android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : ગૌમાતાને કતલખાને લઈ જવાતા આક્રોશ, ગૌરક્ષકો અને કતલખાને લઈ જતા લોકો વચ્ચે માથાકૂટ, BRTS ટ્રેકમાં નુકસાન કરાયું
calendar_today February 5, 2026

Ahmedabad : ગૌમાતાને કતલખાને લઈ જવાતા આક્રોશ, ગૌરક્ષકો અને કતલખાને લઈ જતા લોકો વચ્ચે માથાકૂટ, BRTS ટ્રેકમાં નુકસાન કરાયું

અમદાવાદ શહેરમાં ગૌમાતાને કતલખાને લઈ જવાનો સિલસિલો યથાવત રહેતા ફરી એકવાર તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે. ગત રાત્રે પાલડી વિસ્તારમાં ગૌરક્ષકો અને કતલખાને ગાયો લઈ જઈ રહેલા લોકો વચ્ચે ઉગ્ર માથાકૂટ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગૌરક્ષકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.એક કારમાં ચાર ગાયોને કતલખાને લઈ જવાઈ રહી હતી મળતી માહિતી મુજબ, એક કારમાં ચાર ગાયોને કતલખાને લઈ જવાઈ રહી હતી. ગૌભક્તોને આ અંગે જાણ થતાં તેમણે કારને રોકી કસાઇને ઝડપી લીધો હતો. આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. ધરણીધરથી ચંદ્રનગર સુધીના BRTS માર્ગ પર ભારે નુકસાન કર્યું આ દરમિયાન કતલખાને લઈ જતા લોકોએ ધરણીધરથી ચંદ્રનગર સુધીના BRTS માર્ગ પર ભારે નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું છે. BRTS ટ્રેકને નુકસાન પહોંચતા વાહન વ્યવહાર પર પણ અસર BRTS ટ્રેકને નુકસાન પહોંચતા વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી. ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. અમદાવાદમાં અગાઉ પણ ગાયોને કતલખાને લઈ જવાના અનેક બનાવો ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અગાઉ પણ ગાયોને કતલખાને લઈ જવાના અનેક બનાવો સામે આવ્યા છે, જેને લઈને ગૌરક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત રાત્રિના બનાવે ફરી એકવાર કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો કર્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો----   

Read Full Story arrow_forward
Tharad: વાવ-સુઈગામ હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રેક્ટર અને પીકઅપ ડાલા વચ્ચેની ટક્કરમાં યુવાનનું કરૂણ મોત
calendar_today February 5, 2026

Tharad: વાવ-સુઈગામ હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રેક્ટર અને પીકઅપ ડાલા વચ્ચેની ટક્કરમાં યુવાનનું કરૂણ મોત

બનાસકાંઠા જિલ્લાના વાવ-સુઈગામ હાઈવે પર માર્ગ અકસ્માતની એક ગમખ્વાર ઘટના સામે આવી છે. રોડની સાઈડમાં ઉભેલા એક પીકઅપ ડાલાને બેફામ ઝડપે આવતા ટ્રેક્ટરે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું પોતાના જ વાહનના ટાયર નીચે આવી જવાથી કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.ટ્રેક્ટર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માતમળતી માહિતી અનુસાર, વાવ-સુઈગામ હાઈવે પર એક પીકઅપ ડાલું રોડની સાઈડમાં ઉભું હતું. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેક્ટરના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રેક્ટર સીધું જ ઉભેલા પીકઅપ ડાલા સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેક્ટર ચાલક ઉછળીને નીચે ફેંકાયો હતો. કમનસીબે, ચાલક નીચે પડતાની સાથે જ તે પોતાના જ ટ્રેક્ટરની ટ્રોલીના ટાયર નીચે આવી ગયો હતો.મૃતકની ઓળખઅકસ્માત બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ચાલકને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મૃતક યુવાન વાવ તાલુકાના ભાખરી ગામનો નિવાસી દિનેશભાઈ પટેલ હતો. યુવાનના અકાળે અવસાનથી ભાખરી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના અંગેની જાણ થતા જ વાવ પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પીકઅપ ડાલાના ચાલકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.આ પણ વાંચો: Ahmedabad: બગોદરા-ધોળકા હાઈવે પર અકસ્માત, અજાણ્યા વાહન પાછળ ટ્રક ઘૂસી જતાં એક જ પરિવારના 3 સભ્યોના કરૂણ મોત

Read Full Story arrow_forward
Banaskantha News : વાવ-થરાદના ખેડૂતોએ પાણીના પ્રવાહમાં ઉતરી જાતે કેનાલની કરી સફાઈ, નર્મદા નિગમના અધિકારીઓ આરામના મૂડમાં !
calendar_today February 5, 2026

Banaskantha News : વાવ-થરાદના ખેડૂતોએ પાણીના પ્રવાહમાં ઉતરી જાતે કેનાલની કરી સફાઈ, નર્મદા નિગમના અધિકારીઓ આરામના મૂડમાં !

વાવ-થરાદમાં ખેડૂતો જાતે કેનાલ સાફ કરવા માટે મજબૂર બન્યા છે અને સવપુરા વાછરડા ગામના ખેડૂતોએ જાતે કેનાલ સાફ કરી છે, વાવ-થરાદ પંથકમાં કેનાલમાં સમસ્યાથી ખેડૂતોમાં રોષ છે, કેનાલમાં પિયતનું પાણી ન મળતા ખેતી કરવામાં પણ તકલીફ પડી રહી છે અને નર્મદા નિગમના અધિકારીઓના પાપે ખેડૂતો પરેશાન છે. વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકમાં કેનાલોની સમસ્યા યથાવત સવપુરા વાછરડા ગામના ખેડૂતો જાતે કેનાલની સફાઈ કરવા મજબૂર થયા છે અને વાવ-થરાદ પંથકમાં અનેક કેનાલોની સમસ્યા બની છે, આ સમગ્ર વાતમાં ખેડૂતોનું કહેવું છે કે, પાણી છોડાય તે પહેલા અધિકારીઓની જવાબદારી હોય છે કે, કોન્ટ્રાકટરોને સૂચના આપી કેનાલની સફાઈ કરવામાં આવે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગતથી કેનાલની સફાઈ થતી નથી તેવો આક્ષેપ ખેડૂતોનો છે, કેનાલ મારફતે ચોખ્ખું પાણી મળી રહે તે માટે કેનાલની સફાઈ કરવાની હોય છે.2 ફેબ્રુઆરી 2025ના રોજ કેનાલમાં પડયું હતુ ગાબડું બનાસકાંઠાની કેનાલમાં મોટું ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો અને કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં પાણી ફરી વળ્યા હતા, ખેતરો બેટમાં ફેરવાતા એરંડા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, કેનાલ માઈનોર છે પણ ગાબડું પડતા ખેડૂતોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી. આ પણ વાંચો : Sanand News : સાણંદના ગોરજમાં હાઈપ્રોફાઈલ દારૂ મહેફિલ ઝડપાઈ, લગ્ન જીવનના 25 વર્ષની ઉજવણી માટે યોજી હતી દારૂ પાર્ટી

Read Full Story arrow_forward