android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jasdan : હીરા ઉદ્યોગમાં ઐતિહાસિક પરિવર્તન, રવિવારના બદલે દર બુધવારે ભરાશે હીરા બજાર, રવિવારના દિવસે વેપારમાં પડતી મુશ્કેલીઓ દૂર
calendar_today February 5, 2026

Jasdan : હીરા ઉદ્યોગમાં ઐતિહાસિક પરિવર્તન, રવિવારના બદલે દર બુધવારે ભરાશે હીરા બજાર, રવિવારના દિવસે વેપારમાં પડતી મુશ્કેલીઓ દૂર

જસદણ અને વિંછીયા પંથકના હીરા ઉદ્યોગ માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે હીરાબજાર રવિવારના બદલે દર બુધવારે ભરાશે.હીરા બજાર રવિવારની જગ્યાએ દર બુધવારે યોજાશે જસદણ હીરા એસોસિએશનના માર્કેટના દિવસોમાં મોટો ફેરફાર કરી, હવે હીરા બજાર રવિવારની જગ્યાએ દર બુધવારે યોજાશે. આ નિર્ણય વેપારીઓ અને રત્નકલાકારો માટે દિવાળી જેવી ખુશી લાવી રહ્યો છે. પંથકમાં અંદાજે 2000થી વધુ હીરાના કારખાનાઓ કાર્યરત પંથકમાં અંદાજે 2000થી વધુ હીરાના કારખાનાઓ કાર્યરત છે. અગાઉ રવિવારના દિવસે બજાર ખુલતું હોવાથી વેપારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને બહારથી આવતા વેપારીઓ માટે વ્યવસ્થા સવલતજનક નહોતી. વેપારી કોઈપણ સભ્યની ઓફિસમાં બેસીને હીરાની લે-વેચ કરી શકશે  નવા ફેરફારથી હવે વેપારીઓ દર બુધવારે બજારમાં આવી, કોઈપણ સભ્યની ઓફિસમાં બેસીને હીરાની લે-વેચ કરી શકશે. આ માટે વેપારીઓ પાસેથી કોઈપણ પ્રકારનો અવરોધ નહિ કરવામાં આવે. હીરા માર્કેટની નવી કમિટી પણ રચાઈ સાથે જ, હીરા માર્કેટની નવી કમિટી પણ રચાઈ છે. ઉદ્યોગમાં આ ફેરફાર વેપાર અને ઉદ્યોગસાહસ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે, અને હીરા ઉદ્યોગના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.,આ પણ વાંચો----   Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે

Read Full Story arrow_forward
Surat: ઉધનાના કાશીનગરમાં સામાન્ય બોલાચાલીમાં તલવારો ઊછળી, બે યુવકો પર જીવલેણ હુમલો CCTVમાં કેદ
calendar_today February 5, 2026

Surat: ઉધનાના કાશીનગરમાં સામાન્ય બોલાચાલીમાં તલવારો ઊછળી, બે યુવકો પર જીવલેણ હુમલો CCTVમાં કેદ

સુરત શહેરના ઉધના વિસ્તારમાં જાણે ગુનેગારોને પોલીસનો ડર રહ્યો ન હોય તેમ હિંસક હુમલાની ઘટના સામે આવી છે. કાશીનગર વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચકતા કેટલાક અસામાજિક તત્વોએ બે યુવકો પર તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.ઉધનાના કાશીનગરમાં મારામારીમળતી માહિતી મુજબ, ઉધનાના કાશીનગર ખાતે સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, આ તકરાર ઉગ્ર બનતા અચાનક કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ધસી આવ્યા હતા. આ ટોળકીએ ત્યાં હાજર બે યુવકો પર તલવાર અને અન્ય તીક્ષ્ણ હથિયારોથી આડેધડ હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ જીવલેણ હુમલામાં બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.CCTVમાં કેદ થયો લુખ્ખાઓનો આતંકઆ સમગ્ર હુમલાની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હુમલાખોરો કેવી રીતે બેખૌફ બનીને તલવારો લહેરાવી રહ્યા છે અને યુવકો પર હુમલો કરી રહ્યા છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.પોલીસ કાર્યવાહી અને સ્થાનિકોનો રોષઘટનાની જાણ થતા જ ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી કંટાળીને સ્થાનિક રહીશોએ આરોપીઓ સામે કડક પગલાં લેવાની અને વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.આ પણ વાંચો: Botad: રાણપુરમાં જમીન કૌભાંડનો પર્દાફાશ, મૃતક વ્યક્તિના નામે ખોટી ઓળખ આપી જમીન વેચી મારી

Read Full Story arrow_forward
Rajkotની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓને લઈ વિદ્યાર્થિનીઓ દ્વારા વિરોધ કરાયો, જુઓ Video
calendar_today February 5, 2026

Rajkotની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓને લઈ વિદ્યાર્થિનીઓ દ્વારા વિરોધ કરાયો, જુઓ Video

ભોજનની હલકી ગુણવતા, લિફ્ટ બંધના પ્રશ્ને વિરોધ કરવામાં આવ્યો હતો, તો પીવાનું પાણી ખરાબ આવતું હોવાના લગાવ્યા આક્ષેપ અને અગાઉ રેક્ટરને ફરિયાદ છતાં નિરાકરણ ન આવતા વિરોધ કરવામાં આવ્યો હતો, ABVP કાર્યકરો અને વિદ્યાર્થિનીઓએ નોંધાવ્યો વિરોધ અગાઉ સમરસ બોય હોસ્ટેલમાં પણ વિરોધ નોંધાયો હતો .હોસ્ટેલમાં રહેતી વિધાર્થિનીઓએ પ્રાથમિક સુવિધાઓને લઈ નોંધાવ્યો વિરોધ રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનું ભોજન, દૂષિત પાણી અને અવારનવાર બંધ થતી લિફ્ટ જેવી પાયાની અસુવિધાઓથી કંટાળીને વિદ્યાર્થીનીઓએ ABVP સાથે મળીને મોરચો માંડ્યો છે. રેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વિદ્યાર્થીનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ બોયઝ હોસ્ટેલ બાદ હવે ગર્લ્સ હોસ્ટેલમાં પણ વ્યવસ્થાના ધજાગરા ઉડતા સરકારી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ પણ વાંચો : Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડાનો કેસ, સંસ્થાપક વસંત ગજેરાએ કહ્યું, ITના કર્મચારીઓએ તેમની ફરજ અદા કરી 

Read Full Story arrow_forward