android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ઝાલાવાડમાં અકસ્માતના 3 બનાવ, 8 વ્યક્તિને ઈજા
calendar_today February 4, 2026

Surendranagar: ઝાલાવાડમાં અકસ્માતના 3 બનાવ, 8 વ્યક્તિને ઈજા

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે, દસાડાના મોટી મજેઠી પાસે અને લીંબડી હાઈવે પર અકસ્માતના 3 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં લખતરમાં છકડા હડફેટે વૃધ્ધને ગંભીર ઈજાઓ પહોંચી છે. જયારે મોટી મજેઠી પાસે કચ્છનુ દંપતી ઘવાયુ છે. બીજી તરફ લીંબડી હાઈવે પર આઈશરે 2 કારને ઠોકર મારતા જામનગરના પરીવારના 5 સભ્યોને સામાન્ય ઈજાઓ થઈ છે. લખતરના મફતીયાપરામાં રહેતા 45 વર્ષીય કાળુભાઈ ગોવિંદભાઈ વઘાડીયા લખતર-વિરમગામ હાઈવે પર આવેલ ઉમીયા હોટલમાં રસોઈનું કામ કરે છે. તા. 1-2ના રોજ મોડી સાંજે તેમના પિતા 75 વર્ષીય ગોવિંદભાઈ ગાંડાભાઈ વઘાડીયા ચાલીને ઉમીયા હોટલ તરફ જતા હતા. ત્યારે યોગીરાજ પેટ્રોલપંપ અને હોટલ વચ્ચે સામેથી આવતા છકડા ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અંગે કાળુભાઈને જાણ થતા તેઓ દોડી ગયા હતા. અને ગંભીર રીતે ઘવાયેલા પિતાને સારવાર માટે પ્રથમ લખતર સરકારી દવાખાને અને ત્યાંથી સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ અંગે લખતર પોલીસ મથકે કાળુભાઈ વઘાડીયાએ તા. 3ના રોજ સાંજે અજાણ્યા છકડા ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી રાજુભાઈ કુશાપરા ચલાવી રહ્યા છે. જયારે કચ્છના ગાંધીધામ તાલુકામાં આવેલ કીડાણા ગામે રહેતા 33 વર્ષીય બીલાલભાઈ ગફારભાઈ કાતીયાર ડ્રાઈવીંગ કરે છે. તા. 30-1ના રોજ સવારે તેઓ તેમના શેઠ બાલચંદભાઈ અને તેમના પત્ની પુષ્પાબેનને બાલચંદભાઈની ઈગ્નીશ કારમાં લઈને અમદાવાદ જતા હતા. જેમાં સવારના 11 કલાકના સમયે દસાડા તાલુકાના મોટી મજેઠી ગામ પાસે પસાર થતા સમયે સામેથી આવતી અલ્ટો કારના ચાલકે ગફલતભરી રીતે ચલાવી અકસ્માત કર્યો હતો. જેમાં બાલચંદભાઈ અને પુષ્પાબેનને ઈજાઓ થતા સારવાર માટે વિરમગામ સરકારી દવાખાને અને ત્યાંથી અમદાવાદ લઈ જવાયા હતા. આ અંગે બજાણા પોલીસ મથકે અલ્ટોકારના ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એમ.જી.પાણકુટા ચલાવી રહ્યા છે. બીજી તરફ જામનગરના એરફોર્સ રોડ પર આવેલી શિવમ સોસાયટીમાં રહેતા 53 વર્ષીય સુરેશભાઈ નારણદાસ સોલંકી બોકસનું કારખાનુ ચલાવે છે. તા. 3-2ના રોજ રાત્રે તેઓ પત્ની જયશ્રીબેન, દિકરો મનન, ભત્રીજો યુવરાજ અને ભત્રીજાવહુ કોમલબેન સાથે પોતાની કીયા કાર લઈને શ્રીનાથજી દર્શન કરવા જતા હતા. જેમાં રાત્રે 2-30 કલાકે લીંબડી હાઈવે પર પહોંચતા એચએફએમ હોટલ પાસે ટ્રાફીક જામ હોવાથી તેઓ ઉભા રહ્યા હતા. તેમની પાછળ એક સ્વીફટ કાર ઉભી હતી. ત્યારે તેની પાછળ પુરઝડપે આવેલા આઈશર ચાલકે સ્વીફટ કારને ટક્કર મારી હતી આથી કાર સુરેશભાઈની કાર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ઉપરાંત આઈશર ચાલકે પોતાનું આઈશર આગળ ચલાવી કીયા કારને સાઈડમાં અકસ્માત કર્યો હતો. આ બનાવમાં કીયા કારમાં બેસેલ તમામ પાંચેય વ્યકિતઓને સામાન્ય ઈજા થઈ હતી. જયારે સ્વીફટ કારમાં સવાર કોઈને ઈજા થઈ ન હતી. બનાવની આઈશર ચાલક અનવર શેખ સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી જે.પી.ડોડીયા ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: વઢવાણમાં MLAની જમીનનું બિન ખેતી વળતર મળે તો ખેડૂતોને પણ એટલું જ ચૂકવો
calendar_today February 4, 2026

Surendranagar: વઢવાણમાં MLAની જમીનનું બિન ખેતી વળતર મળે તો ખેડૂતોને પણ એટલું જ ચૂકવો

વઢવાણની સીમમાં ધ્રાંગધ્રાના ધારાસભ્ય દ્વારા પોતાના ખેતરની જમીનમાંથી વીજ લાઇન નહીં કાઢવા દેવા કે વધારે વળતર મેળવવા માટે પોતાનું નામ કઢાવી નાખ્યાનો ખુલાસો થતા ખેડૂતો હવે આકરા પાણીએ લડી લેવાના મુડમાં દેખાઇ રહયા છે અને ધ્રાંગધ્રાનું નામ બાકાત ના રહે અને એમના જેટલું જ વળતર બીજા ખેડૂતોને મળે એવી માંગ કરી છે.વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધારાસભ્ય કે નેતાઓ લોકો કે ખેડૂતોની સેવા કરવાના બદલે પોતાની જમીન અને ફાઇલો કલીયર કરાવવા માટે જ ગાંધીનગર અને સરકારી કચેરીઓમાં દોડધામ કરતા હોય છે.ત્યારે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાની વઢવાણની જમીનમાંથી વિજલાઇન પસાર થતી બચાવવા માટે સતાનો કરેલો દુરઉપયોગ સામે આવ્યો છે. હવે ખેડૂતો પણ આકરા પાણીએ લડી લેવાના મુડમાં દેખાઇ રહયા છે કારણ ધારાસભ્ય હોય તો એના ખેતરમાંથી વીજ લાઇન નહી કાઢવાની, નામ કાઢી નાખવાનું કે વળતર વધારે ચૂકવવાનું એવો નિયમ વરમોરા માટે હોય તો એની સામે ખેડૂતોએ ખુલ્લો વાંધો દર્શાવ્યો હતો. સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ખેડૂતો એક જ માંગ કરી રહયા છે કે ખેડૂતોની જમીનમાંથી તો લાઇન કાઢવાના જ છે તો ધારાસભ્યની નોટીસ નીકળી હતી તો એમનું નોટીસમાંથી બાકાત થયેલુ નામ ફરીથી આવે અને જમીન બિનખેતી કરાવેલી છે તો એમને બિનખેતી જમીનનું વળતર મળે તો ખેડૂતોની જમીન પણ બિનખેતી કરી આપે અને ખેડૂતોને પણ બિનખેતીનું વળતર ચુકવાય એવી ખેડૂતો માંગ કરી રહયા છે. આમ ધારાસભ્ય વરમોરાએ પોતાના ખેતરમાંથી વીજ લાઇન કાઢવા માટેનો પેતરો સામે આવતા હવે સમગ્ર વિસ્તારના ખેડૂતો એકજૂટ થઇ વીજ લાઇન પસાર થતી હોય એવા ખેડૂતોને પણ ન્યાય અપાવવાની માંગ કરી રહયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bavla: શિયાળમાં શાળાના તકલાદી બાંધકામ અંગે સ્થળ તપાસ
calendar_today February 4, 2026

Bavla: શિયાળમાં શાળાના તકલાદી બાંધકામ અંગે સ્થળ તપાસ

બાવળા તાલુકાના શિયાળ ગામમાં નવી શાળાના બાંધકામમાં ગુણવત્તા વગરનું કામકાજ થતું હોય ગ્રામજનોએ વિરોધ નોંધાવીને કામગીરી અટકાવી દીધી હતી. જેના પગલે તંત્રમાં દોડધામ મચી હતી. ત્યારે શાળાના બાંધકામમાં સાવ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવતું હોવાનો ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો હતો. ત્યારે તકલાદી કામને લઈ વિવાદનો મધપૂડો છંછેડાતા સરકારી એન્જિનિયર દ્વારા તાજેતરમાં સ્થળ તપાસ કરવામાં આવી હતી. તેમજ કામગીરી ગુણવત્તાયુક્ત અને સરકારના નિયમ મુજબ થઈ રહી હોવાનું જણાવ્યું હતું. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાના 15 ઓરડાનું નિર્માણ થઈ રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward