android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: નવી સિવિલ પાછળ ‘મોતની ટાંકી’! અતિ જર્જરિત હાલતમાં ઉભેલી ટાંકી ગમે ત્યારે તૂટી પડવાની ભીતિ
calendar_today February 5, 2026

Surat: નવી સિવિલ પાછળ ‘મોતની ટાંકી’! અતિ જર્જરિત હાલતમાં ઉભેલી ટાંકી ગમે ત્યારે તૂટી પડવાની ભીતિ

સુરતની નવી સિવિલ હોસ્પિટલ પાછળના ભાગે આવેલી પાણીની ટાંકી હાલમાં ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી ભયાનક સ્થિતિમાં ઉભી છે. રાજ્યમાં અગાઉ તડકેશ્વર અને વલસાડમાં પાણીની ટાંકી તૂટી પડવાની ગંભીર દુર્ઘટનાઓ બની હોવા છતાં, સુરતનું તંત્ર હજુ પણ કોઈ મોટી જાનહાનિની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે.સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યોસંદેશ ન્યૂઝની ટીમ જ્યારે આ ટાંકીનું રિયાલિટી ચેક કરવા પહોંચી ત્યારે ત્યાંના દ્રશ્યો અત્યંત ચિંતાજનક જોવા મળ્યા હતા. લાંબા સમયથી બંધ હાલતમાં રહેલી આ ટાંકી સંપૂર્ણપણે જર્જરિત થઈ ગઈ છે. ટાંકીના સ્લેબના પોપડા ઉખડી ગયા છે અને અંદરના કાટ ખાધેલા લોખંડના સળિયા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ટાંકીને ટેકો આપતા પીલરો ફાટી ગયા છે અને ગમે ત્યારે ભાર સહન કરવાની શક્તિ ગુમાવી શકે છે.ઉપર જવા માટેના દાદરના સ્લેબ પણ તૂટી પડ્યા છે, જે ટાંકીની નબળી સ્થિતિની સાક્ષી પૂરે છે.મુખ્ય માર્ગ પર મોટું જોખમસૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ ટાંકીની બરાબર બાજુમાંથી જ શહેરનો મુખ્ય માર્ગ પસાર થાય છે.આ માર્ગ પર 24 કલાક વાહનોની અવરજવર અને લોકોની ભીડ રહે છે.જો આ ટાંકી તૂટી પડે, તો તે સીધી જ ચાલુ રોડ પર પડી શકે તેમ છે, જે મોટી હોનારત સર્જી શકે છે. PIU વિભાગ સામે સવાલોઆ ટાંકીની જાળવણી અને સુરક્ષાની જવાબદારી જેમના માથે છે તે PIU (Project Implementation Unit) વિભાગ ઘોર નિદ્રામાં હોય તેવું જણાય છે. ટાંકીની આટલી ખરાબ હાલત હોવા છતાં તેને તોડી પાડવાની કે સુરક્ષિત કરવાની કોઈ તજવીજ હાથ ધરવામાં આવી નથી. સ્થાનિકોમાં પણ આ ટાંકીને લઈને ભારે ભય અને ફફડાટ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: Dahod: ધાનપુરમાં દીપડાનો આતંક, દુધામલી ગામે ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો

Read Full Story arrow_forward
Ahmedabad News : સાણંદની દારૂ પાર્ટીમાં "અમીરોનો" નશો પોલીસે ઉતારી દીધો, વિકેન્ડ હોમમાં દારૂ વહ્યો 'બેફામ' પછી પડી પોલીસની એન્ટ્રી
calendar_today February 5, 2026

Ahmedabad News : સાણંદની દારૂ પાર્ટીમાં "અમીરોનો" નશો પોલીસે ઉતારી દીધો, વિકેન્ડ હોમમાં દારૂ વહ્યો 'બેફામ' પછી પડી પોલીસની એન્ટ્રી

સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે અને નિર્વાણા ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે, પોલીસે 43 પુરુષ અને 38 મહિલાની કરી ધરપકડ, પોલીસે તમામ લોકોને ઝડપી પોલીસ સ્ટેશન લવાયા છે અને લગ્ન જીવનના 25 વર્ષની ઉજવણી માટે પાર્ટી યોજી હોવાની વાત સામે આવી છે. 81 લોકોની ધરપકડ કરવામાં આવીઃ SP સમગ્ર મામલે ગ્રામ્ય એસપી અમદાવાદનું કહેવું છે કે, 2.30 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો છે અને 22 વાહનો, 74 મોબાઈલ જપ્ત કરાયા છે, રવિ ગોરખપુરિયા ફાર્માસ્યુટિકલનું કામ કરે થે અને રવિ ગોરખપુરિયાના ફાર્મ હાઉસમાં પાર્ટી હતી, દારુ ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ ચાલુ છે અને હુક્કા મોકલનારની ધરપકડ કરાઈ છે, તમામ ઝડપાયેલા લોકોના મેડિકલ રિપોર્ટ કરવામા આવ્યા છે અને ડ્રગ્સ અંગે હજુ તપાસ ચાલુ છે, પાર્ટીનું કોઈ આમંત્રણ કાર્ડ અપાયું નથી.આદર્શ અગ્રવાલની પાર્ટીના આયોજનમાં મુખ્ય ભૂમિકાઃ પોલીસ રવિ ગોરખપુરિયા ફરાર છે અને કુલ 81 લોકો પાર્ટીમાં આવ્યા હતા, જેમાં અમિત પચેરીવાલ મુંબઈનો રહેવાસી છે અને મુંબઈથી લગ્નની એનિવર્સરી ઉજવવા સાણંદ આવ્યા હતા, અમિત પચેરીવાલ ટેક્સટાઇલનું કામ કરે છે અને પાર્ટીમાં દારુ આદર્શ લાવ્યો હોવાની વાત સામે આવી છે, આદર્શ સ્વિત્ઝર્લેન્ડ-દુબઇ ગયો ત્યારે દારુ લાવ્યો હતો. 5 બ્રેથ એનેલાઈઝર 7 બોડી ઓન કેમેરા 4 મહિલા પોલીસે પીઆઈ. પીએસઆઇ અને 15 પોલીસ કર્મી સાથે રેડ કરી, 1 વાગ્યા થી 3 વાગ્યા સુધી રેડ ચાલી હતી. 03 વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી મહિલા તથા પુરૂષ મિત્રોને આમંત્રીત કરી પરપ્રાંતિય વિદેશીદારૂનો જથ્થો લાવી ગે.કા. અને વગર પાસ પરમિટે દારૂની મેજબાની કરી મહેફિલ માણી અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની કાચની શીલબંધ બોટલ નંગ-૦૮ કુલ કિ.રૂ.૪૩,૫૫૦/- તથા અર્ધ દારૂ ભરેલ કાચની ખુલ્લી બોટલ નંગ-૦૭ કિ.રૂ.૦૦/- તથા અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની ખાલી બોટલો નંગ-૦૩ કિ.રૂ.૦૦/- તથા દારૂ પીવા માટેના કાચના ગ્લાસ નંગ-૭૦ કિ.રૂ.૭૦૦/- તથા રબ્બરની પાઇપવાળા હુક્કા નંગ-૧૦ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા હુક્કાની ફ્લેવર્સના પેકેટ નંગ-૦૮ કિ.રૂ.૦૦/- તથા હુક્કાની ફ્લેવર્સના પ્લાસ્ટીકના ડબ્બા નંગ-૩૩ કિ.રૂ.૦૦/- તથા અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૭૪ કિં.રૂ.૨૬,૩૦,૦૦૦/- તેમજ ફોરવ્હીલ ગાડીઓ નંગ-૨૨ કિ.રૂ.૨,૬૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૯૧,૮૪,૨૫૦/-ના મુદામાલ સાથે મળી આવેલ હોય તેઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ- ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૬૬(૧)(બી), ૭૫(એ), ૮૫(૧)(૩), ૮૧, ૮૪, ૮૬ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.દારૂ પાર્ટીમાં ઝડપાયેલ આરોપીઓ1. આદર્શ જગદીશભાઈ અગ્રવાલ 2. અમિત ગોપીલાલ પચેરીવાલ 3. સંકેત અનિલ કુમાર તોડી 4. સચિન સજ્જન કેજરીવાલ 5. નીપુણ રાકેશ ખંડેરવાલ 6. અશ્વિન દિનેશભાઈ કલંતરી 7. વિવેક જગદીશ કેડીયા 8. સિદ્ધાર્થ રમેશ પટેલ 9. ધ્વનિત કૌશિક શાહ 10. સિદ્ધાર્થ સુનિલકુમાર ચૌધરી 11. નવીન હરિપ્રસાદ ગુપ્તા 12. આશિષ અશોક બોથરા 13. મિલાપસિંહ દશરથસિંહ જાડેજા 14. અરવિંદ યોગેશ ગોયલ 15. રાહુલ કમલ જાલાણ 16. સુમિત શિવકુમાર કારીવાલા 17. દીપેશ દેવરાજભાઈ અગ્રવાલ 18. યોગેશ નવરત્ન તોડી 19. રાજીવ માંગીલાલ બીનાકિયા 20. રવિ અશોકકુમાર અગ્રવાલ 21. અંકુર હરિભાઈ ખૈતાન 22. રાજીવ સજ્જન અગ્રવાલ 23. અભિષેક કિશનલાલ અગ્રવાલ 24. પરાગ રઘુનાથ અડુકિયા 25. પુનિત સુરેશ અગ્રવાલ 26. સમીર સુધીરભાઈ નાણાવટી 27. બીપીન નિર્દેશભાઈ જાની 28. પ્રિતેશ આદર્શભાઈ અગ્રવાલ 29. ક્રિશાનું રોહિતભાઈ સુરેકા 30. અંકુર રાકેશભાઈ શર્મા 31. પ્રથમ અમિત કચેરીવાલ 32. સંવિત અનિલભાઈ તોડી 33. અભિષેક મોહીંદર કપૂર 34. આનંદ સુરેશચંદ્ર અગ્રવાલ 35. તરંગ જીતેન્દ્રભાઈ શાહ 36. શુભમ મનીષ કેડીયા 37. રોહિત સુરેકા 38. મનીષ કેશવભાઈ કેડીયા 39. ભવ્ય નરેશભાઈ જનસારી 40. વિશ્વજીત દાસ ખીતીશચંદ્ર દાસ 41. નિરંજન પ્રદીપ પાસવાન 42. દેવેન્દ્રસિંહ કુશાલ સિંહ રાવત 43. વિજય સિંહ પ્રતાપસિંહ રાણા આ પણ વાંચો : Ahmedabad News : આસારામના સાબરમતી મોટેરા આશ્રમને લઈ મોટા સમાચાર, 45000 ચો.મી જગ્યા લેવા હાઇકોર્ટની રાજય સરકારને લીલીઝંડી

Read Full Story arrow_forward
જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ: ફોર્મ ભરવાનું શરૂ, વિદ્યાર્થીને મળશે 94000 રૂપિયા
calendar_today February 5, 2026

જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ: ફોર્મ ભરવાનું શરૂ, વિદ્યાર્થીને મળશે 94000 રૂપિયા

ગુજરાત સરકાર દ્વારા તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે "મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ યોજના" ની જાહેરાત કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ હાલ ધોરણ 8 માં અભ્યાસ કરી રહ્યા છે, તેમના માટે સ્કોલરશિપ મેળવવા માટેની પરીક્ષાના ફોર્મ આજથી ભરાવવાના શરૂ થઈ ગયા છે. આ યોજનાનો મુખ્ય હેતુ હોંશિયાર વિદ્યાર્થીઓને ફીની ચિંતા વગર આગળ અભ્યાસ કરવાની તક પૂરી પાડવાનો છે.મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની પરીક્ષા અને અરજીની વિગતો વિદ્યાર્થીઓ 16 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ મેરિટ સ્કોલરશિપ માટેની પરીક્ષા 4 એપ્રિલ ના રોજ સમગ્ર રાજ્યમાં યોજવામાં આવશે. રાજ્યના સૌથી તેજસ્વી એવા 25,000 વિદ્યાર્થીઓની આ મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે. મળવાપાત્ર સ્કોલરશિપનું માળખું મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ યોજનાના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે માતબર રકમ મળવાપાત્ર છે: ખાનગી શાળાઓ માટે: જો વિદ્યાર્થી ધોરણ 9 અને 10 ખાનગી શાળામાં ભણે છે, તો વાર્ષિક રૂપિયા 22,000 અને ધોરણ 11-12 માટે વાર્ષિક રૂપિયા 25,000 ની સ્કોલરશિપ મળશે. આમ, ચાર વર્ષમાં કુલ રૂપિયા 94,000 સુધીની સહાય મળી શકે છે. સરકારી/ગ્રાન્ટેડ શાળાઓ માટે: સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 9-10 માં વાર્ષિક રૂપિયા 5,000 અને ધોરણ 11-12 માં વાર્ષિક રૂપિયા 7,000 આપવામાં આવશે. મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ યોજનાના અન્ય ફાયદાઓ માત્ર સ્કોલરશિપ જ નહીં, પરંતુ આ પરીક્ષાના મેરિટના આધારે વિદ્યાર્થીઓને આદિજાતિ વિકાસ વિભાગની આદર્શ નિવાસી શાળાઓ અને રક્ષા શક્તિ સ્કૂલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ પ્રવેશ મેળવવાની તક મળશે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ વધુ વિગત માટે પોતાની શાળાનો સંપર્ક કરવા અથવા સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવા જણાવાયું છે. આ પણ વાંચો - UPSC New Rule: IAS અને IPS માટેના નિયમોમાં ધરખમ ફેરફાર, ફરી પરીક્ષા આપનારાઓ માટે નિયમો કડક!

Read Full Story arrow_forward