android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari : બીલીમોરાના દેસરા વિસ્તારમાં મંદિરમાં ચોરી કરી ભાઇ-બહેન નદીમાં કૂદ્યા અને કોતરમાં છુપાઈ ગયા
calendar_today February 4, 2026

Navsari : બીલીમોરાના દેસરા વિસ્તારમાં મંદિરમાં ચોરી કરી ભાઇ-બહેન નદીમાં કૂદ્યા અને કોતરમાં છુપાઈ ગયા

નવસારી જિલ્લાના બીલીમોરાના દેસરા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિરમાંથી ચોરી કરી ભાગતા એક યુવક અને તેની સગીર બહેનને સ્થાનિક લોકોએ જોઈ જતા બંને બચવા માટે અંબિકા નદીમાં કૂદી ગયા હતા.બીલીમોરા પોલીસ હરકતમાં આવી આ મામલે તત્કાળ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. . બંને ભાઇ બહેન ચોરીના સામાન સાથે નદીમાં કૂદતા જ બીલીમોરા પોલીસ હરકતમાં આવી હતી. નદીમાં કૂદી નજીકના કોતરમાં છુપાઈ ગયા ભાઈ-બહેન નદીમાં કૂદી નજીકના કોતરમાં છુપાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક ડ્રોન કેમેરા અને હોડીની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ચોરી કરી ભાગતા ભાઈ-બહેનને ઝડપી લેવાયા કલાકો સુધી ચાલેલી જહેમત બાદ પોલીસે ચોરી કરી ભાગતા ભાઈ-બહેનને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી મંદિરમાંથી ચોરી કરેલ સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ શરુ કરી પોલીસે એક યુવક અને તેની સગીર બહેનની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને મંદિરની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.આ પણ વાંચો-----   Banaskantha : ગબ્બર ઠાકોર સમાજની બહાર, ઠાકોર સમાજની બેઠકમાં કરાયો કડક નિર્ણય

Read Full Story arrow_forward
Vadodara News: બિલ્ડિંગની છત પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ
calendar_today February 4, 2026

Vadodara News: બિલ્ડિંગની છત પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ

સંસ્કારી નગરી વડોદરાના મકરપુરા વિસ્તારમાંથી એક અત્યંત હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં આવેલી 'હવેલી ફ્લેટ' નામની બિલ્ડિંગમાં રહેતી 20 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર બિલ્ડિંગની છત પરથી મોતની છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધો છે. યુવતીના આ આત્મઘાતી પગલાને કારણે પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ઘટના આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં યુવતી બિલ્ડિંગની છત પરથી નીચે પડતી જોવા મળી રહી છે. આ ફૂટેજ જોઈને સ્થાનિકોમાં પણ ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલી યુવતીને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી, પરંતુ ગંભીર ઈજાઓને કારણે યુવતીનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો બનાવની જાણ થતા જ મકરપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. 20 વર્ષની નાની ઉંમરે યુવતીએ આટલું મોટું ડગલું શા માટે ભર્યું? શું તે માનસિક રીતે પરેશાન હતી કે પછી કોઈ અંગત કારણ જવાબદાર હતું? તે દિશામાં પોલીસે પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ કરી છે. આત્મહત્યા પહેલા યુવતીએ કોઈ સ્યુસાઈડ નોટ લખી છે કે, કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો - Vadodara news: અધિકારીઓનું બુદ્ધિનું પ્રદર્શન, બ્રિજ તો બનાવ્યો પણ લાઈટ લગાવવાનું જ ભૂલી ગયા

Read Full Story arrow_forward
Rajkot News : સ્ટાફની ફોજ છતાં સેવામાં શૂન્યતા, સિવિલ હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારી સામે આવી
calendar_today February 4, 2026

Rajkot News : સ્ટાફની ફોજ છતાં સેવામાં શૂન્યતા, સિવિલ હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારી સામે આવી

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર દર્દીઓની સુવિધાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલ પાસે પૂરતો સ્ટાફ હોવાના દાવાઓ વચ્ચે પણ અત્યંત આઘાતજનક દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં દર્દીના સગાઓ જાતે સ્ટ્રેચર ખેંચીને એક વિભાગમાંથી બીજા વિભાગમાં જવા મજબૂર બન્યા હતા. પીડિત દર્દીના પરિવારજનોએ 'સંદેશ ન્યૂઝ' સમક્ષ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું કે, હોસ્પિટલ સ્ટાફ દ્વારા માત્ર સ્ટ્રેચર આપી દેવામાં આવ્યું હતું, પરંતુ તેની સાથે કોઈ વોર્ડ બોય કે કર્મચારી મદદ માટે આવ્યા નહોતા. ગંભીર હાલતમાં રહેલા દર્દીને વહેલી તકે સારવાર મળે તે હેતુથી લાચાર સ્વજનોએ જાતે જ સ્ટ્રેચર ચલાવવું પડ્યું હતું.રાજકોટ સિવિલમાં માનવતા મરી પરવારી આ મામલો સામે આવતા જ રોગી કલ્યાણ સમિતિના સદસ્ય રાજાભાઈ આહીર દર્દીઓની વહારે આવ્યા હતા અને તેમણે તંત્રની આ ભૂલનો સ્વીકાર કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે કબૂલ્યું હતું કે સ્ટ્રેચર ચલાવવાની જવાબદારી હોસ્પિટલના સ્ટાફની છે અને જે બન્યું તે વહીવટી તંત્રની મોટી બેદરકારી છે. રાજાભાઈએ ખાતરી આપી છે કે આ બાબતની સંપૂર્ણ માહિતી મેળવી લેવામાં આવી છે અને જવાબદાર કર્મચારીઓ સામે યોગ્ય પગલાં ભરીને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવશે. જોકે, આ ઘટનાએ સરકારી હોસ્પિટલોમાં મળતી પાયાની સેવાઓ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. આ પણ વાંચો : Ahmedabad News : ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી યુવકની 'ડિજિટલ ધરપકડ', સાયબર ઠગોએ રૂ. 34.28 લાખ પડાવ્યા

Read Full Story arrow_forward