android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી પર આજે થશે સુનાવણી, જમીનને લઈ 1500 કરોડનું કર્યુ હતુ કૌભાંડ
calendar_today February 5, 2026

Ahmedabad News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી પર આજે થશે સુનાવણી, જમીનને લઈ 1500 કરોડનું કર્યુ હતુ કૌભાંડ

દરમ્યાનમાં કલેક્ટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલે જામીન મેળવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરતા ડિસ્ટ્રીક્ટ જજ કે.એમ. સોજીત્રાએ કારણદર્શક નોટિસ કાઢીને આવતીકાલ તા.૫ના રોજ સુનાવણી રાખી છે. ઈડીની તપાસમાં ૧૦ કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતુ. જમીન એનએ કરવા માટે સિસ્ટેમિક ચાલતા જમીન કૌભાંડમાં લાંચનો ૫૦% હિસ્સો કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને મળતો હતો, જ્યારે અન્ય ભાગ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર સહિત અન્યોને મળતો હતો. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે જમીન એન.એ. કરવા માટે ભાવો નક્કી કર્યા હતા જેમાં પર સ્કવેર મીટર જમીન એન.એ. કરવા માટે રૂ.૧૦નો ભાવ ચાલતો હતો. ઈડીને મળેલી ૮૦૦ શીટોમાં રૂ.૧૦ કરોડની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત જમીન બિનખેતી (એનએ) કરવાની ગેરકાયદેસર પ્રક્રિયામાં લાંચના નાણાંની વહેંચણી વ્યવસ્થિત રીતે કરવામાં આવતી હતી. દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)ની સ્પેશયલ ઓપરેશન ગ્રુપે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલની ૩ જાન્યુઆરીએ ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતા. હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું કૌભાંડ ઈડીને રાજેન્દ્રકુમાર પટેલને ત્યાંથી હાર્ડડિસ્ક, ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ, બે મોબાઈલ સહિત કુલ ૧૨ ડિવાઈ સમળી આવતા જપ્ત કર્યા હતા. જેમાં પેન ડ્રાઈવમાં મહત્વની વિગતો મળી હોવાથી તેમને સાથે રાખીને તપાસ કરી હતી. અરજી વિલંબિત ન થાય તે માટે સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડ મોડસ ઓપરેન્ડીથી કરતા હતા. જેમાં આરોપીની મુખ્ય ભૂમિકા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જમીન એનએ આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવીને કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. આ કૌભાંડ CLU (ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું.આયોજનબદ્ધ રીતે જમીન એનએ કરી આપવા ચોરસ મીટર દીઠ રકમ નક્કી કરી હતી આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસ મીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. દરમ્યાનમાં પકડાયેલ કલેકટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલે જામીન મેળવવા માટે ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. જેમાં પોતે નિર્દોષ છે, ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. તપાસમાં પુરો સહકાર આપ્યો હોવાથી જામીન મંજૂર કરવા જોઈએ. ત્યારબાદ કોર્ટે તપાસનીશ એજન્સીને નોટિસ કાઢીને આવતીકાલ તા.પના રોજ સુનાવણી માટે રાખી છે. આ પણ વાંચો : Weather News : ગુજરાત વહેલી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ, બેવડી ઋતુનો માર સહન કરતા શહેરીજનો

Read Full Story arrow_forward
Patan: સરસ્વતી તાલુકાના કાંસા ગામે બંધ મકાનમાંથી ચોરી કરનાર શખ્સ ઝબ્બે
calendar_today February 4, 2026

Patan: સરસ્વતી તાલુકાના કાંસા ગામે બંધ મકાનમાંથી ચોરી કરનાર શખ્સ ઝબ્બે

સરસ્વતી તાલુકાના કાંસા ગામે આવેલ એક બંધ મકાનને તસ્કર દ્વારા ગત છ મહિના અગાઉ નિશાન બનાવી. મકાનમાં પ્રવેશ કરી અંદરથી તિજોરીના લોકરના તાળા તોડી. અંદરથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ગયા અંગેની ફરીયાદ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેની તપાસ દરમિયાન ચોરીને અંજામ આપનાર શખ્સને ઝડપી લેવામાં પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને સફ્ળતા મળી હતી. અને પોલીસે તસ્કર પાસેથી રૂ. 1.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સરસ્વતી તાલુકાના કાંસા ગામે છ મહિના અગાઉ સુરેશભાઈ દલપતભાઈ રાજપુરોહિતના બંધ મકાનની ધાબાની સીડી પરથી તસ્કરે મકાનમાં પ્રવેશ કરી. તિજોરીનો લોક તોડી અંદરથી 1,72,500 ની કિંમતના સોના ચાંદીના અલગ અલગ દાગીના તથા 7 હજાર રોકડ રકમની ચોરી કર્યાની ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસના આધારે અમદાવાદ ખાતે રહેતા મહેશ ઉર્ફે અક્કુ ઉર્ફે કાળુ ડોન વાલ્મિકીને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી 1,96,826 ની કિંમતના સોના ચાંદીના દાગીના કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ઝાલાવાડમાં આજથી બોર્ડ પરીક્ષાના બારણે ટકોરા
calendar_today February 4, 2026

Surendranagar: ઝાલાવાડમાં આજથી બોર્ડ પરીક્ષાના બારણે ટકોરા

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તા. 5મી ફેબ્રુઆરીને ગુરૂવારથી ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગીક પરીક્ષાઓ શરૂ થનાર છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર શહેર અને ધ્રાંગધ્રા એમ ર કેન્દ્રો પર 4 પરીક્ષા સ્થળ બનાવાયા છે. તા. 5મીથી તા. 13મી ફેબ્રુઆરી સુધી પ્રાયોગીક પરિક્ષાઓ યોજાશે. જેમાં કેમેસ્ટ્રી અને ફીઝીકસના 1109 તથા બાયોલોજીના 575 વિદ્યાર્થીઓ પ્રેકટીકલ પરીક્ષા આપશે.ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક બોર્ડ દ્વારા આગામી તા. 26મી ફેબ્રુઆરીથી ધો. 10 અને ધો. 12ની બોર્ડની વાર્ષીક પરીક્ષાઓ લેવામાં આવનાર છે. ત્યારે આ પરીક્ષા પહેલા તા. 5મી ફેબ્રુઆરીને ગુરૂવારથી સમગ્ર રાજયમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રેકટીકલ પરીક્ષાનું આયોજન કરાયુ છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝાએ જણાવ્યુ કે, તા. 5મી ફેબ્રુઆરીથી શરૂ થનાર ધો. 12 સાયન્સ સ્ટ્રીમની પ્રેકટીકલ પરીક્ષા તા. 13મી ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. જે પરીક્ષા માટે શિક્ષણ નિરીક્ષક કે.એન.બારોટને ઝોનલ અધીકારી અને મદદનીશ શિક્ષક નીરીક્ષક બી.ડી.રાણવાને મદદનીશ ઝોનલ અધીકારી બનાવાયા છે. આ પરીક્ષા જિલ્લામાં 2 કેન્દ્રો ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં કુલ 4 ઈમારતોમાં લેવામાં આવી રહી છે. જેમાં સુરેન્દ્રનગરની એન.ટી.એમ. હાઈસ્કુલ, આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કુલ, આર.એ.પટેલ બોયઝ સ્કુલ અને ધ્રાંગધ્રાની સર અજીતસીંહજી સરકારી હાઈસ્કુલમાં પરિક્ષા લેવાશે. ધો. 12 સાયન્સ વિભાગની પ્રેકટીકલ પરીક્ષા માટે રસાયણ વિજ્ઞાન વિષયના 1109, ભૌતીક વિજ્ઞાન વિષયના 1109 અને જીવ વિજ્ઞાન વિષયના 575 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. પરિક્ષાનો સમય દરરોજ સવારે 10 થી 1 અને બપોરે 2 થી 5નો રહેશે. પરિક્ષા દરમીયાન કોઈ ગેરરીતી ન થાય તેમજ વિદ્યાર્થીઓને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ સ્થળ સંચાલકો, લેબ આસીસ્ટન્ટ, આંતરીક અને બાહ્મ મુલ્યાંકનકાર, સરકારી પ્રતીનીધી અને ઝોન સ્ટાફની નીમણુંક કરી દેવાઈ છે. જયારે તેઓને પરીક્ષાલક્ષી તાલીમ પણ અપાઈ છે. તા. 27 જાન્યુઆરીથી બોર્ડની વેબસાઈટ હોલટીકીટ પણ આપવાની શરૂ થઈ ગઈ છે. શાળાનો ઈન્ડેકસ નંબર, નોંધાયેલ મોબાઈલ નંબર નાંખીને હોલટીકીટની પ્રીન્ટ કાઢી નીયત સ્થળે આચાર્યના સહી સીક્કા કરી શાળા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward