Mandal: તાલુકા ગ્રામ્યમાં હાંસલપુર પીકઅપ બસ સ્ટેશનમાં કચરો ઠલવાતાં સ્થિતિ નર્કાગારની
માંડલ તાલુકાના હાંસલપુર ગામ મોટર પ્લાન્ટથી વિખ્યાત બન્યું છે અને ઔદ્યોગિક ઝોન વિસ્તારમાં આવતાં હાંસલપુર ગામમાં તંત્ર દ્વારા એસટી બસનું પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. પરંતુ સ્થાનિક તંત્રની જાળવણીના અભાવે બસ સ્ટેન્ડમાં કચરાના ઢગ ખડકાયા છે અને ગંદકીથી ખદબદી રહ્યું છે. રાહદારી, મુસાફરો બસ સેવાનો લાભ લેવા બહાર તડકામાં ઉભાં રહેવા મજબુર બન્યાં છે. બસ સ્ટેન્ડની હાલત નર્કાગાર જેવી ઉભી થતાં સ્થાનિક રહીશો, મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો છે ત્યારે આ બસ સ્ટેન્ડમાં ગંદકી સત્વરે દુર કરવા સ્થાનિકોની માંગ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward