android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh : મહાશિવરાત્રિના મેળા માટે વહીવટી તંત્ર સજ્જ, ​રવેડી રૂટ, મૃગીકુંડ શાહી સ્નાન વ્યવસ્થા ગોઠવાઈ, રોશનીથી ભવનાથ તળેટી ઝળહળશે
calendar_today February 4, 2026

Junagadh : મહાશિવરાત્રિના મેળા માટે વહીવટી તંત્ર સજ્જ, ​રવેડી રૂટ, મૃગીકુંડ શાહી સ્નાન વ્યવસ્થા ગોઠવાઈ, રોશનીથી ભવનાથ તળેટી ઝળહળશે

જૂનાગઢમાં 11 ફેબ્રુઆરીથી ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ માટે વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મેળાની તમામ તૈયારીઓની સમીક્ષા કરી છે.20 વિવિધ સમિતિઓની કામગીરીનું નિરીક્ષણ કુલ 20 વિવિધ સમિતિઓની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પીવાનું પાણી અને આરોગ્ય સુવિધા યોગ્ય રીતે ઉપલબ્ધ રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક નિયમન અને સફાઈ વ્યવસ્થા માટે કડક સૂચના ટ્રાફિક નિયમન અને સફાઈ વ્યવસ્થા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. રવેડી રૂટ અને મૃગીકુંડ શાહી સ્નાન માટે અલગ વ્યવસ્થા ગોઠવાઈ છે, જેથી ભક્તો સરળતાથી દર્શન કરી શકે. રોશનીથી ભવનાથ તળેટી ઝળહળશે મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને રોશનીથી ભવનાથ તળેટી ઝળહળશે. જિલ્લા અને વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ પણ વાંચો----    Vadodara : ASI લક્ષ્મીકાંતનો કાંડ, તેની મિલકતો અને નાણાંકિય વ્યવહારોની ચકાસણી શરુ, શહેર પોલીસમાં નવાજૂનીના ભણકારા

Read Full Story arrow_forward
Botad News : બોટાદ શહેરમાં 6 થી 8 ફેબ્રુઆરી સુધી પાણી વિતરણ બંધ રહેશે, જાણો આ છે કારણ
calendar_today February 4, 2026

Botad News : બોટાદ શહેરમાં 6 થી 8 ફેબ્રુઆરી સુધી પાણી વિતરણ બંધ રહેશે, જાણો આ છે કારણ

આ ઉપરાંત બોટાદના ઢાંકી ગામ ખાતે સંપની સાફ સફાઈની પણ કામગીરી કરવામાં આવશે. જેના લીધે બોટાદ શહેરમાં નિયત કરેલા સમય સુધી પાણી વિતરણ બંધ રહેશે. આથી, બોટાદવાસીઓએ પાણીના જથ્થાનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો તેમજ પાણીનો વ્યય ન કરવો તેમ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશની જાહેરાત બોટાદની પીએમ સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.૦૯ અને ૧૧માં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિધાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રવેશ પરીક્ષા માટે નોંધણી કરેલ પરીક્ષાર્થીઓના પરીક્ષા કેન્દ્રો આ મુજબ છે. ધો.૦૯ LEST માટે શ્રીમતી એલ.જે.શાહ હાઈસ્કૂલ, ગોકૂળ મેડિકલ રોડ જ્યારે ધો.૧૧ LEST માટે એમ.ડી.શાહ વિદ્યાલય ,પાળીયાદ રોડ તથા ધો.૧૧ LEST માટે આર.સી.એ.શાહ બોયઝ હાઈસ્કૂલ,હવેલી ચોક પાસે બોટાદ ખાતે છે. આ પ્રવેશ પરીક્ષા માટે પરીક્ષાર્થીઓનો રીપોર્ટીંગ સમય તા.૦૭/૦૨/૨૦૧૬ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાનો રહેશે. તેમ આચાર્યની યાદીમાં જણાવાયું છે. બોટાદ તાલુકાનો સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૦૨/૨૦૨૬ના રોજ યોજાશે બોટાદ તાલુકા (શહેર તથા ગ્રામ્ય)નો ફેબ્રુઆરી-૨૦૨૬ના માસનો તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ-૨૫/૦૨/૨૦૨૬ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ, મામલતદાર-કચેરી બોટાદ ખાતે યોજાશે. આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરકારની તમામ કચેરી/વિભાગને લગત તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારશ્રીએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તારીખ-૧૩/૦૨/૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજનાં ૬:૧૦ કલાક સુધી અરજી કરવા અથવા https://swagat.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા મામલતદાર, બોટાદ(ગ્રામ્ય) દ્વારા જણાવવામાં આવે છે. આ પણ વાંચો : Cancer Day 2026 News : ગુજરાતમાં કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો, છેલ્લા 4 વર્ષમાં પુરુષોને સૌથી વધુ મોઢાના કેન્સર

Read Full Story arrow_forward
Surat: ખજોદ ડમ્પિંગ સાઇટ પર 42 કલાક વિતવા છતાં આગ હજું પણ બેકાબૂ, 15 લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવાયો
calendar_today February 4, 2026

Surat: ખજોદ ડમ્પિંગ સાઇટ પર 42 કલાક વિતવા છતાં આગ હજું પણ બેકાબૂ, 15 લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવાયો

સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ પર આગ 42 કલાક પસાર થયા પછી પણ બેકાબૂ રહી છે. ફાયર વિભાગના 50થી વધુ જવાનો સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્ન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આગ પર કાબૂ મેળવવા માટે 15 લાખ લિટરથી વધુ પાણીનો વપરાશ કરવામાં આવ્યો છે. દુર્ગંધ, ધુમાડાના કારણે લોકો પરેશાન આગ લાગતા ડમ્પિંગ સાઇટમાંથી દુર્ગંધ અને ધુમાડો નીકળી રહ્યો છે જેથી નજીકના વિસ્તારોમાં રહેતા લોકો માટે પરેશાનીનું કારણ બની ગયો છે. તેમ છતાં સદનસીબે કોઈ જાનહાની થયાની જાણ નથી. કચરા કૌંભાડ બાદ આગ આગ દોઢ દિવસથી લાગી છે અને સતત પાણીનો મારો ચલાવાઇ રહ્યો છે અને 15 લાખ લિટર પાણી વપરાયું હોવા છતાં આગ હજું પણ બેકાબૂ છે. કચરા કૌંભાડ બાદ આગ લાગવાની ઘટનાએ કોર્પોરેશનના રાજકીય મોરચે ગરમાવો લાવી લીધો છે  ડંમ્પિગ સાઇડ પર આગ લાગી છે કે લગાવામાં આવી છે શહેરમાં એક જ ચર્ચા છે કે ડંમ્પિગ સાઇડ પર આગ લાગી છે કે લગાવામાં આવી છે. બીજી તરફ આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડ સતત પ્રયાસો કરી રહ્યું છે. આ પણ વાંચો----    Vadodara : ASI લક્ષ્મીકાંતનો કાંડ, તેની મિલકતો અને નાણાંકિય વ્યવહારોની ચકાસણી શરુ, શહેર પોલીસમાં નવાજૂનીના ભણકારા

Read Full Story arrow_forward