android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પરંપરાગત આદિવાસી હસ્તકલા, આહાર અને વનૌષધિય મેળો, જુઓ Photos
calendar_today February 5, 2026

પરંપરાગત આદિવાસી હસ્તકલા, આહાર અને વનૌષધિય મેળો, જુઓ Photos

ડાંગના ગાઢ જંગલો હોય કે સાપુતારાના ડુંગરો રાજ્યના 13 જિલ્લાઓમાંથી આવેલા કલાકારો માટે આ મેળો આજીવિકાનું કેન્દ્ર બન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ મેળામાં 42 આદિવાસી હસ્તકલાકૃતિ, 17 વનૌષધિય ચિકિત્સા પ્રણાલી અને 16 પરંપરાગત આહારના સ્ટોલ મળી કુલ 75 સ્ટોલ્સ બનાવવામાં આવ્યા હતા. જેમાં આદિવાસી હસ્તકલાકારો અને વૈદુ ભગતો સહિત કુલ 112 કલાકારો સહભાગી બન્યા હતા. શહેરીજનોએ આ મેળામાંથી માત્ર 7 દિવસમાં રૂપિયા 15 લાખની ખરીદી કરી આદિવાસી ભાઈ-બહેનોની મહેનતને બિરદાવીને તેમણે વધુ આર્થિક પગભર બનાવવા પ્રેરણા આપી છે, જે ખરા અર્થમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 'વોકલ ફોર લોકલ' સૂત્રને સાર્થક કરે છે.

Read Full Story arrow_forward
Gandhinagar : રાજ્યમાં સોના-ચાંદીના 370 એકમો પર દરોડા, ઓછા વજનની ફરિયાદ બાદ તોલમાપ ખાતાના દરોડા
calendar_today February 5, 2026

Gandhinagar : રાજ્યમાં સોના-ચાંદીના 370 એકમો પર દરોડા, ઓછા વજનની ફરિયાદ બાદ તોલમાપ ખાતાના દરોડા

રાજ્યના તોલમાપ વિભાગે ગુજરાતમાં સોના-ચાંદી અને જ્વેલરી શો રૂમના 370 એકમોમાં દરોડા પાડ્યા છે. નિયત વજન કરતાં ઓછું વજન આપતા અનેક એકમો સામે ફરિયાદો સામે આવી હતી જેના પગલે દરોડા પડાયા હતા. તોલમાપ ખાતા દ્વારા તપાસ દરમિયાન વજન કાંટાની કડક તપાસ કરવામાં આવી હતી. રાજ્યમાં 273 એકમો સામે પ્રોસિક્યુશન કેસ કરવામાં આવ્યા છે. 273 એકમો સામે પ્રોસિક્યુશન કેસ નોંધાયા રાજ્યના 25 જિલ્લાઓમાં વિવિધ એકમો પર દરોડા કરવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન 273 એકમો સામે પ્રોસિક્યુશન કેસ નોંધાયા છે. ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ના કર્યું કેટલાક એકમોએ ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવાને લીધે પણ કાર્યવાહી કરવામાં આવી, અને નિયમો ભંગ કરવા બદલ કુલ રૂ. 6.97 લાખની સ્થળ માંડવાળ કરવામાં આવી. અમદાવાદમાં 61 એકમોની તપાસ કરીને 22 કેસ કરાયા તોલમાપ ખાતાએ અમદાવાદમાં 61 એકમોની તપાસ કરીને 22 કેસ કરાયા હતા તો ભરૂચ-નર્મદા જિલ્લામાં 27 એકમોની તપાસ કરાઇ હતી અને 25 કેસ કરાયા હતા. જૂનાગઢ-ગીરસોમનાથ જિલ્લામાં 21 એકમોની તપાસ કરીને 20 કેસ કરાયા ઉપરાંત જૂનાગઢ-ગીરસોમનાથ જિલ્લામાં 21 એકમોની તપાસ કરીને 20 કેસ કરાયા છે અને ભાવનગર/બોટાદ માં 20 એકમોની તપાસ કરાઇ હતી જેમાં 17 સામે કેસ કરાયા છે. તો સુરત શહેર જિલ્લામાં 20 એકમોની તપાસ સામે 14 કેસ કરાયા હતા. આ જિલ્લામાં પણ તપાસ ઉપરાંત વડોદરા, પાટણ, છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા-પાલનપુર, સાબરકાંઠા-હિંમતનગર, અરવલ્લી-મોડાસા, રાજકોટ, મોરબી જિલ્લામાં પણ તપાસ હાથ ધરાઈ. આ પણ વાંચો----    Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે

Read Full Story arrow_forward
Dahod: ધાનપુરમાં દીપડાનો આતંક, દુધામલી ગામે ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો
calendar_today February 5, 2026

Dahod: ધાનપુરમાં દીપડાનો આતંક, દુધામલી ગામે ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના જંગલ વિસ્તારને અડીને આવેલા ગામોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ધાનપુરના દુધામલી ગામે આજે ધોળા દિવસે દીપડાએ એક મહિલા પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ખેતરમાં કામ કરતી વખતે થયો હુમલોપ્રાપ્ત માહિતી અનુસાર, દુધામલી ગામમાં રહેતા કમલીબેન નામની મહિલા આજે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન નજીકની ઝાડીઓમાંથી અચાનક દીપડો ત્રાટક્યો હતો. કમલીબેન કંઈ સમજે તે પહેલા જ દીપડાએ તેમના પર હુમલો કરી દીધો હતો.દીપડાએ મહિલાના માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચાડી છે.મહિલાની હાલત નાજુક  હુમલા બાદ મહિલાની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેને પગલે દીપડો ભાગી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં મહિલાને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.આ પણ વાંચો: Surat: ઉધનાના કાશીનગરમાં સામાન્ય બોલાચાલીમાં તલવારો ઊછળી, બે યુવકો પર જીવલેણ હુમલો CCTVમાં કેદ

Read Full Story arrow_forward