android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: કતારગામનો AQI 300ને પાર પહોંચતા પાલિકા એક્શનમાં, 34 ચીમનીઓ પર રખાશે બાજ નજર
calendar_today February 5, 2026

Surat: કતારગામનો AQI 300ને પાર પહોંચતા પાલિકા એક્શનમાં, 34 ચીમનીઓ પર રખાશે બાજ નજર

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં પ્રદૂષણનું સ્તર જોખમી સપાટીએ પહોંચતા હવે તંત્ર સફાળું જાગ્યું છે. બાંધકામ સાઇટ્સ પર 'ગ્રીન નેટ'ની ઝુંબેશ બાદ હવે પાલિકાએ ઝેર ઓકતી ઔદ્યોગિક ચીમનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.AQI 300ને પાર, કતારગામ સૌથી વધુ પ્રભાવિતચાલુ વર્ષે સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં AQI (Air Quality Index) ની માત્રામાં ચિંતાજનક વધારો થયો છે. સુરતના કતારગામ વિસ્તારમાં પ્રદૂષણ માપવાના યંત્રમાં AQI નો આંકડો 300ને પાર કરી ગયો હતો, જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે. શિયાળામાં હવા પાતળી અને ભારે હોવાને કારણે પ્રદૂષિત કણો વાતાવરણમાં નીચે જમા રહે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય બીમારીઓનું જોખમ વધે છે.34 ચીમનીઓ પર 'બાજ નજર'શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે સુરત મહાનગરપાલિકા હવે GPCB સાથે જોડાઈ છે. આ સંયુક્ત અભિયાન અંતર્ગતના પગલાં લેવામાં આવશે. શહેરમાં આવેલી મુખ્ય 34 ઔદ્યોગિક ચીમનીઓ પર સીધી નજર રાખવામાં આવશે. ચીમનીઓ દ્વારા છોડવામાં આવતા ધુમાડા અને ઝેરી ગેસના સ્તરની નિયમિત ચકાસણી કરવામાં આવશે. જે ઉદ્યોગો નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની સામે દંડનીય કાર્યવાહી અથવા સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.ગ્રીન નેટ બાદ હવે ઉદ્યોગોનો વારોઅગાઉ પાલિકાએ ધૂળની ડમરીઓ રોકવા માટે બાંધકામ હેઠળની સાઇટ્સ પર ગ્રીન નેટ લગાવવી ફરજિયાત કરી હતી. હવે, હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. SMC અને GPCB ના આ સંયુક્ત પ્રયાસોથી આગામી દિવસોમાં સુરતની હવાની ગુણવત્તામાં સુધારો થાય તેવી આશા છે.આ પણ વાંચો:Ahmedabad: એકતરફ 32 કરોડના ખર્ચે આધુનિક કતલખાનાની જાહેરાત, બીજીતરફ ગૌતસ્કરી રોકવા ગૌભક્તોનો હાઈવોલ્ટેજ ડ્રામા

Read Full Story arrow_forward
Agriculture News : પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી વાતાવરણ તો શુદ્ધ બને જ છે, સાથે સાથે માનવીઓનું આરોગ્ય પણ સુધરે છે, જમીનની ફળદ્રુપતા પણ
calendar_today February 5, 2026

Agriculture News : પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી વાતાવરણ તો શુદ્ધ બને જ છે, સાથે સાથે માનવીઓનું આરોગ્ય પણ સુધરે છે, જમીનની ફળદ્રુપતા પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં જમીનને ફરી જીવંત બનાવવા અને તેની ફળદ્રુપતા વધારવા માટે પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રાધાન્ય આપવા ખેડૂતોને અપીલ કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી તરફનું પગલું છે. ગૌમૂત્ર ખનીજોનો કુદરતી ભંડાર છે આ પદ્ધતિ અપનાવવાથી વાતાવરણ તો શુદ્ધ બને જ છે, સાથે સાથે માનવીઓનું આરોગ્ય પણ સુધરે છે, જમીનની ફળદ્રુપતા વધે છે અને ભૂગર્ભ જળસ્તર ઉપર આવવાથી સિંચાઈ માટે પણ પુરતું પાણી મળી રહે છે. એટલે કે પ્રાકૃતિક કૃષિથી ખેડૂત, ધરતી અને સમાજ એમ ત્રણેયનું કલ્યાણ શક્ય બને છે. જંગલમાં કોઈપણ પ્રકારનાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ ન થવા છતાં ત્યાંનાં વૃક્ષો દર વર્ષે ભરપૂર ફળ આપે છે. આવી જ કુદરતી પ્રક્રિયાને ખેતરમાં અપનાવવાની પદ્ધતિ એટલે પ્રાકૃતિક કૃષિ. જાણકારો કહે છે કે દેશી ગાયનાં એક ગ્રામ છાણમાં અંદાજે ૩૦૦ કરોડ સૂક્ષ્મજીવો હોય છે અને ગૌમૂત્ર ખનીજોનો કુદરતી ભંડાર છે. દેશી ગાયનાં ગોબર અને ગૌમૂત્રથી લગભગ 30 એકર જમીનમાં સફળ ખેતી શક્ય આથી પ્રાકૃતિક કૃષિ બિનખર્ચાળ, સ્વાસ્થ્યવર્ધક અને પાક સંવર્ધન માટે ઉત્તમ પદ્ધતિ સાબિત થાય છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે, ફળદ્રુપતા જળવાઈ રહે છે અને ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થાય છે. માત્ર એક દેશી ગાયનાં ગોબર અને ગૌમૂત્રથી લગભગ ૩૦ એકર જમીનમાં સફળ ખેતી શક્ય બની શકે છે. આ પદ્ધતિથી ખર્ચ ઓછો થાય છે, અને ઉત્પાદન વધારે મળે છે, લગભગ ૯૦ ટકા સુધી પાણીની બચત થાય છે તેમજ પર્યાવરણ અને માનવીય આરોગ્યનું રક્ષણ થાય છે. પરિણામે ગામડાં સ્વાવલંબન તરફ આગળ વધે છે અને દેશની સમૃદ્ધિમાં વધારો થાય છે. સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ ગામડાં તરફ પ્રાકૃતિક કૃષિના માર્ગે આગળ વધીએ રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિને જનઆંદોલનરૂપે આગળ ધપાવવામાં આવી રહ્યું છે. રાજ્યનાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ તેમજ આત્મા પ્રોજેક્ટના સહયોગથી તાલીમ શિબિરો યોજી માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. કારણ કે ખેડૂતનો સાચો માર્ગદર્શક અને મિત્ર બીજો ખેડૂત જ બની શકે છે. આ માસ્ટર ટ્રેનર્સ દ્વારા વિવિધ વિસ્તારોમાં તાલીમ આપી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. હવે સમય આવી ગયો છે કે દરેક ધરતીપુત્ર પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીનને ફરી જીવંત બનાવે. આવો, મળીને તંદુરસ્ત ધરતી, સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ ગામડાં તરફ પ્રાકૃતિક કૃષિના માર્ગે આગળ વધીએ. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય તેમજ તમામ તાલુકાઓનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 25 ફેબ્રુઆરીના રોજ યોજાશે

Read Full Story arrow_forward
Kheda: ચીખલોડને નવા ફાગવેલ તાલુકામાં સમાવેશ કરતા વિરોધ, ગામને કપડવંજ તાલુકામાં રાખવા ગ્રામજનોની માગ
calendar_today February 5, 2026

Kheda: ચીખલોડને નવા ફાગવેલ તાલુકામાં સમાવેશ કરતા વિરોધ, ગામને કપડવંજ તાલુકામાં રાખવા ગ્રામજનોની માગ

છેલ્લા 15 દિવસથી ચીખલોડ ગામના ગ્રામજનો કપડવંજ તાલુકામાં ગામને યથાવત રાખવા માટેની માગ કરી રહ્યા છે. ચીખલોડનો નવરચીત ફાગવેલ તાલુકામાં સામેલ કરવામાં આવ્યો અને તાલુકાનું મથક ફાગવેલ રાખવાની જાહેરાત કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.છૂટુ ના પાડો, છૂટુ ના પાડો, ચીખલોડને કપડવંજમાંથી છુટુ ના પાડો “છૂટુ ના પાડો, છૂટુ ના પાડો, ચીખલોડને કપડવંજમાંથી છુટુ ના પાડો” નો નારો ગામમાં ગુંજી રહ્યો છે. ચીખલોડ ગામના લોકોનો દાવો છે કે કપડવંજ સમૃદ્ધ શહેર છે અને અહીં તમામ જરૂરી સેવાઓ ઉપલબ્ધ છે, તેથી ગામને કપડવંજમાં જ રાખવું યોગ્ય રહેશે.  ભાજપની 100થી વધુ મહિલાઓએ કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો 12 દિવસ પહેલાં ચીખલોડની ભાજપની 100થી વધુ મહિલાઓએ કચેરીમાં હલ્લાબોલ કરીને પ્રમુખ જે.કે. પરમારના ટેબલ પર ખેસ મૂકી દીધા હતા. મહિલાઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવાના નિર્ણયને બદલીને ચીખલોડને કપડવંજમાં જ રાખવાની ઉગ્ર માંગણી હતી. તેમણે ચૂંટણી અને ટેક્ષના બહિષ્કારની ચીમકી પણ આપી હતી..આ પણ વાંચો----    Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે

Read Full Story arrow_forward