android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : સુરેન્દ્રનગરના ચોટીલામાં ગૌશાળા ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટે ડેપ્યુટી કલેક્ટરને ખખડાવ્યા, કાયદાકીય કાર્યવાહી વિના ગૌશાળા ન તોડવી : HC
calendar_today February 4, 2026

Ahmedabad News : સુરેન્દ્રનગરના ચોટીલામાં ગૌશાળા ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટે ડેપ્યુટી કલેક્ટરને ખખડાવ્યા, કાયદાકીય કાર્યવાહી વિના ગૌશાળા ન તોડવી : HC

સુરેન્દ્રનગરના ચોટીલાના નવગ્રહ મંદિર પાસેની ગૌશાળાને તોડી પાડવા મુદ્દે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો. ખુદ મામલતદાર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તેવી બાંહેધરી હાઈકોર્ટ સમક્ષ આપવામાં આવી હતી. તેમ છતાં રાતોરાત ગેરકાયદે રીતે ગૌશાળાનું બાંધકામ તોડી નંખાતા અને ગાયોનો આશરો છીનવી લેવાતા જસ્ટિસ નિરલ આર. મહેતાએ જવાબદાર મામલતદાર અને ડેપ્યુટી કલેકટર એચ.ટી. મકવાણાનો જોરદાર ઉધડો લઇ નાખ્યો હતો. જવાબદાર મામલતદાર અને ડેપ્યુટી કલેકટર એચ.ટી. મકવાણાનો ઉધડો લીધો કોર્ટે હાઈકોર્ટના સ્ટેટસ કવો અને કોર્ટ રૂબરૂ બાંહેધરી છતાં પોતાની સત્તાના જોરે અદાલતી કાર્યવાહીને અવગણવાના સરકારી અધિકારીઓને વલણને લઈ બંને અધિકારીઓને આડા હાથે લીધા હતા. એક તબક્કે નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સુરેન્દ્રનગરના ચોટીલાના નવગ્રહ મંદિર પાસેની ગૌશાળાને તોડી પાડવા મુદ્દે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો. ખુદ મામલતદાર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તેવી બાંહેધરી હાઈકોર્ટ સમક્ષ આપવામાં આવી હતી. તેમ છતાં રાતોરાત ગેરકાયદે રીતે ગૌશાળાનું બાંધકામ તોડી નંખાતા અને ગાયોનો આશરો છીનવી લેવાતા જસ્ટિસ નિરલ આર. મહેતાએ જવાબદાર મામલતદાર અને ડેપ્યુટી કલેકટર એચ.ટી. મકવાણાનો જોરદાર ઉધડો લઇ નાખ્યો હતો. ગૌશાળા તોડવામાં મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા સાચી હકીકત છૂપાવવા પ્રયાસ કરવામાં આવ્યો હાઈકોર્ટના સ્ટેટસ કવો અને કોર્ટ રૂબરૂ બાંહેધરી છતાં પોતાની સત્તાના જોરે અદાલતી કાર્યવાહીને અવગણવાના સરકારી અધિકારીઓને વલણને લઈ બંને અધિકારીઓને આડા હાથે લીધા હતા. એક તબક્કે નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ગૌશાળા તોડવાના વિવાદમાં સ્થાનિક મામલતદાર અને ડેપ્યુટી કલેકટર દ્વારા સાચી હકીકતો છુપાવવાનો પ્રયાસ થતાં જસ્ટિ નિરલ આર મહેતા દ્વારા પૂછાયેલા સવાલોમાં બંને સરકારી અધિકારીઓ સલવાયા હતા. અરજદારે અદાલતનું ધ્યાન દોર્યું કે તા.૨૪-૧૧-૨૦૨૫ના રોજ ડિમોલીશન ઓર્ડરની વાત સત્તાવાળા રજૂ કરે છે પરંતુ અરજદારને તે ઓર્ડર મળ્યો જ નથી. કોર્ટમાં કેસની કાર્યવાહી બાદ તા.૧૭મી જાન્યુઆરીએ તેમને નોટિસ મળી હતી અને તે પણ સાદી પોસ્ટથી મોકલાઈ હતી. જો કે પોસ્ટ વિભાગના તારીખ મારેલા સિક્કા પરથી વહીવટી તંત્ર પોતાને સાચું સાબિત કરવા કોર્ટની પ્રોસિજર સાથે પણ ગંભીર રમત રહી હોવાનું ફલિત થાય છે. ડેપ્યુટી કલેક્ટર ગાડીમાંથી ઉતરે એટલે સિંઘમના ગીતો વગાડે છે : અરજદાર હાઇકોર્ટે અધિકારીઓને સવાલ કર્યો કે. તમે કયારે ઓર્ડર પસાર કર્યો છે? જેના જવાબમાં મામલતદારે જણાવ્યું કે, ૨૪ નવેમ્બરે. તેથી હાઇ કોર્ટે તેમને સાફ શબ્દોમાં સુણાવ્યું કે, તો પછી ૨૦૨૬નો હુકમ કેમ બતાવે છે ? જેથી મામલતદારે બચાવ કર્યો હતો કે, તે કારકૂનની ભૂલ છે. જેથી હાઇકોર્ટે જણાવ્યું કે, તમે કોઇપણ પ્રોસિડીંગ્સ અનુસર્યા વિના કાર્યવાહી કરી છે અને તારીખ વિનાના આવા ડિમોલીશનના કારણે તમે ખોટું કર્યુ છે તે સ્પષ્ટ થાય છે, તેથી તમારે આનું પરિણામ તો ભોગવવું જ પડશે. ટ્રસ્ટ તરફથી જણાવાયું કે, ડેપ્યુટી કલેકટર દ્વારા ટ્રસ્ટને આશ્વાસન અપાયું હતું કે, હાઇકોર્ટના નિર્દેશ મુજબ, કોઇ કાર્યવાહી આગળ કરવામાં આવશે નહી પરંતુ ગૌશાળા તોડી પાડવામાં આવી હતી અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેસીબી મશીનથી ગૌશાળા તોડી પાડવાની કામગીરી કરાઈ છે. ડેપ્યુટી કલેકટર સરકારમાં પોતાનું કામ કર્યાનો જોરદાર દેખાડો કરે છે અને આ માટે કાયદો હાથમાં લે છે અને ગાડીમાંથી ઉતરે એટલે સિંઘમના ગીતો વગાડી કામ કર્યાનો વટ પાડે છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ કોર્પોરેશનનું આજે ડ્રાફટ બજેટ થશે રજૂ, બજેટનું કદ 16,000 કરોડથી વધુનું હોવાની શકયતા

Read Full Story arrow_forward
Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડાનો કેસ, વસંત ગજેરા પાસે દુકાન ખરીદનારની IT વિભાગ કરશે તપાસ
calendar_today February 4, 2026

Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડાનો કેસ, વસંત ગજેરા પાસે દુકાન ખરીદનારની IT વિભાગ કરશે તપાસ

વસંત ગજેરાને ત્યાં ઈન્કમટેક્સ વિભાગની તપાસ તો પૂરી થઈ ગઈ છે. પરંતુ તેને ત્યાંથી કબજે કરવામાં આવેલા દસ્તાવેજની ઊલટતપાસ કરવામાં આવનાર છે. તેમાં તેની પાસેથી ઘર, દુકાન કે ઓફિસ ખરીદનારાઓએ પોતાની આવકના સ્ત્રોત બતાવવા માટે આગામી દિવસોમાં નોટિસ મોકલવામાં આવે તેવી પણ શક્યતા રહેલી છે, કારણ કે કબજે કરાયેલા દસ્તાવેજમાં કેટલીક ડાયરી પણ મળી આવી છે તેમાં ઘર, દુકાન અને ઓફિસનો સોદો કરાવનારાઓના નામ સહિતની વિગતો પણ કબજે કરવામાં આવી છે. કેટલાક કર્મચારીઓના મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે આઇટી અધિકારીઓએ કબજે કરેલા દસ્તાવેજી પુરાવાના આધારે હવે કરદાતાઓના રિટર્નની ચકાસણી કરશે. તેમાં કરદાતાએ જે પણ ખરીદી કરી છે તેની વિગતો આઈટી રિટર્નમાં દર્શાવી છે કે નહીં તે તપાસ કરવામાં આવશે. જો તે દર્શાવવામાં આવી નહીં હોય તો તેની વિગતો રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવશે. આ ઉપરાંત આઈટી અધિકારીઓએ જપ્ત કરેલા દસ્તાવેજમાં કેટલીક ડાયરીઓ પણ મળી આવી છે. તેમાં માર્કેટ પ્રમાણે દલાલના નામ અને સોદાની રકમ સહિતના પણ પુરાવા મળ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જેથી દલાલોની સાથે સાથે ખરીદનારાઓ પણ હવે ભેરવાય તેમ છે. આ ઉપરાંત તપાસ દરમિયાન અધિકારીઓએ કર્મચારીઓના નિવેદન પણ એક પછી એક લીધા છે. સાથે સાથે કેટલાક કર્મચારીઓના મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે. કેટલીક વોટ્સએપ ચેટ મળી આવી છે આ તમામ બાબતોની આગામી દિવસોમાં તપાસ કરીને વધુમાં વધુ ટેક્સ ચોરી પકડી શકાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત વસંત ગજેરા એન્ડ કંપની દ્વારા ખરીદવામાં આવેલી જમીનમાં કેટલા રુપિયા ચેકથી ચુકવવામાં આવ્યા અને બાકીના નાણાં કેવી રીતે ચુકવવામાં આવ્યા તેની પણ તપાસ કરવામાં આવનાર છે. જેથી ટેક્સ ચોરી કરવા માટે કરવામાં આવેલા તમામ ગતકડાંનો ભેદ આઇટી અધિકારીઓ ઉકેલવા હાલ તો લાગી ગયા છે. મુન્ના ઓલપાડના રાજકારણીઓ સાથેના સંબંધને કારણે મામલો દબાવી દેવા પ્રયાસ મુન્ના ઓલપાડને ત્યાં પાડવામાં આવેલા આઇટી દરોડામાં એવું કહેવાય છે કે તેના રાજકારણીઓ સાથે સારા સંબંધ હોવાના કારણે ગણતરીના કલાકોમાં જ તપાસ પૂરી કરી દેવામાં આવી હતી. જ્યારે જમીનના બદલે હવાલા કાંડના તાર મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, કારણ કે જમીનના દસ્તાવેજની ખણખોદ કરવામાં આવે તો કેટલાય રાજકારણીઓની સાથે કેટલાક બિલ્ડરના પણ નામ ખૂલે તેમ છે. તેના કારણે મામલો ઝડપથી આટોપી લેવામાં આવ્યો હોવાની ચર્ચાએ શહેરમાં વેગ પકડયો છે. આ પણ વાંચો : Ahmedabad News : સુરેન્દ્રનગરના ચોટીલામાં ગૌશાળા ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટે ડેપ્યુટી કલેક્ટરને ખખડાવ્યા, કાયદાકીય કાર્યવાહી વિના ગૌશાળા ન તોડવી : HC

Read Full Story arrow_forward
Rajkot: CMની ટકોર બાદ મ્યુનિસિપલ કમિશનરનું સરપ્રાઈઝ ચેકિંગ, ડામર રોડના કામમાં હલકી ગુણવત્તાનો ભાંડો ફૂટ્યો
calendar_today February 4, 2026

Rajkot: CMની ટકોર બાદ મ્યુનિસિપલ કમિશનરનું સરપ્રાઈઝ ચેકિંગ, ડામર રોડના કામમાં હલકી ગુણવત્તાનો ભાંડો ફૂટ્યો

તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા ડામર રોડની ગુણવત્તા મુદ્દે કરેલી ટકોર બાદ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ એક્શનમાં આવ્યા છે. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે સરપ્રાઈઝ ચેકિંગ કરતા ડામર રોડના કામમાં ગંભીર ખામીઓ સામે આવી છે. ડામરની જાડાઈ અને મટીરીયલ નબળું હોવાનું ખુલ્યું વોર્ડ નંબર 11ના ભીમનગર વિસ્તારમાં ચાલી રહેલા ડામર રોડના કામની ચકાસણી દરમિયાન ડામરની જાડાઈ અને મટીરીયલ નબળું હોવાનું ખુલ્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે ડામર કામમાં લોલમલોલ કરવામાં આવી રહી હતી, જેના કારણે રોડની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.  પ્રદીપ કન્સ્ટ્રકશનને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી મ્યુનિસિપલ કમિશનરના ચેકિંગ દરમિયાન ખામીઓ બહાર આવતાં ડામર રોડનું કામ કરતી પ્રદીપ કન્સ્ટ્રકશનને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી છે. ડેપ્યુટી એન્જિનિયર આઈ.યુ. વસાવા તેમજ એન્જિનિયર દીપક ભોજાણીને કારણદર્શક નોટિસ આ ઉપરાંત ડેપ્યુટી એન્જિનિયર આઈ.યુ. વસાવા તેમજ કરાર આધારિત એન્જિનિયર દીપક ભોજાણીને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.  ડામર રોડની ગુણવત્તા અંગે સતત સવાલો ઉઠી રહ્યા હતા ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી શહેરમાં ડામર રોડની ગુણવત્તા અંગે સતત સવાલો ઉઠી રહ્યા હતા. મુખ્યમંત્રીની ટકોર બાદ અધિકારીઓ ફિલ્ડમાં ઉતરી સરપ્રાઈઝ ચેકિંગ કરી રહ્યા છે, જેમાં એક પછી એક ખામીઓ બહાર આવી રહી છે. કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો----    Banaskantha : ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન, ભારે રોષ વચ્ચે સમાજના આગેવાનો લેશે જાબડીયાની મુલાકાત

Read Full Story arrow_forward