android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો, પવનની ગતિ વધતા ઠંડીનો થઈ રહ્યો છે અહેસાસ
calendar_today February 4, 2026

Weather News : ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો, પવનની ગતિ વધતા ઠંડીનો થઈ રહ્યો છે અહેસાસ

ભુજમાં 15.8 ડિગ્રી, ડીસામાં 15.9 ડિગ્રી, અમરેલીમાં 16 ડિગ્રી, કેશોદમાં 16 ડિગ્રી, પોરબંદરમાં 16.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.3 ડિગ્રી, ગાંધીનગરમાં 18.2 ડિગ્રી, સુરતમાં 19 ડિગ્રી, ભાવનગરમાં 19.2 ડિગ્રી, અમદાવાદમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી હવામાન બદલાઈ ગયું છે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. અમદાવાદમાં 15 વર્ષમાં જાન્યુ.માં સૌથી ઓછી ઠંડી પડી પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો. આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીમાં થયો ઘટાડો, વાતાવરણમાં બદલાવ આવતા ઠંડીનું પ્રમાણ ઘટયું 

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદના ખોખરા પોલીસની પોકસો કોર્ટે કાઢી ઝાટકણી, દુષ્કર્મ કેસમાં પોલીસે તપાસ ન કરતા કોર્ટની ફટકાર
calendar_today February 4, 2026

Ahmedabad News : અમદાવાદના ખોખરા પોલીસની પોકસો કોર્ટે કાઢી ઝાટકણી, દુષ્કર્મ કેસમાં પોલીસે તપાસ ન કરતા કોર્ટની ફટકાર

અમદાવાદની સ્પેશિયલ પોકસો કોર્ટે ખોખરા પોલીસની તપાસ પદ્ધતિ સામે કડક વલણ અપનાવતા એક અત્યંત સંવેદનશીલ કેસમાં રજૂ કરેલો 'સી' સમરી રિપોર્ટ ફગાવી દીધો છે. ખોખરા પોલીસે સગીર પીડિતાની માનસિક સ્થિતિને કારણ ધરીને આ કેસ બંધ કરવાની માંગ કરી હતી, જેને ખાસ જજ અસ્મિકાબેન ભટ્ટે સખ્ત શબ્દોમાં નકારી કાઢી નવેસરથી તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં પીડિતાના કપડાં પરના લોહીના ડાઘ માસિક ધર્મના હોવાનું ખૂલ્યું હતું પોલીસે કોર્ટમાં તર્ક રજૂ કર્યો હતો કે પીડિતા માનસિક બીમારીની દવા લે છે અને તેને કાલ્પનિક વાર્તાઓ બનાવવાની આદત છે. મેડિકલ તપાસમાં પીડિતાના કપડાં પરના લોહીના ડાઘ માસિક ધર્મના હોવાનું ખૂલ્યું હતું અને આસપાસના સાક્ષીઓએ આવી કોઈ ઘટના જોઈ હોવાનો ઈનકાર કર્યો હતો. પોલીસે એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે માતા-પિતાના ડરથી બચવા પીડિતાએ દુષ્કર્મની ખોટી વાર્તા ઊભી કરી છે. જોકે, અદાલતે પોલીસના આ કારણોને અપૂરતા અને અસંવેદનશીલ ગણાવ્યા છે. કોર્ટે સ્પષ્ટ કયું કે પીડિતા સગીર અને માનસિક રીતે અસ્થિર હોય ત્યારે તેની વધુ કાળજી રાખવી જોઈએ. પીડિતાના કાયદાકીય અધિકારોનું રક્ષણ કરી પોલીસની નિષ્કાળજી પર લાલ આંખ કરી છે સગીર પીડિતા માનસિક બીમાર હોવાથી તે જૂઠું જ બોલે તેવું માની શકાય નહીં. અદાલતે પોલીસનો રિપોર્ટ રદ કરતા આદેશ આપ્યો છે કે, પીડિતાએ આપેલા વર્ણન મુજબ આરોપીના સ્કેચ તૈયાર કરી સધન શોધખોળ કરવામાં આવે. આ મામલે ફરી તપાસ કરીને આગામી ૩૦ દિવસમાં વિગતવાર અહેવાલ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. આમ, કોર્ટે માનસિક અસ્વસ્થ પીડિતાના કાયદાકીય અધિકારોનું રક્ષણ કરી પોલીસની નિષ્કાળજી પર લાલ આંખ કરી છે.પીડિતાની ઈજાઓ પોતાની મેળે કરેલી નહોતી : સ્પે. પોક્સો કોર્ટ પોકસોની ખાસ કોર્ટે નોંધ્યું હતું કે, મેડિકલ ઓફિસરના રિપોર્ટ મુજબ, પીડિતાની છાતીના ભાગે જોવા મળેલી ઈજાઓ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી અને તે 'સેલ્ફ ઇન્ફિલક્ટેડ (પોતાની મેળે કરેલી) નહોતી. પીડિતાએ પોતે જ ડોક્ટરને જણાવ્યું હતું કે તેના હાથ પરના સિગારેટના ડામ તેણે પોતે કર્યા છે, જ્યારે અન્ય ઇજાઓ અજાણ્યા શખ્સે કરી છે. આ બાબત સાબિત કરે છે કે પીડિતા સંપૂર્ણ જૂઠું બોલી રહી નથી. તપાસ અધિકારીએ ગુનેગારને શોધવાને બદલે માત્ર પીડિતાની માનસિક સ્થિતિ પર ધ્યાન આપીને કેસ બંધ કરવામાં વધુ રસ દાખવ્યો હોય તેવું જણાય છે. પાન પાર્લરના માલિક કે અન્ય પાડોશીઓએ ગુનો થતો જોયો નથી, તેનો અર્થ એ નથી કે ગુનો થયો જ નથી, કારણ કે કોઈ સાક્ષીએ પીડિતા પર સતત નજર રાખી નહોતી. આ પણ વાંચો : Weather News : ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો, પવનની ગતિ વધતા ઠંડીનો થઈ રહ્યો છે અહેસાસ 

Read Full Story arrow_forward
Surendranagar: 700થી વધુ છાત્રોએ બોર્ડ સ્ટાઈલથી પરીક્ષા આપી
calendar_today February 3, 2026

Surendranagar: 700થી વધુ છાત્રોએ બોર્ડ સ્ટાઈલથી પરીક્ષા આપી

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 26મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપતા ધો. 10ના વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડની પરીક્ષાનો હાઉ દુર થાય તે માટે રતનપરની દર્શન વિદ્યાલય અને સુરેન્દ્રનગરની સંકલ્પ વિદ્યાલય ખાતે બોર્ડ મોક એકઝામનું આયોજન કરાયુ છે. જેમાં બોર્ડની સ્ટાઈલથી ધો. 10ના 700થી વધુ છાત્રોએ પરીક્ષા આપી હતી.ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો. 10 અને ધો. 12ની વાર્ષીક પરીક્ષાઓનો સમગ્ર રાજયમાં આગામી તા. 26મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલ દર્શન વિદ્યાલય અને સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલ સંકલ્પ સ્કુલમાં પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપતા ધો. 10 અને ધો. 12ના વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડની પરીક્ષાઓનો હાઉ દુર થાય અને તેઓ સફળતાના શીખરો સર કરે તે માટે બોર્ડ મોક એકઝામનું આયોજન કરાયુ હતુ. જેમાં બોર્ડની સ્ટાઈલ મુજબ પરીક્ષા લેવાઈ હતી. જેમાં બોર્ડની પરીક્ષા જેમ જ પુષ્પ અને કંકુ તીલક સાથે સ્વાગત, બેઠક વ્યવસ્થા, ચેકીંગ, સુપરવીઝન, ઉત્તરવહી, પ્રશ્નપેપર વગેરે રાખવામાં આવ્યુ હતુ. જેમાં દર્શન સ્કુલના 250થી વધુ અને સંકલ્પ સ્કુલના 450થી વધુ છાત્રોએ બોર્ડ સ્ટાઈલથી પરીક્ષા આપી હતી. મોક પરીક્ષાના આયોજનને સફળ બનાવવા દર્શન વિદ્યાલયના મહેશ કાનાણી, આચાર્ય જયેશ પીપળીયા, સંકલ્પ સ્કુલના એમડી વિજયભાઈ પટેલ, આચાર્ય ઘનશ્યામભાઈ સીંધવ સહીતનાઓ દ્વારા ઝીણવટભરી તૈયારીઓ કરાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward