Gold Silver Price Today: ચાંદી ફરી સસ્તી થઇ, સોનામાં પણ ભાવ ઘટ્યા, જાણી લો લેટેસ્ટ રેટ
છેલ્લા બે દિવસથી ચાંદીના ભાવ વધી રહ્યા હતા પરંતુ આજે કોમોડિટી બજાર ખુલતાની સાથે જ તેમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. વાયદા બજારમાં ચાંદીના ભાવ એક જ ઝટકામાં 6% ઘટ્યા. બે દિવસની તેજી બાદ આજે ચાંદીના ભાવ સસ્તા થયા. આજે ચાંદીનો ભાવ 5 ફેબ્રુઆરી ગુરુવારના રોજ નફા-બુકિંગને કારણે ચાંદીના ભાવમાં ઘટાડો થયો જેના કારણે પાછલા બે ટ્રેડિંગ સત્રોથી મળેલા ફાયદા ભૂંસાઈ ગયા. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા ભૂ-રાજકીય તણાવને કારણે છેલ્લા બે સત્રથી ચાંદીના ભાવ વધી રહ્યા હતા. આજના ટ્રેડિંગમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો. પ્રતિ કિલો ચાંદીના ભાવમાં 25900નો ઘટાડો થતા ચાંદીનો ભાવ ઘટીને રુ. 244000ના સ્તરે પહોંચ્યો છે. આજે સોનાનો ભાવMCX પર ચાંદીના ભાવ 6% ઘટીને ₹2,52,719 પ્રતિ કિલોગ્રામ થયા, જ્યારે સોનાનો ભાવ લગભગ 2% ઘટીને ₹1,48,455 પ્રતિ 10 ગ્રામ થયો. દરમિયાન, COMEX પર ચાંદીના ભાવ 10% ઘટીને $73.415 થયા, જ્યારે COMEX પર સોનાના ભાવ 1.5% ઘટીને $4,805 થયા. જ્યારે સોનાના ભાવમાં 2500નો ઘટાડો થયો છે. પરિણામે સોનાનો ભાવ ઘટીને 10 ગ્રામ 24 કેરેટના 146700ના સ્તરે પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી 2.1% વધીને $89.88 પ્રતિ ઔંસ થઈ, જે ગયા અઠવાડિયે $121.64 ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ. હાજર સોનાનો ભાવ 1.1% વધીને $5,016.89 પ્રતિ ઔંસ થયો, જે ગયા ગુરુવારે $5,594.82 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો. એપ્રિલ ડિલિવરી માટે યુએસ સોનાનો વાયદો પણ 1.8% વધીને $5,036.80 પ્રતિ ઔંસ થયો. અન્ય ધાતુઓમાં, સ્પોટ પ્લેટિનમ 2.1% વધીને $2,272.55 પ્રતિ ઔંસ થયો, જે 26 જાન્યુઆરીએ $2,918.80 ના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો, જ્યારે પેલેડિયમ 0.7% વધીને $1,787.55 પ્રતિ ઔંસ થયો હતો. મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ 1,54,470 1,41,600 રાજકોટ 1,54,470 1,41,600વડોદરા 1,54,470 1,41,600સુરત 1,54,470 1,41,600દિલ્હી 1,54,570 1,41,700મુંબઈ 1,54,420 1,41,550
Read Full Story arrow_forward