US India trade deal : ટ્રેડ ડીલની જાહેરાત બાદ અમેરિકી વિદેશ મંત્રી અને રુબિયોની મુલાકાત, જાણો ક્યા મુદ્દે થઇ ચર્ચા ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સીમાચિહ્નરૂપ વેપાર કરાર પર મહોર લગાવ્યાના થોડા સમય પછી, ગઈકાલે (૩ ફેબ્રુઆરી) વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાની એક ઉચ્ચ-પ્રોફાઇલ મુલાકાત શરૂ કરી. આ મુલાકાત પાછળનો સંદેશ સ્પષ્ટ છે: બંને લોકશાહી દેશો વચ્ચે આર્થિક ભાગીદારી એક નવા તબક્કામાં પ્રવેશી રહી છે, જેમાં હવે એક મહત્વપૂર્ણ ખનિજ એજન્ડાનો પણ સમાવેશ થાય છે.3 દિવસ અમેરિકાની મુલાકાતે વિદેશ મંત્રી જયશંકરે 2 થી 4 ફેબ્રુઆરી સુધી અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે છે, તેમણે ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે અલગ-અલગ બેઠકો કરી. નવી દિલ્હી અને વોશિંગ્ટન વેપાર, ઉર્જા, પરમાણુ ઉર્જા, સંરક્ષણ, ટેકનોલોજી અને સપ્લાય ચેઇન સુરક્ષામાં સહયોગને વધુ મજબૂત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે, તે જોતાં આ બેઠકો મહત્વપૂર્ણ બની રહી છે. ટ્રેડ ડીલનું કર્યુ સ્વાગત જયશંકરની મુલાકાત રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા પીએમ મોદી સાથેની વાતચીત બાદ બંને દેશો વચ્ચે એક મોટા વેપાર સોદાની જાહેરાત કર્યાના એક દિવસ પછી આવી. કરાર હેઠળ અમેરિકાએ ભારતીય માલ પર પરસ્પર ટેરિફ 25% થી ઘટાડીને 18 ટકા કર્યો, જે તાત્કાલિક અસરથી લાગુ થશે. મંગળવારે વોશિંગ્ટનમાં તેમની મુલાકાત દરમિયાન જયશંકરે તેમના યુએસ સમકક્ષ માર્કો રુબિયો સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે થયેલા વેપાર કરારનું "સ્વાગત" કર્યું. બંનેએ મહત્વપૂર્ણ ખનિજોના સંશોધન અને ખાણકામ પર દ્વિપક્ષીય સહયોગને "ઔપચારિક" બનાવવા પર પણ ચર્ચા કરી. બુધવારે (4 ફેબ્રુઆરી) અમેરિકા દ્વારા આયોજિત પ્રથમ ક્રિટિકલ મિનરલ્સ મંત્રીસ્તરીય બેઠક પહેલા રુબિયોએ જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. બેઠક પર વિદેશ મંત્રીની પોસ્ટ મીટિંગ બાદ, વિદેશ મંત્રી જયશંકરે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું, "આજે બપોરે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ સાથે મુલાકાત કરવાનો આનંદ થયો. અમે અમારા દ્વિપક્ષીય સહયોગ એજન્ડા અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક વાતચીત કરી." તેમણે આગળ લખ્યું, "ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીના પાસાઓમાં વેપાર, પરમાણુ, ઊર્જા, સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે. અમે અમારા સહિયારા હિતોને આગળ વધારવા માટે વિવિધ પદ્ધતિઓ હેઠળ ટૂંક સમયમાં બેઠકો યોજવા માટે પણ સંમત થયા છીએ." આ બેઠક અંગે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે રુબિયો અને જયશંકરે "રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે થયેલા વેપાર કરારનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ નવી આર્થિક તકો ખોલવા અને આપણા સહિયારા ઉર્જા સુરક્ષા લક્ષ્યોને આગળ વધારવા માટે આપણા લોકશાહી દેશોના સાથે મળીને કામ કરવાના મહત્વ પર ભાર મૂક્યો." તેમની X પોસ્ટમાં, રુબિયોએ કહ્યું કે તેઓ જયશંકર સાથે "મહત્વપૂર્ણ ખનિજોના સંશોધન પર આપણા દ્વિપક્ષીય સહયોગની ચર્ચા કરવા અને આપણા બંને દેશો વચ્ચે નવી આર્થિક તકો ખોલવા માટે સાથે મળીને કામ કરવા" માટે મળ્યા હતા. તેમણે અમેરિકા અને ભારત વચ્ચે થયેલા વેપાર કરારની પણ પ્રશંસા કરી. જયશંકર અને રુબિયો વચ્ચેની આ મહત્વપૂર્ણ બેઠક રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથસોશિયલ પર જાહેરાત કર્યાના એક દિવસ પછી આવી હતી જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઇ.
Read Full Story arrow_forward