android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha : ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન, ગબ્બર ઠાકોરે કહ્યું, અમે કોઇ ગુનો નથી કર્યો કે બંધારણ પણ નથી તોડ્યું...
calendar_today February 4, 2026

Banaskantha : ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન, ગબ્બર ઠાકોરે કહ્યું, અમે કોઇ ગુનો નથી કર્યો કે બંધારણ પણ નથી તોડ્યું...

બનાસકાંઠાના ડીસાના જાંબડીયા ગામે ઠાકોર સમાજના નવા બંધારણને લઈને આજે બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પણ ઉપસ્થિત રહી શકે છે. કલાકાર ગબ્બર ઠાકોરે કહ્યું હતું કે તેમણે કોઈ ગુનો કર્યો નથી અને કોઈ નિયમ તોડ્યો નથી, તેથી તેઓ બેઠકમાં ભાગ લેવા માટે તૈયાર છે. બંધારણની કોપી પણ ગામમાં આપવામાં આવી નથી અર્જુન ઠાકોરના જણાવ્યા પ્રમાણે, અમારા ગામના લોકો બંધારણ સમયે ગયા ન હતા અને બંધારણની કોપી પણ ગામમાં આપવામાં આવી નથી. અમે ડી.જે. વગાડ્યું એ માત્ર અમારા ગામમાં વાગ્યું હતું, કોઈ નિયમ તોડ્યો નથી તેમણે કહ્યું કે અમે જાનમાં ડી.જે. લઈને ગયા નથી. કોઈ નિયમ તોડ્યો નથી અને અમારા ઉપર કોઈ કાર્યવાહી થાય તેમ જ નથી.કલાકારો ડી.જે. ન વગાડી શકે તેવો કોઈ નિયમ નથી. જ્યારે કલાકાર ગબ્બર ઠાકોરે જણાવ્યું કે, ઠાકોર સમાજનું બંધારણ બન્યા છતાં તેના વિષે ગામમાં જાણ કરવામાં આવી નથી. અમે કોઈ નિયમ ભંગ કર્યો નથી. અમે બેઠકમાં ઉપસ્થિત રહીને અમારી વાત રજૂ કરીશું. અમારા વિરોધીઓએ આ મુદ્દો ઊભો કર્યો છે, પરંતુ અમે સદાય સમાજ સાથે રહીશું. કલાકારો ડી.જે. ન વગાડી શકે તેવો કોઈ નિયમ નથી. સમાજમાં સારી કોલેજ કે દવાખાનું થાય તેવું કંઇ થયું નથી સિંગર ગબ્બર ઠાકોરે કહ્યું કે અમે બંધારણ તોડ્યું જ નથી. અમે પુરુ પાલન કર્યું છે. બંધારણ હોય તો ત્રણ જિલ્લામાં કેમ તેનું પાલન કરાય છે. ગાંધીનગર બાજુ તો કલાકારોને રોજગારી મળે છે. નેતાઓને તો પગાર પણ આવે છે તો અમારું શું. આગેવાનોને કહીશું કે બંધાતરણ તોડ્યું નથી. કલાકારો સાથે સંકળાયેલા 10 હજાર લોકોનું જીવન કેવી રીતે ચાલશે . અમે મિટીંગ પણ કરીશું. સમાજ માટે કાયમ માટે છે ગબ્બર ઠાકોર. સમાજમાં સારી કોલેજ કે દવાખાનું થાય તેવું કંઇ થયું નથી અને સમાજના આગેવાનોને પણ કોઇ ફાયદો થયો નથી. આ પણ વાંચો----    Vadodara : ASI લક્ષ્મીકાંતનો કાંડ, તેની મિલકતો અને નાણાંકિય વ્યવહારોની ચકાસણી શરુ, શહેર પોલીસમાં નવાજૂનીના ભણકારા

Read Full Story arrow_forward
Surendranagar News: 50 વર્ષ જૂની ટાંકીના પોપડા ખર્યા, 10 હજાર લોકોના માથે તોળાતું જોખમ!
calendar_today February 4, 2026

Surendranagar News: 50 વર્ષ જૂની ટાંકીના પોપડા ખર્યા, 10 હજાર લોકોના માથે તોળાતું જોખમ!

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગામના 10,000થી વધુ લોકોની તરસ છીપાવતી પાણીની મુખ્ય ટાંકી અત્યારે પોતે જ મોતના મુખમાં ઉભી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અંદાજે 50 વર્ષ જૂની આ ટાંકીના સ્લેબ અને પિલરોમાં એવી મોટી તિરાડો પડી છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.ભૂતકાળની દુર્ઘટનાનો ભય સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલા ખોડુ ગામના લોકો માટે આ માત્ર જર્જરિત ટાંકી નથી, પરંતુ એક ડરામણો ભૂતકાળ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આજથી 35 વર્ષ પહેલા ખોડુ ગામે આવી જ એક પાણીની ટાંકી અચાનક તૂટી પડી હતી, જેમાં કેટલાક નિર્દોષ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આજે ફરી એ જ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, છતાં તંત્ર નિંદ્રામાં હોવાનું જણાય છે. 10 હજાર લોકોનું જોખમ, નવી ટાંકીની માગ આ ટાંકી ગામના હજારો લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે, પરંતુ તેના પિલરોમાં પડેલી તિરાડો અને ખરતા પોપડાને કારણે તેની નીચે ઉભા રહેવું પણ જોખમી બન્યું છે. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે, આ જર્જરિત ટાંકીને સલામત રીતે ઉતારી લેવામાં આવે અને નવી ટાંકી બનાવવામાં આવે. જો વહેલી તકે કાર્યવાહી નહીં કરવામાં આવે, તો કોઈ મોટી જાનહાનિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. આ પણ વાંચો - Surendranagar સબ જેલમાં કેદીઓ વચ્ચે પૈસા મુદ્દે મારામારી, ધારદાર વસ્તુથી હુમલો કરાતાં એક કેદીને હાથમાં 6 ટાંકા આવ્યા

Read Full Story arrow_forward
કડી ખાતે માર્ગ સલામતી સ્પર્ધાના વિજેતાઓને પરિવહન મંત્રી પ્રવીણ માળીના હસ્તે પુરસ્કાર વિતરણ કરાયું
calendar_today February 4, 2026

કડી ખાતે માર્ગ સલામતી સ્પર્ધાના વિજેતાઓને પરિવહન મંત્રી પ્રવીણ માળીના હસ્તે પુરસ્કાર વિતરણ કરાયું

ગુજરાતમાં અકસ્માતમાં મૃત્યુ પામાનારા લોકોની સંખ્યા વધી રહી છે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અકસ્માત રોકવા ટ્રાફિક કાયદા નિયમોનું પાલન કરવાને લઈને એક સ્પર્ધાનું આયોજન કરાય હતું. ગુજરાત રોડ સફેટી ઓથોરીટી દ્વારા ‘માર્ગ સરુક્ષા -જીવન રક્ષા’ થીમ અંતર્ગત રાજ્યકક્ષાનો માર્ગ સલામતી જાગૃતિ  કાર્યક્રર્યમ યોજાયો હતો. આ માર્ગ સલામતી સ્પર્ધામાં જે લોકો વિજેતા થયા તેમનું સન્માન કરાયું. આ પ્રસંગે  પરિવહન મંત્રી  પ્રવીણ માળીએ કહ્યું,  મારા મિત્રનું સીટબેલ્ટ ના પહરેવાના કારણેમાર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. જે દુર્ઘટર્ઘના એ મારું જીવન બદલી નાખ્યું. માર્ગ સલામતી દરેક એ જીવનપર્યતર્ય પાળવી જરૂરી”

Read Full Story arrow_forward