android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય તેમજ તમામ તાલુકાઓનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 25 ફેબ્રુઆરીના રોજ યોજાશે
calendar_today February 5, 2026

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય તેમજ તમામ તાલુકાઓનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 25 ફેબ્રુઆરીના રોજ યોજાશે

તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે તા.૧૦ સુધીમાં swagat.gujarat.gov.in વેબસાઈટ પર સાંજના 6 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહે છે. અરજદારે ઓનલાઈન અરજી કરી હોય તે તમામ આધારોની પીડીએફ ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની હોય છે. એક અરજદાર વધુમાં વધુ બે પ્રશ્નો જ રજૂ કરી શકે છે અલગ-અલગ વિષય દર્શાવતાં પ્રશ્નો માટે અલગ-અલગ અરજી કરવામાં આવે છે. એક અરજદાર વધુમાં વધુ બે પ્રશ્નો જ રજૂ કરી શકે છે. જે રજુઆતો નીચલી કક્ષાએ વારંવાર થઈ હોય અને તેનું નિરાકરણ થઈ આવતું ન હોય તેવી અરજીઓ આ કાર્યક્રમમાં સમાવેશ કરવાની થતી હોવાથી જે તે સબંધિત કચેરી તરફથી યોગ્ય પ્રત્યુત્તર મળેલ ન હોય તો તેના આધારો સાથે ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં ઓનલાઈન અરજી કરી તે તમામ આધારોની પી.ડી.એફ. ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે.ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવતો નથી ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે તા. ૧૦ સુધીમાં અરજી/પ્રશ્નો બે નકલમાં સંબધિત તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપવાની રહે છે. અત્રે નોંધનીય છે કે, સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવતો નથી.આ પણ વાંચો : Banaskantha News : વાવ-થરાદના ખેડૂતોએ પાણીના પ્રવાહમાં ઉતરી જાતે કેનાલની કરી સફાઈ, નર્મદા નિગમના અધિકારીઓ આરામના મૂડમાં !

Read Full Story arrow_forward
Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે
calendar_today February 5, 2026

Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે

ગુજરાતમાં 9 વર્ષ પહેલાં ગૌ હત્યા રોકવા માટે સરકારે કડક કાયદો બનાવ્યો હતો પણ હજું પણ ગૌવંશને કતલખાને લઇ જવાતું હોવાના બનાવો બહાર આવી રહ્યા છે. ગૌરક્ષકો અને ગૌવંશને કતલખાને લઇ જતા લોકો વચ્ચેના સંઘર્ષના બનાવો પણ બને છે . સરકારે પસાર કરેલા કડક કાયદામાં ગૌ હત્યા કરનારાઓ સામે કડક જોગવાઇઓ કરાઇ છે જેમાં નવા કાયદા મુજબ ગૌ હત્યા કરનારાાને 10 વર્ષથી ઓછી નહી તેટલી મુદતની સજા અને જે કોઇ વ્યક્તિ દોષિત થશે તો તેને આજીવન કેદની સજાની જોગવાઇ કરાઇ છે.ગૌવંશની ગેરકાયદેસર હેરફેર સામે 10 વર્ષની સજા સરકારના કાયદા મુજબ ગૌવંશની ગેરકાયદેસર હેરફેર અથવા ગૌમાંસની બનાવટ વેચવા તથા રાખવા અને તેનો સંગ્રહ કરવા ઉપરાંત હેરફેર કરતા દોષિત થશે તો 10 વર્ષ સુધીની પણ 7 વર્ષ કરતા ઓછી નહી તેટલી મુદતની કેદની સજાની જોગવાઇ કરાઇ છે. આ સાથે દોષિતોને 5 લાખ સુધીના પણ 1 લાખ કરતા ઓછા નહી તેટલા દંડની પણ આ કાયદામા જોગવાઇ કરાઇ છે. આ કાયદા હેઠળના તમામ ગુનાઓ પોલીસ હસ્તકના અને બિનજામીનપાત્ર વિશેષ નોંધનીય છે કે ગૌવંશની હત્યાના દોષિતોને આજીવન કેદની સજા કરવામાં આવશે. ગૌમાંસ કે ગૌમાંસની બનાવટો વેચવા, રાખવા, સંગ્રહ કરવા, હેરફેર કરવા કે પ્રદર્શન કરવા બદલ સાતથી દસ વર્ષ સુધીની કેદ અને પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદા હેઠળના તમામ ગુનાઓ પોલીસ હસ્તકના અને બિનજામીનપાત્ર રહેશે. રાત્રિના સમયમાં પશુઓની હેરફેર અટકાવવા સાંજે 7 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પશુઓના કૃત્રિમ ગર્ભધારણના વ્યવસાય માટે લાઇસન્સ લેવું ફરજિયાત ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકારે ગૌવંશ સંવર્ધન વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું જેની અન્ય જોગવાઇઓ પ્રમાણે મુજબ પશુઓના કૃત્રિમ ગર્ભધારણના વ્યવસાય માટે લાઇસન્સ લેવું ફરજિયાત રહેશે. ગાય અને ભેંસના કૃત્રિમ ગર્ભધારણ માટે ઉપયોગમાં લેવાતા પાડા અને સાંઢનું રજિસ્ટ્રેશન અનિવાર્ય બનાવાયું છે. કાયદો લાગુ થયા બાદ છ મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નોંધણી વગર કોઈ વ્યક્તિ સ્પર્મ સ્ટેશન, ગર્ભ પ્રત્યારોપણ કેન્દ્ર, ગર્ભાધાન પ્રયોગશાળા કે કૃત્રિમ ગર્ભાધાન તાલીમ સંસ્થા સ્થાપી કે સંચાલિત કરી શકશે નહીં. વ્યક્તિ કે સંસ્થાના વડા પર રૂ. 50 હજારનો દંડ નિયમોનું પાલન ન કરનાર વ્યક્તિ કે સંસ્થાના વડા પર રૂ. 50 હજારનો દંડ કરવામાં આવશે, જ્યારે દંડ ન ભરવામાં આવે તો પ્રતિ દિવસ રૂ. 1 હજારની પેનલ્ટીની જોગવાઈ છે. નોંધણી વગર નર પશુઓના વિર્યનો ઉપયોગ કરનારને છ મહિના સુધીની કેદ અથવા રૂ. 1 લાખનો દંડ અથવા બંને સજા થશે. અનુચિત જાતના વિર્યથી સંવર્ધન પ્રવૃતિ કરનાર તેમજ કૃત્રિમ ગર્ભાધાન સંબંધિત ભ્રામક જાહેરાત કરનારને પણ કડક સજાની જોગવાઈ રાખવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ગૌમાતાને કતલખાને લઈ જવાના બનાવો યથાવત આ તરફ, અમદાવાદ શહેરમાં ગૌમાતાને કતલખાને લઈ જવાના બનાવો યથાવત રહેતા ફરી એકવાર તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે. ગત રાત્રે પાલડી વિસ્તારમાં ગૌરક્ષકો અને કતલખાને ગાયો લઈ જતાં લોકો વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગૌરક્ષકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. આ દરમિયાન કતલખાને લઈ જતા લોકોએ ધરણીધરથી ચંદ્રનગર સુધીના BRTS માર્ગ પર ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનું પણ સામે આવ્યું છે.  ગૌવંશ કાયદાની કડક અમલવારીની માગ રાજ્યમાં એક તરફ ગૌવંશના સંરક્ષણ અને સંવર્ધન માટે કડક કાયદા ઘડાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ગૌહત્યાના બનાવો સામે આવતા કાયદાની કડક અમલવારીની માંગ વધુ મજબૂત બની છે. આ પણ વાંચો-----    Ahmedabad : ગૌમાતાને કતલખાને લઈ જવાતા આક્રોશ, ગૌરક્ષકો અને કતલખાને લઈ જતા લોકો વચ્ચે માથાકૂટ, BRTS ટ્રેકમાં નુકસાન કરાયું

Read Full Story arrow_forward
Ahmedabad: એકતરફ 32 કરોડના ખર્ચે આધુનિક કતલખાનાની જાહેરાત, બીજીતરફ ગૌતસ્કરી રોકવા ગૌભક્તોનો હાઈવોલ્ટેજ ડ્રામા
calendar_today February 5, 2026

Ahmedabad: એકતરફ 32 કરોડના ખર્ચે આધુનિક કતલખાનાની જાહેરાત, બીજીતરફ ગૌતસ્કરી રોકવા ગૌભક્તોનો હાઈવોલ્ટેજ ડ્રામા

ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા (AMC) દ્વારા વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં વિકાસના અનેક કામોની સાથે એક એવો નિર્ણય લેવાયો છે જેણે આખા શહેરમાં ચર્ચા જગાવી છે. અમદાવાદમાં છેલ્લે વર્ષ 1903માં જમાલપુર ખાતે કતલખાનું બન્યું હતું, જેના 123 વર્ષ બાદ હવે ફરી એકવાર નવું આધુનિક સ્લોટર હાઉસ બનાવવાની મ્યુનિસિપલ કમિશનરે જાહેરાત કરી છે.બજેટમાં સ્લોટર હાઉસની જોગવાઈમ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવેલા ₹17,018 કરોડના ડ્રાફ્ટ બજેટમાં દક્ષિણ ઝોન માટે મહત્વની ફાળવણી કરવામાં આવી છે.શાહવાડી-બહેરામપુરા વિસ્તાર (TP-32). અંદાજે 15,882 સ્ક્વેર મીટર જમીનમાં ₹32 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ સ્લોટર હાઉસ ડેવલપ કરાશે. આ જાહેરાતે શહેરના સામાજિક અને રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાવ્યું છે, કારણ કે આ નિર્ણય લાંબા સમય બાદ લેવામાં આવ્યો છે.પાલડીમાં ગૌતસ્કરીનો ફિલ્મી પીછો અને હોબાળોએક બાજુ તંત્ર નવા કતલખાનાનું આયોજન કરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ શહેરમાં ગેરકાયદેસર રીતે ગૌવંશને કતલખાને લઈ જવાની પ્રવૃત્તિઓ પર ગૌભક્તોએ લાલ આંખ કરી છે. ગત રાત્રે પાલડી વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના બની છે. કસાઈઓ એક કારમાં 4 ગાયોને અત્યંત નિર્દયતાથી ભરીને લઈ જઈ રહ્યા હતા. ગૌરક્ષકોએ કારનો પીછો કરતા કસાઈઓએ બચવા માટે કારને બેફામ હંકારી હતી. આ દરમિયાન કાર ધરણીધરથી ચંદ્રનગર સુધીના BRTS ટ્રેકમાં ઘૂસી ગઈ હતી અને ટ્રેકની રેલિંગ તેમજ માર્ગને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. ગૌભક્તોએ હિંમતપૂર્વક પીછો ચાલુ રાખી કસાઈઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને પોલીસને હવાલે કર્યા હતા. ઘટના બાદ મોટી સંખ્યામાં ગૌરક્ષકો એકઠા થતા વાતાવરણ ગરમાયું હતું.તંત્ર સામે સવાલોઅમદાવાદમાં ગૌમાતાને કતલખાને લઈ જવાનો સિલસિલો યથાવત રહેતા અને બીજી બાજુ સરકારી સ્તરે કતલખાના માટે કરોડોની જોગવાઈ થતા લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ગૌરક્ષકોનો આક્ષેપ છે કે એક તરફ ગાયોની સુરક્ષા માટે દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ આવા પ્રોજેક્ટ્સ અને વધતી ગૌતસ્કરી ચિંતાનો વિષય છે.આ પણ વાંચો: Tharad: વાવ-સુઈગામ હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રેક્ટર અને પીકઅપ ડાલા વચ્ચેની ટક્કરમાં યુવાનનું કરૂણ મોત

Read Full Story arrow_forward