android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદના નિકોલમાંથી પોલીસે 2 કરોડનું "સમુદ્રી સોનું" ઝડપી પાડી એક શખ્સની કરી અટકાયત
calendar_today February 4, 2026

Ahmedabad News : અમદાવાદના નિકોલમાંથી પોલીસે 2 કરોડનું "સમુદ્રી સોનું" ઝડપી પાડી એક શખ્સની કરી અટકાયત

અમદાવાદ શહેરમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓના વેચાણ તેમજ વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ના ગુનાઓ બનતા અટકાવવા સારૂ આપેલ સુચના આધારે નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૫ જીતેન્દ્ર અગ્રવાલ તથા મદદનીશ પો.કમિ."આઇ" ડિવિઝન કૃણાલ દેસાઈએ પ્રતિબંધીત ચીજ વસ્તુઓના વેચાણ તેમજ વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ બનતા ગુના અટકાવવા મળેલ સુચના આપી હતી.નિકોલ એસ.પી.રીંગ રોડ પરથી બાતમીના આધારે ઝડપાયો શખ્સ નિકોલ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ તેમજ સર્વેલન્સ સ્કોડના માણસો સાથે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે વખતે અંગત બાતમીદાર દ્વારા સંયુકત બાતમી હકિકત મળેલ કે, “એક ઈસમ નામે મુકેશ ડાભી રહે, ભાવનગર નાનો તેની પાસે રહેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વેચાણ કરવા સારૂ તેના એક માણસ નામે નવદિપ ચૌહાણ રહે.ભાવનગર નાઓને વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે નિકોલ એસ.પી.રીંગ કઠવાડા ચાર રસ્તા ખાતે મોકલનાર છે.”જે બાતમીના આધારે એક ડમી ગ્રાહક નાઓને બોલાવી સદરી વ્હેલ માછલીની ઉલ્ટી લેવા જવા જણાવતા ડમી ગ્રાહક નાઓએ આ મુકેશ ડાભી રહે.ભાવનગર નાઓ સાથે ટેલીફોનીક વાતચીત કરતા મુકેશ ડાભીનાએ આજ રોજ તા.૦૨/૦૨/૨૦૨૬ ના રોજ નિકોલ કઠવાડા ચાર રસ્તા રીંગ રોડ ખાતે વ્હેલ માછલીની ઉલ્ટી આપવા માટે નવદિપ ઘનશ્યામભાઇ ચૌહાણ નાઓ મોકલી આપેલાની હકિકત જણાઈ આવતા જેથી સ્ટાફના માણસો તથા બે પંચો સાથે નિકોલ એસ.પી.રીંગ રોડ કઠવાડા ચાર રસ્તા ખાતે વોચ તપાસમાં હાજર હતા. ઝડપાયેલ ઉલ્ટીની કિંમત 2 કરોડ છે એક ઈસમ નામે નવદિપ સન/ઓફ ઘનશ્યામભાઇ જાતે.ચૌહાણ ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવિંગ રહે.મ.નં.૧૨, હિમાલ્યા ટેનામેન્ટ, ખારસી સોસાયટી પાસે, તરસમીયા, માલણકા તા.જી.ભાવનગર નાઓને પકડી બે પંચો તથા સાથેના સ્ટાફ ના માણસો રૂબરૂ તેના કબજામાંથી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) નાના-મોટા ટુકડાઓ જેનુ કુલ્લે વજન ૨ કિલો ૯૬૦ ગ્રામ જેની આશરે કિ.રૂ.૨,૯૬,૦૦,૦૦૦/- (બે કરોડ છન્નુ લાખ પુરા)ની ગણી શકાય તથા સદરી ઈસમની અંગઝડતી માથી એક વીવો કંપનીનો કાળા જેવા કલરનો મોબાઇલ ફોન મળી જેની કિંમત રૂ.૮૦૦૦/- ગણાય શકાય તે મળી કુલ્લે કિ.રૂ.૨,૯૬,૦૮,૦૦૦/- ( બે કરોડ છન્નુ લાખ આઠ હજાર પુરા)ની ગણી શકાય. વ્હેલ માછલીની ઉલ્ટી ઝડપી કરી કાયદેસરની કાર્યવાહી તે મુદ્દામાલ BNSS કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી સામાવાળાનાને BNSS એકટ કલમ-૩૫(૧)(ઈ) મુજબ તા.૦૨/૦૨/૨૦૨૬ના કલાક-૨૩/૪૫ વાગે અટક કરી વેચાણ પ્રતિબંધીત વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે પકડી પાડી પ્રસંસનીય કામગીરી કરવામાં આવેલ છે. તા.૦૨/૦૨/૨૦૨૬ નવદિપ સન/ઓફ ઘનશ્યામભાઇ જાતે.ચૌહાણ ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવિંગ રહે.મ.નં.૧૨ હિમાલ્યા ટેનામેન્ટ ખારસી સોસાયટી પાસે તરસમીયા માલણકા તા.જી.ભાવનગર આ પણ વાંચો : Surendranagar News : નિવૃત સરકારી પ્રજ્ઞાચક્ષુ કર્મચારી અને સમાજસેવકે 'નિર્ધાર ટ્રસ્ટ' થકી સુરેન્દ્રનગરની સેંકડો વિધવા બહેનોના જીવનમાં પ્રગટાવ્યો આશાનો દીપ

Read Full Story arrow_forward
Vadodara News: દોઢસો રૂપિયાની ઉઘરાણી મુદ્દે રિક્ષાચાલક પર બે મિત્રોએ કર્યો ચપ્પુથી હુમલો
calendar_today February 4, 2026

Vadodara News: દોઢસો રૂપિયાની ઉઘરાણી મુદ્દે રિક્ષાચાલક પર બે મિત્રોએ કર્યો ચપ્પુથી હુમલો

સંસ્કારી નગરી વડોદરા હવે અસંસ્કારી બની રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે માંજલપુર વિસ્તારમાં માત્ર 150 રૂપિયા જેવી નજીવી રકમ માટે એક યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. પૈસાની ઉઘરાણી કરતા મિત્રો જ દુશ્મન બન્યા હતા અને રિક્ષાચાલક યુવકને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.ઝઘડો પિતાએ શાંત પાડ્યો, પણ રાત્રે ખેલાયો ખૂની ખેલ ઘટનાની મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના માંજલપુરમાં રહેતો એક રિક્ષાચાલક યુવક તેના બે મિત્રો પાસે અગાઉના બાકી નીકળતા 150 રૂપિયાની ઉઘરાણી કરતો હતો. આ પૈસા બાબતે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે સમયે રિક્ષાચાલકના પિતાએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો અને બંને યુવકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. જોકે, આ મિત્રોના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. ચપ્પુના ઘા ઝીંકી હુમલાખોરો ફરાર ગઈકાલ રાત્રે જ્યારે રિક્ષાચાલક યુવક એકલો હતો, ત્યારે અચાનક આ બંને શખ્સો ચપ્પુ સાથે ત્રાટક્યા હતા. ઉઘરાણીનો ખાર રાખીને તેઓએ યુવક પર ચપ્પુથી ઉપરાછાપરી હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવક ઢળી પડતા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક વડોદરાની એસ.એસ.જી (SSG) હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. માત્ર દોઢસો રૂપિયા માટે મિત્રની જિંદગી જોખમમાં મૂકનાર આ નરાધમો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. આ પણ વાંચો - Vadodara news: અધિકારીઓનું બુદ્ધિનું પ્રદર્શન, બ્રિજ તો બનાવ્યો પણ લાઈટ લગાવવાનું જ ભૂલી ગયા

Read Full Story arrow_forward
Kheda News : ખેડાના મહેમદાવાદના રુદણ ગામે ધાર્મિક સંસ્થાના વહીવટને લઈ જૂથ અથડામણ, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા
calendar_today February 4, 2026

Kheda News : ખેડાના મહેમદાવાદના રુદણ ગામે ધાર્મિક સંસ્થાના વહીવટને લઈ જૂથ અથડામણ, 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા

જૂથ અથડામણમાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને ગામની ભાગોળમાં બનેલી ઘટના CCTVમાં કેદ થઈ છે, મસ્જિદ, મદરેસા અને દરગાહના વહિવટને લઈ આ માથાકૂટ થઈ હોવાની વાત સામે આવી છે, પોલીસે બંને પક્ષે 17 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે.ઝઘડાની અદાવતમાં મારામારી કરાઈ ! મહેમદાવાદના રૂદણ ગામે 15 દિવસ અગાઉ ઉર્સનો મેળો યોજાયો હતો અને દરગાહનો વહિવટ કરતા લોકો બેન્ડ લાવ્યા અને કવાલીનો શો કર્યો હતો તેની અદાવત રાખીને આ હુમલો કર્યો હતો અને ઝઘડાની અદાવત રાખી સબ્બીરમીયાના મોટા બાપા મહેબુબ સાથે મૂસ્તુફામીયા અને સફીમીયાએ ઝઘડો કરતા યુવક ત્યાં ગયો હતો. તે સમયે મૂસ્તુફામીયા સહિત સાત શખ્સો સશ્ત્ર હથિયારો લઇ આવી મહેબુબમીયા અને અસ્ફાકમીયા અપશબ્દો બોલી તુ મોટો વહીવટદાર થઇ ગયો છે, ઉર્સ વખતે અમારી સાથે કેમ ઝધડો કરવા આવ્યો હતો કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યો સમગ્ર મામલે પોલીસે સામસામે ગુનો નોંધ્યો છે અને રાયોટીંગનો ગુનો નોંધ્યો છે, ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડયા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના નિકોલમાંથી પોલીસે 2 કરોડનું "સમુદ્રી સોનું" ઝડપી પાડી એક શખ્સની કરી અટકાયત 

Read Full Story arrow_forward