android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ, લગ્ન જીવનના 25 વર્ષની ઉજવણી માટે યોજી હતી પાર્ટી
calendar_today February 5, 2026

Gujarat Latest News Live : સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ, લગ્ન જીવનના 25 વર્ષની ઉજવણી માટે યોજી હતી પાર્ટી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat News : મુંબઈથી સુરત ડ્રગ્સ વેચવા આવેલી મહિલા પેડલર ઝડપાઈ, ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ
calendar_today February 5, 2026

Surat News : મુંબઈથી સુરત ડ્રગ્સ વેચવા આવેલી મહિલા પેડલર ઝડપાઈ, ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ

65.430 ગ્રામ MD ડ્રગ્સ સાથે પોલીસે મહિલાને ઝડપી છે અને મુંબઈથી સુરત MD ડ્રગ્સ વેચવા માટે આવી હતી, આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુનો નોંધ્યો, ડ્રગ્સ કોને આપવાનું હતુ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને કેટલા સમયથી મુંબઈથી સુરત ડ્રગ્સ આપવા માટે આવતી હતી તેને લઈ પૂછપરછ શરૂ કરી છે. સુરતના ડીંડોલીમાંથી પણ ઝડપાયું ડ્રગ્સ સુરતના ડીંડોલીમાં આવેલા રિઝન્ટ પ્લાઝા ફલેટમાં સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમી આધારે મંગળવારે રાત્રે રેડ કરી ૩૨ લાખના એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં રાજસ્થાનના અન્ય ત્રણ આરોપીના નામ ખુલ્યા છે. પોલીસે એમડી ડ્રગ્સ ઉપરાંત રોક્ડ, વાહનો અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રાજસ્થાનથી ડ્રગ્સ લઈને આવનાર આરોપીઓ ઝડપાયા મોનિટરીંગ સેલ પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે. મોનિટરીંગ સેલે એમડી ડ્રગ્સના મુખ્ય સપ્લાયર ઓમપ્રકાશ રૂપરામ જાટ, તેના સાગરિત મહેન્દ્ર સોહનલાલ જોષી અને શૈલસિંગ હાથીસિંગ પુરોહીતની ધરપકડ કરી છે. આ સીવયા પોલીસ તપાસમાં ફરાર થઈ ગયેલા અમીત કાબા, રાજેશ પાટીદાર અને કનવરપાલ સિંગ તમામ રહે, રાજસ્થાનના નામ ખુલ્યા છે. આ પણ વાંચો : Ahmedabad News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી પર આજે થશે સુનાવણી, જમીનને લઈ 1500 કરોડનું કર્યુ હતુ કૌભાંડ

Read Full Story arrow_forward
Sanand News : સાણંદના ગોરજમાં હાઈપ્રોફાઈલ દારૂ મહેફિલ ઝડપાઈ, લગ્ન જીવનના 25 વર્ષની ઉજવણી માટે યોજી હતી દારૂ પાર્ટી
calendar_today February 5, 2026

Sanand News : સાણંદના ગોરજમાં હાઈપ્રોફાઈલ દારૂ મહેફિલ ઝડપાઈ, લગ્ન જીવનના 25 વર્ષની ઉજવણી માટે યોજી હતી દારૂ પાર્ટી

સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે અને નિર્વાણા ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે, પોલીસે 40 મહિલા અને 40 પુરુષની કરી ધરપકડ, પોલીસે તમામ લોકોને ઝડપી પોલીસ સ્ટેશન લવાયા છે અને લગ્ન જીવનના 25 વર્ષની ઉજવણી માટે પાર્ટી યોજી હોવાની વાત સામે આવી છે. મોંઘીદાટ દારુની બોટલો પોલીસે જપ્ત કરી પોલીસે રેડ દરમિયાન દારૂની મોંઘી બોટલો તેમજ લકઝુરીયસ કાર જપ્ત કરી છે, પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એકટ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ઝડપાયેલા લોકોના મેડિકલ રીપોર્ટ પણ કાઢવામાં આવશે અને તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે, મોડી રાત્રે આ દારૂની મહેફિલ ઝડપાઈ છે અને તમામ લોકો અમદાવાદની આસપાસના અને અમદાવાદના રહેવાસી હોઈ શકે છે, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.પોલીસને હુક્કાનો સામાન પણ મળી આવ્યોપોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારીઓને પણ દારૂ મહેફિલ અંગે જાણ કરી હતી અને સમગ્ર ઘટનામાં પોલીસે તમામની કાર પણ જપ્ત કરી છે અને ફાર્મ હાઉસ કોના નામનું છે અને તેનો માલિક કોણ છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે, પોલીસને આ રેડ દરમિયાન હુક્કાનો સામાન પણ મળી આવ્યો છે અને તપાસ શરૂ કરી છે.

Read Full Story arrow_forward