Gujarat Weather : રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત્ રહેશે, ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા સવારે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ થશે
રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ઉત્તર-પૂર્વ દિશાના પવન ફૂંકાતા રહેશે, જેના કારણે ખાસ કરીને સવારે ઠંડીનો અહેસાસ અનુભવાશે. પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે આગામી દિવસોમાં પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીની વધઘટ રાત્રિના સમયે લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીની વધઘટ નોંધાઈ શકે છે, જ્યારે બપોરે મહત્તમ તાપમાન આશરે 30 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. નલિયામાં લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું રાજ્યના કચ્છ વિસ્તારમાં આવેલા નલિયામાં લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દિવસ દરમિયાન હળવી ગરમીનો અહેસાસ રહેશે, જ્યારે સવાર-સાંજ ઠંડક અનુભવાશે.આ પણ વાંચો----- Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે
Read Full Story arrow_forward