UP: ચાઇનીઝ દોરી વેચવા પર જેલની હવા ખાવા તૈયાર રહેજો, મોત થવા પર હવે નોંધાશે હત્યાનો કેસ
ઉત્તર પ્રદેશમાં પતંગની ડોરી એટલે કે ચાઇનીઝ માંઝાને કારણે થતા અકસ્માતો અને મોતના કિસ્સાઓને રોકવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. રાજ્યમાં ચાઈનીઝ માંઝાના વેચાણ અને ઉપયોગ પર હવે માત્ર પ્રતિબંધ જ નહીં, પરંતુ જો આ માંઝાના કારણે કોઈનું મૃત્યુ થશે, તો તેને 'હત્યા' (IPC/BNS હેઠળ હત્યાની કલમ) ગણવામાં આવશે અને તે મુજબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીની પોલીસ અધિકારીઓને લાલ આંખ તાજેતરમાં લખનૌમાં એક મેડિકલ રિપ્રેઝેન્ટેટિવનું ચાઈનીઝ માંઝાથી ગળું કપાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી મુખ્યમંત્રી અત્યંત નારાજ થયા હતા. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સીધો સવાલ કર્યો હતો કે, "જ્યારે રાજ્યમાં પ્રતિબંધ છે, તો બજારમાં આ માંઝા કેવી રીતે પહોંચી રહ્યા છે?" યોગી આદિત્યનાથે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હવે કોઈપણ સ્તરે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્યવ્યાપી દરોડા અને કડક કાર્યવાહી મુખ્યમંત્રીના આદેશ બાદ સમગ્ર ઉત્તર પ્રદેશની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. તમામ જિલ્લાના પોલીસ વડાઓને પોતપોતાના વિસ્તારમાં સઘન દરોડા પાડવા અને ગેરકાયદેસર સ્ટોક જપ્ત કરવા સૂચના આપવામાં આવી છે. આ માત્ર દુકાનદારો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ આ માંઝાના ઉત્પાદનથી લઈને સપ્લાય કરનારા આખા નેટવર્કને તોડી પાડવા માટે યુપી પોલીસે કમર કસી છે. આઠથી વધુ ગંભીર ઘટનાઓ બની અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં ઉત્તર પ્રદેશમાં આવી આઠથી વધુ ગંભીર ઘટનાઓ બની છે, જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે. લખનૌની તાજી ઘટનામાં યુવાન રસ્તા પર લાંબા સમય સુધી તડપતો રહ્યો હતો, જેણે સમગ્ર વહીવટીતંત્રને હચમચાવી દીધું છે. આ પણ વાંચોઃ Washington પોસ્ટની છટણીમાં ઇશાન થરૂરનું પણ નામ સામેલ, લોકોએ ભીની આંખે લીધી વદાય
Read Full Story arrow_forward