Viramgam: ભરવાડી દરવાજાથી રૈયાપુર દરવાજા વચ્ચેના દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાયુ
વિરમગામ શહેરના રૈયાપુર ત્રણ રસ્તાથી ભરવાડી દરવાજા તરફ્નો માર્ગ પોહળો બનાવવા સાથે વરસાદી પાણીની ગટર લાઈનમાં કામગીરી તેમજ જર્જરિત ગઢની જુની દીવાલ તોડી નવી દીવાલ બનાવવાનું વિકાસ કામ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે અહીંયા થયેલા દબાણો બુધવારે હટાવવામાં આવ્યા હતા.ભરવાડી દરવાજા બહાર સામે બાજુની લાઈનમાં રૈયાપુર દરવાજા તરફ્ જતા ક્રિષ્ના ગેરેજ વચ્ચે ના દબાણ પર તંત્રનો કોરડો વીંઝાયો હતો.સવારે 10:30 કલાક થી પોલીસ સાથે તંત્રનો કાફ્લો બે બુલડોઝર,ટ્રેકટરો સાથે પોહચી ગયો હતો અને છ જેટલા પાકા તેમજ અન્ય કાચા ઊભા કરેલા દબાણતોડી પાડવામાં આવ્યા હતા.બીજી તરફ્ આ જગ્યાએ પેટિયું રળતા લોકોની જગ્યા જતા પરિવારજનોમાં ચિંતા સાથે રોષ છવાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward