્યા

Read Full Story arrow_forward
Bharuch : બાકી વેરો ધરાવતા 8280 મિલકત ધારકોને પાલિકા દ્વારા નોટિસ, 31મી માર્ચ પહેલાં વેરો જમા કરવા તાકીદ
calendar_today February 5, 2026

Bharuch : બાકી વેરો ધરાવતા 8280 મિલકત ધારકોને પાલિકા દ્વારા નોટિસ, 31મી માર્ચ પહેલાં વેરો જમા કરવા તાકીદ

ભરૂચ નગરપાલિકાએ મિલ્કત વેરાની વસૂલાતની કામગીરી ઝડપી બનાવી છે. વેરો બાકી ધરાવતા ૮,૨૮૦ મિલ્કત ધારકોને પાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો બાકીદારો ૩૧મી માર્ચ પહેલાં વેરો જમા નહીં કરાવે તો ૧૮ ટકા વ્યાજ સાથે બાકી રકમની વસૂલાત કરવામાં આવશે.૨૦૨૫-૨૬ માટે મિલ્કત વેરા પેટે રૂપિયા ૧૭.૧૬ કરોડનો લક્ષ્યાંક ભરૂચ નગરપાલિકાએ વર્ષ ૨૦૨૫-૨૬ માટે મિલ્કત વેરા પેટે રૂપિયા ૧૭.૧૬ કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.ત્યારે અત્યાર સુધીમાં રૂપિયા ૧૨.૧૯ કરોડની વસૂલાત થઈ ચૂકી છે જ્યારે રૂપિયા ૪.૯૩ કરોડનો વેરો હજુ મિલ્કત ધારકો દ્વારા ભરપાઈ નહીં કરવામાં આવતા બાકી છે. લક્ષ્યાંક સામે ૭૧.૦૫ ટકા વસૂલાત પૂર્ણ જેથી હાલ લક્ષ્યાંક સામે ૭૧.૦૫ ટકા વસૂલાત પૂર્ણ થઈ છે અને આશરે ૨૯ ટકા વસૂલાત બાકી છે.ત્યારે વેરા વસૂલાત માટેની પ્રક્રિયા ઝડપી બનાવી છે. અત્યાર સુધી ૪.૯૩ કરોડની વસૂલાત બાકી છે આ અંગે પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા વેરા વસૂલવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી છે.જેમાં અત્યાર સુધી ૪.૯૩ કરોડની વસૂલાત બાકી છે.જેને લઈને શહેરના ૧૧ વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી ડોર-ટુ-ડોર વસૂલાત પણ શરૂ કરવામાં આવી છે. નળ જોડાણ કાપવા અને સીલ કરવાની ચીમકી જે મિલ્કત ધારકોને આગામી બે માસ સુધીમાં વેરો ભરવા અપીલ કરવામાં આવી છે અને જો ૩૧ માર્ચ પછી ૧૮ ટકા પેનલ્ટી સાથે વેરો વસુલવામાં આવશે.જે મિલ્કત ધારકોને નોટિસ આપ્યા બાદ પણ વેરો ભરપાઈ નહીં કરે તો રહેણાંક વિસ્તારમાં નળ જોડાણ કાપવા અને કોમર્શિયલ મિલ્કત હોય તો તેને સીલ કરવા જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. બાકી વેરો ધરાવતા મિલકત ધારકો સામે પાલિકાની લાલ આંખ ભરૂચ પાલિકાએ વેરો ભરપાઈ નહીં કરનાર મિલ્કત ધારકો સામે લાલ આંખ કરી સમયસર વેરો ભરપાઈ કરવા મિલ્કત ધારકોને અનુરોધ કરવામાં આવ્યો છે.જો નહીં ભરપાઈ કરે તો નળ કનેક્શન કાપવા સહિત મિલ્કત સીલ કરવા સહિતની તૈયારી દર્શાવી છે. આ પણ વાંચો----  Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે

Read Full Story arrow_forward