android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : રાજકોટ મનપા કમિશનરે ડ્રાફટ બજેટ કર્યુ રજૂ, 20 ફેબ્રુઆરી સુધી સ્ટેન્ડિંગ કમિટી બજેટને આપશે આખરી મંજૂરી
calendar_today February 4, 2026

Rajkot News : રાજકોટ મનપા કમિશનરે ડ્રાફટ બજેટ કર્યુ રજૂ, 20 ફેબ્રુઆરી સુધી સ્ટેન્ડિંગ કમિટી બજેટને આપશે આખરી મંજૂરી

ચુંટણીના મહાપાલિકાની પડઘમ વચ્ચે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સતત બીજા વર્ષે આજે ડ્રાફટ બજેટ રજૂ કર્યુ હતુ. રાજકોટ મહાપાલિકાના બજેટનું કદ 3500 કરોડથી વધુ રહેવાની શક્યતા છે ત્યારે ચુંટણી વર્ષમાં ફરી એક વખત રાજકોટવાસીઓ ઉપર કરબોજ લાદવાની સંભાવના છે. જો કે, આવતીકાલે રજુ થનાર બજેટમાં ગત વર્ષે રજુ કરવામાં આવેલા મોટા પ્રોજેક્ટ નવા વર્ષમાં પુરા કરવા માટે મહાપાલિકા દ્વારા ખાસ એકશન પ્લાન બનાવવામાં આવ્યો હોવાના નિર્દેશ મળી રહ્યા છે. ગાર્બેજ કલેકશન ચાર્જમાં ઝિંકવામાં આવ્યો હતો સત્તાવાર સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટ મહાપાલિકાનું વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૮૧૭.૮૧ કરોડની બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં તત્કાલીન કમિશનર દ્વારા મહાપાલિકાને AA નગેટીવ ક્રેડિટ રેટીંગમાંથી અપગ્રેડ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૫-૨૬માં ૩૧૧૨.૨૮ કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ગાર્બેજ કલેકશન ચાર્જમાં ઝિંકવામાં આવ્યો હતો. ૫૫ કરોડની આવક ઉભી કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. ગત વર્ષ કરતા કરવેરાનો બોજો વધવાની શકયતા આ ઉપરાંત ૧૦૦ કરોડના બોન્ડ ઈસ્યુ કરવાની જાહેરાત કરી હતી અને બોન્ડ ઈસ્યુ કરવામાં આવ્યા પછી પણ મહાપાલિકાની નાણકીય હાલત ડામાડોળ થતા વધારાની ૨૦૦ કરોડની લોન લેવાની મંજુરી આપવામાં આવી હતી. મહાપાલિકા હસ્તકના પ્લોટ વહેચવા પડ્યા છે. આ ઉપરાંત વેરા વસુલાતનો ટાર્ગેટ ૬૦૦ હાથ કરોડને પાર કરવા માટે સિલીંગ ઝુંબેશ ધરવામાં આવી હતી. છતાંપણ મહાપાલિકા તંત્રથી ટાર્ગેટ સુધી પહોચી શકાયું નથી. હવે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા આજે બીજુ ડ્રાફટ બજેટ રજુ કર્યુ હતુ. આ બજેટનું કદ ૩૫૦૦ કરોડની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગત વર્ષ કરતા બજેટનું કદ ૪૦૦-૫૦૦ કરોડ વધતા શહેરીજનો ઉપર કરવેરાનો બોજ આવે તેવી શક્યતા છે. આ પણ વાંચો : Botad News : બોટાદ શહેરમાં 6 થી 8 ફેબ્રુઆરી સુધી પાણી વિતરણ બંધ રહેશે, જાણો આ છે કારણ

Read Full Story arrow_forward
Stock Market Opening: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 83,790 અંકે ખૂલ્યો
calendar_today February 4, 2026

Stock Market Opening: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 83,790 અંકે ખૂલ્યો

અમેરિકા સાથેના વેપાર સોદાની અસર દેખાવા લાગી છે. FII એ 28 ઓક્ટોબર પછી સૌથી મોટી ખરીદી કરી છે. રોકડ અને ફ્યુચર્સ સહિત આશરે ₹17,000 કરોડની ખરીદી થઈ હતી. જોકે, નિફ્ટી ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યો છે. દરમિયાન, એશિયાના બજારો મિશ્ર ટ્રેડિંગ કરી રહ્યા છે. જોકે, ગઈકાલે, IT શેરોના વેચાણને કારણે Nasdaq લગભગ 1.5% ઘટ્યો હતો.શેરબજારની ફ્લેટ શરૂઆત સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં પણ ફ્લેટ ખૂલ્યા. આજે સેન્સેક્સ 90.55 પોઇન્ટના વધારા સાથે 83,829.68 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 60.30પોઇન્ટના વધારા સાથે 25,787.85 અંકે ખૂલ્યો. આઇટી સેક્ટર માટે પડકાર આઇટી સેક્ટર માટે નવો પડકાર સામે આવ્યો છે. એઆઇ કંપની એન્થ્રોપિકએ નવો એઆઇ ઓટોમેશન ટૂલ લોન્ચ કર્યો છે જેનાથી ભયનો માહોલ જોવા મળ્યો છે. ડેટા અને ઇન્ફોમેશન સર્વિસ કંપનીઓો કારોબાર ગુમાવવાનો ડર વધ્યો. gartnerનો શેર 25 ટકા સુધી તૂટ્યો વિપ્રો, ઇન્ફોસિસના એડીઆર પણ 5થી 10 સુધી નીચે ઉતર્યો. મંગળવારે જોવા મળી હતી તેજી અગાઉ, મંગળવારે સ્થાનિક શેરબજારમાં મજબૂત તેજી જોવા મળી હતી, જેમાં આઠ મહિનાથી વધુ સમયમાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 4,025 પોઈન્ટ જેટલો વધ્યો હતો. જોકે, પાછળથી તેણે તેના કેટલાક ફાયદા ગુમાવ્યા અને 2,073 પોઈન્ટ અથવા 2.5 ટકા વધીને 83,739 પર બંધ થયો. નિફ્ટી 639 પોઈન્ટ અથવા 2.5 ટકા વધીને 25,728 પર બંધ થયો. વૈશ્વિક બજારો શું સૂચવે છે? વોલ સ્ટ્રીટ સૂચકાંકો નીચા સ્તરે બંધ થયા. રોકાણકારોએ ટેક્નોલોજી શેરોમાંથી નાણાં આર્થિક સુધારા સાથે જોડાયેલા અન્ય શેરોમાં ફેરવ્યા. ટ્રેડિંગના અંતે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.34 ટકા, S&P 500 0.84 ટકા અને Nasdaq 1.43 ટકા ઘટ્યો હતો. બુધવારે સવારે એશિયન શેરબજારો મિશ્ર રહ્યા, જેમાં કોઈ મોટા હકારાત્મક સંકેતો નહોતા. ચીનનો CSI 300 ઇન્ડેક્સ 0.29 ટકા, હોંગકોંગનો હેંગ સેંગ 0.05 ટકા અને જાપાનનો નિક્કી 0.61 ટકા ઘટ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.54 ટકા વધ્યો હતો. કોમોડિટી માર્કેટમાં, હાજર સોનાના ભાવ 1 ટકાથી વધુ વધીને $5,002 પ્રતિ ઔંસ થયા, જ્યારે હાજર ચાંદી 0.69 ટકા વધીને $85.70 પ્રતિ ઔંસ થઈ ગઈ. આર્થિક મોરચે, જાપાન અને ભારત બંને આજે જાન્યુઆરી માટે S&P ગ્લોબલ/HSBC કમ્પોઝિટ અને સર્વિસીસ PMI (અંતિમ) ડેટા જાહેર કરવાના છે.Gold Silver Rate Today : ફરીથી ચાંદીએ પકડી તેજી, સોનામાં પણ ઉછાળો, જાણો 3 ફેબ્રુઆરીએ કેટલુ મોંઘુ થયુ સોનું અને ચાંદી

Read Full Story arrow_forward
Cyber fraud : કંપનીના ડિરેક્ટર બનીને ₹10 લાખની ઠગાઈ, ગુરુગ્રામમાં બે નાઇજીરીયન ધરપકડ
calendar_today February 4, 2026

Cyber fraud : કંપનીના ડિરેક્ટર બનીને ₹10 લાખની ઠગાઈ, ગુરુગ્રામમાં બે નાઇજીરીયન ધરપકડ

ગુરુગ્રામ પોલીસએ સાયબર છેતરપિંડીના એક ગંભીર કેસમાં બે નાઇજીરીયન નાગરિકોની ધરપકડ કરી છે. આરોપીઓ કંપનીના ડિરેક્ટર તરીકે ખોટી ઓળખ આપી વોટ્સએપ મારફતે કર્મચારીઓનો સંપર્ક કરતા હતા અને તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કરીને લાખો રૂપિયાની ઠગાઈ કરતા હતા.  નકલી પ્રોફાઇલ બનાવી હતી પોલીસ અનુસાર, આરોપીઓએ નકલી પ્રોફાઇલ બનાવી કર્મચારીઓમાં વિશ્વાસ જગાવ્યો હતો. તેઓ પોતાને કંપનીના ટોચના અધિકારી હોવાનું કહીને “અત્યંત તાત્કાલિક” ચુકવણી કરવાની વાત કરતા હતા. કર્મચારીઓએ કોઈ શંકા ન રાખતા તેમના જણાવેલા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. કુલ મળીને આશરે ₹10 લાખની છેતરપિંડી આ રીતે આરોપીઓએ કુલ મળીને આશરે ₹10 લાખની છેતરપિંડી કરી હતી. આ કેસની તપાસ સાયબર ક્રાઇમ ઇસ્ટ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી હતી. ટેકનિકલ એનાલિસિસ, ડિજિટલ ટ્રેકિંગ અને મોબાઇલ ડેટાના આધારે પોલીસએ બંને આરોપીઓને 31 જાન્યુઆરીએ નાથુપુર ગામ વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઓજો ઉયોશા અને જેમ્સ તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન ઉયોશાએ સ્વીકાર્યું કે બંને મળીને કંપનીના કર્મચારીઓને નિશાન બનાવી આ છેતરપિંડી આચરતા હતા. પોલીસ રેકોર્ડ મુજબ, જે બેંક ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા હતા, તેના સામે પહેલાથી જ બે અન્ય સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે.  બે મોબાઈલ ફોન અને ત્રણ સિમ કાર્ડ પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને ત્રણ સિમ કાર્ડ જપ્ત કર્યા છે. આ ઉપકરણોને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે જેથી આ ગેંગ અન્ય કોઈ સાયબર ઠગાઈમાં સંડોવાયેલી છે કે નહીં તેની તપાસ કરી શકાય. વિઝા સંબંધિત તપાસમાં જાણવા મળ્યું છે કે ઓજો ઉયોશા 2014માં વિદ્યાર્થી વિઝા પર ભારત આવ્યો હતો, જ્યારે જેમ્સ 2023માં પ્રવાસી વિઝા પર આવ્યો હતો. પોલીસ હવે તેમની ભારતની અંદરની પ્રવૃત્તિઓ, સંપર્કો અને સંભવિત નેટવર્ક વિશે વધુ તપાસ કરી રહી છે. વધુ તપાસ ચાલુ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને ત્રણ દિવસની પોલીસ કસ્ટડી સોંપી છે. પોલીસનું કહેવું છે કે તપાસ હજુ ચાલુ છે અને આવનારા દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ અજાણી વોટ્સએપ મેસેજ કે ફોન કોલ પર વિશ્વાસ ન કરે અને પૈસા ટ્રાન્સફર કરતા પહેલા યોગ્ય ચકાસણી અવશ્ય કરે. સાયબર ઠગાઈથી બચવા સાવચેતી અને જાગૃતિ અત્યંત જરૂરી છે. આ પણ વાંચો : India US trade deal : પરમાણુથી ખનિજો સુધી, ભારત-અમેરિકા વેપાર કરારમાં શું થયું ખાસ?

Read Full Story arrow_forward