android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : સરખેજ, ગ્યાસપુર અને ફતેહવાડીમાં જળ સંકટ, હાઈકોર્ટમાં પાણી મુદ્દે જાહેરહિતની અરજી
calendar_today February 4, 2026

Ahmedabad News : સરખેજ, ગ્યાસપુર અને ફતેહવાડીમાં જળ સંકટ, હાઈકોર્ટમાં પાણી મુદ્દે જાહેરહિતની અરજી

અમદાવાદ શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક મહત્વની જાહેરહિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. સરકારની મહત્વકાંક્ષી 'નલ સે જલ' યોજના હેઠળ દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં ગ્યાસપુર, સરખેજ, મકતમપુર અને ફતેહવાડી જેવા શહેરી વિસ્તારોમાં હજુ પણ પાણીનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે કે વહીવટી તંત્રની નિષ્ફળતાને કારણે હજારો નાગરિકો પાયાની જરૂરિયાત સમાન પાણીથી વંચિત રહી ગયા છે.હાઈકોર્ટમાં રજૂઆત અરજદાર દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે યોજનાના અમલીકરણમાં થતી બેદરકારીને કારણે સ્થાનિક રહીશોને ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે અથવા દૂષિત પાણીનો સામનો કરવો પડે છે. આ મામલે યોગ્ય તપાસ કરી સત્વરે પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી છે. નામદાર હાઈકોર્ટે આ અરજીને ગ્રાહ્ય રાખી છે અને આગામી દિવસોમાં આ ગંભીર મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર અને સ્થાનિક કોર્પોરેશન પાસેથી જવાબ માંગવામાં આવી શકે છે. આ પણ વાંચો : Gir Somnath News : કોડીનાર વિમાનસી હત્યા કેસ, મુખ્ય આરોપી કશ્યપ પુરોહિતને આજીવન કેદ, પિતાને પણ સજા

Read Full Story arrow_forward
Gandhinagar News : વડાપ્રધાને ભારતની પ્રજાનું હિત સાચવવા ચેલેન્જ ઉઠાવી, કોંગ્રેસનું કામ માત્ર વાતો કરવાનું છે :  જીતુ વાઘાણી
calendar_today February 4, 2026

Gandhinagar News : વડાપ્રધાને ભારતની પ્રજાનું હિત સાચવવા ચેલેન્જ ઉઠાવી, કોંગ્રેસનું કામ માત્ર વાતો કરવાનું છે : જીતુ વાઘાણી

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં વિકાસ કાર્યોને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, મહેસૂલ ક્ષેત્રે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમીન રિગ્રાન્ટ ના થઈ હોય અને જો થવા પાત્ર હોય તો પણ થઈ શકશે. વડાપ્રધાને ભારતની પ્રજાનું હિત સાચવવા ચેલેન્જ ઉઠાવી છે. અમેરિકાએ ટેરિફ ઘટાડ્યો એ મોટુ ઉદાહરણ છે. ભાજપ પ્રજાહિતના નિર્ણય લે છે. કોંગ્રેસનું કામ વાતો કરવાનું છે. કેન્દ્ર સરકારે 206 કરોડની ગ્રાન્ટ આપી રાજય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પ્રેસ મીડિયાને સંબોધન કરતાં કહ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં સુજલામ સુફલામને લઈ સૂચનાઓ આપવામાં આવી છે. 21 ફેબ્રુઆરીથી જળ અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન હોળી પહેલા શરૂ કરવામાં આવશે. આઠ વર્ષમાં 13993 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ભારત સરકારના પ્રોજેક્ટ હેઠળ 59 લાખ ખેડૂતો નોંધાયા છે. કેન્દ્ર સરકારે 206 કરોડની ગ્રાન્ટ આપી છે. 88 ટકા રજિસ્ટ્રેશનનું કામ પૂર્ણ થયું છે. જેમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. અંદાજે 80 લાખ પરિવારોને લાભ મળશે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 18થી 20 પ્રકારના સરકારી દસ્તાવેજો માટે સરળતા કરવામાં આવી છે. આવક અને જાતિના દાખલા સહિતના દસ્તાવેજો હવે સરળતાથી મળશે. આગામી પહેલી એપ્રિલથી ફેસ લેસ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. અંદાજે 80 લાખ પરિવારોને લાભ મળશે. તેમણે ટેરિફ મુદ્દે કોંગ્રેસના નિવેદન પર જવાબ આપતા કહ્યું હતું કે, વડાપ્રધાને ભારતની પ્રજાનું હિત સાચવવા ચેલેન્જ ઉઠાવી છે. અમેરિકાએ ટેરિફ ઘટાડ્યો એ મોટુ ઉદાહરણ છે. ભાજપ પ્રજાહિતના નિર્ણય લે છે. કોંગ્રેસનું કામ વાતો કરવાનું છે. આ પણ વાંચોઃ Rajkot News: રણછોડનગરમાં પટેલ વેપારીના ઘરેથી 140 કિલો ચાંદીની લૂંટ, ધારાસભ્ય સહિત પોલીસ કાફલો દોડતો થયો!

Read Full Story arrow_forward
Ahmedabad News : ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી યુવકની 'ડિજિટલ ધરપકડ', સાયબર ઠગોએ રૂ. 34.28 લાખ પડાવ્યા
calendar_today February 4, 2026

Ahmedabad News : ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી યુવકની 'ડિજિટલ ધરપકડ', સાયબર ઠગોએ રૂ. 34.28 લાખ પડાવ્યા

આજના સમયમાં સાયબર ગુનેગારો સાત સમંદર પાર બેઠેલા લોકો પર પણ તરાપ મારી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા એક ભારતીય યુવકને સાયબર ઠગોએ પોતાનો શિકાર બનાવી 'ડિજિટલ એરેસ્ટ' કર્યો હતો. ઠગોએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને CBIના અધિકારી તરીકે આપી હતી અને યુવકને ડરાવ્યો હતો કે તેના બેંક એકાઉન્ટ દ્વારા મોટા પાયે મની લોન્ડરિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે. ધરપકડ અને કાનૂની કાર્યવાહીના ડર હેઠળ, યુવકે પોતાની મહેનતની કમાણીમાંથી કુલ રૂ. 34.28 લાખ ગુનેગારોના જણાવ્યા મુજબના અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા.ડિજિટલ એરેસ્ટનો નવો શિકાર આ છેતરપિંડી એટલી ગંભીર હતી કે યુવકના અમદાવાદ સ્થિત બેંક એકાઉન્ટમાંથી પણ મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઠગાઈનો અહેસાસ થતાં યુવકે તાત્કાલિક ઓસ્ટ્રેલિયન સાયબર સિક્યુરીટી સેન્ટરમાં આ અંગે જાણ કરી હતી. બીજી તરફ, ભારતમાં આ મામલે યુવકના પિતાએ અમદાવાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે કે આ આંતરરાષ્ટ્રીય સાયબર રેકેટના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે. સાયબર એક્સપર્ટ્સ સતત લોકોને ચેતવણી આપી રહ્યા છે કે કોઈ પણ સરકારી એજન્સી વીડિયો કોલ દ્વારા ક્યારેય 'ડિજિટલ એરેસ્ટ' કરતી નથી. આ પણ વાંચો : Ahmedabad News : સરખેજ, ગ્યાસપુર અને ફતેહવાડીમાં જળ સંકટ, હાઈકોર્ટમાં પાણી મુદ્દે જાહેરહિતની અરજી

Read Full Story arrow_forward