android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandal: સેવા સહકારી મંડળીની તા.15મી ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીનો ધમધમાટ
calendar_today February 4, 2026

Mandal: સેવા સહકારી મંડળીની તા.15મી ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીનો ધમધમાટ

માંડલ સેવા સહકારી મંડળીના વ્યવસ્થાપક કમિટીના હોદ્દેદારોની મુદ્દત પુરી થવાથી કમીટીની કુલ 15 જગ્યાઓ માટે પાંચ વર્ષની મુદ્દત માટે હોદ્દેદારોની નીમણૂંક કરવાની હોઈ ચુંટણી અધિકારી આર.કે.બારોટ દ્વારા ચુંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. સામાન્ય મોટા ખેડૂતની 9 બેઠકો, નાના ખેડૂતમાં 3, અનુસુચિત જાતિની 1 બેઠક અને મહિલા સામાન્ય મોટા ખેડૂતની 1 અને મહિલા નાના ખેડૂતની 1 બેઠક આમ કુલ 15 બેઠકો માટે ચુંટણી પ્રક્રિયાનો સેવા સહકારી મંડળીમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. અગાઉ રરમી જાન્યુઆરીએ પ્રથમ મતદારયાદી અને ખાલી પડેલ જગ્યાઓ પ્રસિદ્ધ કરાઈ, આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયાને પુર્ણ કર્યા બાદ આજ તા.4 ના રોજ ઉમેદવારી પત્રો સ્વીકારવાની તેમજ ચકાસણી અને સાંજે પ કલાકે મંજુર થયેલ ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી. બુધવારે ઉમેદવારી પત્રો ભરવાના દિને 15 બેઠકો માટે કુલ 26 ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતાં અને ચુંટણી અધિકારી દ્વારા ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાતાં 6 ફોર્મ રદ્દ કરતાં 20 ફોર્મને મંજૂર કરાયાં હતાં. સામાન્ય મોટા ખેડુતની 9 બેઠકો સામે 10 ફોર્મ, નાના ખેડુતની 3 બેઠકો માટે 6 ઉમેદવારી પત્રો તેમજ અનુસુચિત ખેડુતની 1 બેઠક અને મહિલા સા.મોટા ખેડુતની 1 બેઠક બંને માટે બે બે ફોર્મ ભરાયાં હતાં. જ્યારે મહિલા સામાન્ય નાના ખેડુતની 1 જગ્યા માટે માત્ર એકજ ઉમેદવારી ફોર્મ રજુ થતાં તે મહિલા બેઠક બીનહરીફ વરણી કરાઈ હતી. જેની ચુંટણી પરિણામોની સાથે સત્તાવાર જાહેરાત કરાશે. માંડલ સેવા સહકારી મંડળીમાં 15 બેઠકો માટે 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને ઉમેદવારીપત્રો તા.6ના રોજ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જોકે સેવા સહકારીઓમાં ચુંટણીઓ ક્યારેક થતી હોય છે, જેથી મંડળીના સંચાલકો દ્વારા આ વર્ષે ચુંટણી ના યોજાય અને તમામ 15 બેઠકો બિનહરીફ જાહેર થાય તેવા પ્રયત્નો કરી રહ્યાં છે. જો સેવા સહકારી મંડળીમાં ચૂંટણી કરવાની થાય તો તા.10મી ફેબ્રુઆરીના રોજ સવારે 9થી 3 દરમ્યાન મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ ચૂંટણીના પરિણામોની જાહેરાત કરાશે. સેવા સહકારી મંડળીમાં ઉપરોક્ત તમામ બેઠકોમાં મળીને કુલ 631 મતદારો નોંધાયેલા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ધ્રાંગધ્રા મિલેટ્રી સ્ટેશનમાં ભારત રણભૂમિ યાત્રાનું આગમન થયું
calendar_today February 4, 2026

Surendranagar: ધ્રાંગધ્રા મિલેટ્રી સ્ટેશનમાં ભારત રણભૂમિ યાત્રાનું આગમન થયું

ધ્રાંગધ્રા મિલેટ્રી સ્ટેશનમાં દ્વારકાથી નીકળેલી ભારત રણભૂમી યાત્રાના આગમન સમયે બ્રિગેડીયર સહિતના અધિકારીઓ હાજર રહી નિવૃત સ્ટાફ સાથે મુલાકાત કરી વીરનારીઓને સન્માનીત કરી શહીદોને શ્રાધ્ધાંજલી આપી યાત્રા ભુજ તરફ રવાના થઇ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી,નેવી અને એરફોર્સ સહિતના ત્રણેય સેનાના અધિકારીઓ અને સ્ટાફ સાથે દ્વારકાથી દિલ્હી સુધી ભારત રણભૂમી યાત્રા ધ્રાંગધ્રા મિલટ્રી સ્ટેશન ખાતે પહોચતા સ્વાગત કરાયુ હતુ.આ યાત્રાનો મુખ્ય હેતુ દેશની વેસ્ટર્ન બોર્ડરમાં આવતા સેનાના સ્ટેશનની મુલાકાત લઇ શહીદોને શ્રાધ્ધાંજલિ આપવી, વીર નારીઓને સન્માનીત કરવી અને ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત સ્ટાફ સાથે મુલાકાત કરી ઉત્સાહ વધારવાનો હેતુ છે. ત્યારે ધ્રાંગધ્રા ખાતે યાત્રા આવી પહોચતા વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રાધ્ધાંજલી આપી આ વિસ્તારની વીરનારીઓને સન્માનીત પણ કરી હતી. ત્યારબાદ ધ્રાંગધ્રા મિલેટ્રી સ્ટેશનના બ્રિગેડીયર યોગેન્દ્ર ચૌધરીની હાજરીમાં આ ભારત રણભૂમી યાત્રા ભુજ તરફ રવાના થઇ હતી. આમ યાત્રા પ્રસંગે સેનાના સ્ટાફ દ્વારા શહીદોને શ્રાધ્ધાંજલી, વીર નારીનું સન્માન અને નિવૃત સ્ટાફ સાથે મુલાકાત કરતા સૌએ આનંદ વ્યકત કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: કેનેડાના વીઝા અપાવવાના બહાને રૂપિયા 13.50 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો
calendar_today February 4, 2026

Surendranagar: કેનેડાના વીઝા અપાવવાના બહાને રૂપિયા 13.50 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો

ધ્રાંગધ્રામાં રહેતા ખેડૂત પુત્રને માસ્ટર ડીગ્રી માટે કેનેડા જવાનું હોવાથી વીઝા માટે ભરૂચના એક શખ્સના સંપર્કમાં આવ્યા હતા. અને વીઝા માટે રૂ. 13.50 લાખ આપવા છતાં વીઝા મળ્યા ન હતા. આ અંગેની વર્ષ 2024માં ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે વડોદરામાંથી ઝડપી લીધો છે.ધ્રાંગધ્રાના નરશીપરામાં રહેતા કેસરીસીંહ કરણસીંહ ઝાલાના પુત્ર અજયરાજસીંહ વર્ષ 2022માં અમદાવાદની કોલેજમાં બીએસસી કરતા હતા. અભ્યાસ પુરો થતા માસ્ટર ડીગ્રી માટે અજયરાજસીંહને કેનેડા જવાનું હતુ. આથી તેઓ એક મિત્ર થકી ભરૂચના અર્પીતસીંહ વિજયસીંહ પરમારના સંપર્કમાં આવ્યા હતા. જેમાં અર્પીતસીંહે વીઝાના રૂ.18 લાખ થશે તેમ કહી 75 ટકા રકમ એડવાન્સ માંગી હતી. જેમાં તા. 26-9-22ના રોજ રૂ. 4 લાખ અને તા. 7-10-2022ના રોજ રૂ. 9.50 લાખ એમ કુલ 13.50 લાખ અર્પીતસીંહને આપ્યા હતા. પરંતુ ત્યારબાદ અજયરાજસીંહના વીઝા થયા ન હતા. ત્યારબાદ ઉઘરાણી કરતા અર્પીતસીંહે વીઝા નહી થાય તેમ કહી પૈસા પરત આપવાનું કહ્યુ હતુ. જેના લીધે અન્ય સ્થળેથી વીઝા કરીને અજયરાજસીંહ કેનેડા અભ્યાસ અર્થે ગયા હતા. પરંતુ ત્યાર પછી અવારનવાર પૈસા માંગતા અર્પીતસીંહે હવે રૂપીયા માટે ફોન કરતા નહી, તમારા રૂપીયા દેવાના થતા નથી તેમ કહેતા તા. 14-5-24ના રોજ કેસરીસીંહે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. આ કેસનો ફરાર આરોપી અર્પીતસિંહ પરમાર વડોદરામાં હોવાની બાતમી સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. આથી ટીમના શકિતસિંહ, ભરતભાઈ, કપીલભાઈ સહિતનાઓએ વડોદરાના સોમા તળાવ પાસે વોચ રાખી ફરાર આરોપીને ઝડપી લઈ ધ્રાંગધ્રા સિટી પોલીસના હવાલે કર્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward