android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: સબ જેલના ટોઈલેટમાં ખાડો કરી રાખેલા 4 મોબાઈલ પકડાયા
calendar_today February 3, 2026

Surendranagar: સબ જેલના ટોઈલેટમાં ખાડો કરી રાખેલા 4 મોબાઈલ પકડાયા

સુરેન્દ્રનગર સબ જેલમાં સબ જેલના સ્ટાફે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં જેલના બેરેક નં. 3માં આવેલ ટોયલેટમાં ખાડો કરીને રાખેલા 4 મોબાઈલ સહિત રૂપીયા 1300નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ બનાવની અજાણ્યા કેદી સામે પ્રીઝન એકટની કલમો સાથે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.સુરેન્દ્રનગર સબ જેલમાં અવારનવાર પ્રતીબંધીત વસ્તુઓ મળી આવે છે. અગાઉ જેલમાં હાથ-પગના મોજાનો દડો બનાવી, સેલોટેપનો દડો બનાવી મોબાઈલ મંગાવ્યાનું તપાસમાં ખુલ્યુ છે. ત્યારે જેલમાંથી વધુ એક વાર મોબાઈલ મળી આવ્યા છે. મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર સબ જેલના જેલર એફ.એસ.મલેક સહિતની ટીમે તા. 2ના રોજ મોડી સાંજે સબ જેલમાં તપાસ હાથ ધરી હતી. જેમાં જેલની બેરેક નં. 3માં આવેલ ટોયલેટમાં ખાડો કરી દાટેલા 3 કીપેડવાળા મોબાઈલ ફોન, 1 એન્ડ્રોઈડ ફોન, 1 ચાર્જર, 1 હેન્ડસ ફરી સહિત રૂપીયા 1300નો પ્રતીબંધીત મુદ્દામાલ પકડાયો હતો. આ મોબાઈલ અંગે કેદીઓને પુછતા કોઈએ કાંઈ જવાબ આપ્યો ન હતો. આથી જેલરે અજાણ્યા કેદી સામે એ ડીવીઝન પોલીસ મથકે પ્રીઝન એકટની કલમો મુજબ ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એચ.એસ.જાડેજા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chotila: સાંગાણી ગામે પોલીસનો દરોડો, રૂ. 18.40 લાખનો શરાબ જપ્ત
calendar_today February 3, 2026

Chotila: સાંગાણી ગામે પોલીસનો દરોડો, રૂ. 18.40 લાખનો શરાબ જપ્ત

ચોટીલા પોલીસની ટીમને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સુરઈ ગામની સીમમાં રાજકોટનો ભરત છેલાભાઈ ભરવાડ અને સાગર છેલાભાઈ ભરવાડ દારૂ રાખતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પોલીસને જોઈ 2 શખ્સો નાસવા લાગતા પોલીસે પીછો કરી 1ને ઝડપી લીધો હતો. જેની તપાસ કરતા તે ભરત ભરવાડ હોવાનું જણાવ્યુ હતુ. જયારે પોલીસે દરોડાના સ્થળેથી દારૂના 5,667 ચપલા મળી આવ્યા હતા. આ શખ્સની પુછપરછમાં આ દારૂ સાગર ભરવાડે સંતાડવા આપતા અહીં સંતાડી ભાગીયો ચોથા ભનુભાઈ પરમાર તેનું ધ્યાન રાખતો હતો. અને નાસી જનાર ઈસમ ચોથા પરમાર હતો. પોલીસે રૂ. 18,40,800નો દારૂ અને 2 મોબાઈલ મળી કુલ રૂ. 18,47,800નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે જોરાવરનગર પોલીસ મથકની સર્વેલન્સ ટીમને રતનપર નદીકાંઠે આવેલ શેરી નં. 10માં રહેતો જગમાલ દુલેરા તેના રહેણાક મકાને દારૂ વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં જગમાલ ઉર્ફે જગો જીવણભાઈ દુલેરા વિદેશી દારૂની નાની મોટી 51 બોટલ અને મોબાઈલ સહિત રૂ. 52,400ની મત્તા સાથે પકડાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં તે આ દારૂ સુરેન્દ્રનગરના સોનાપુર રોડ પર રહેતા ધીરૂ મગનભાઈ રાઠોડ પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે જોરાવરનગર પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bavla: ઉભરાતી ગટરના પ્રશ્ને નવી લાઈન નાંખવાની કામગીરી શરૂ કરાઈ
calendar_today February 3, 2026

Bavla: ઉભરાતી ગટરના પ્રશ્ને નવી લાઈન નાંખવાની કામગીરી શરૂ કરાઈ

બાવળામાં વર્ષ 2025 દરમિયાન પાલિકાની કામગીરી સંદર્ભે ઘણા સવાલો ઉભા થયા હતા. તેમાંય ગત વર્ષે ચોમાસાની સિઝન શરૂ થતા પહેલા વરસાદી ઝાપટાઓમાં જ શહેરમાં ચારે તરફ્ પાણી રોડ પર ફરી વળ્યા હતા. એવામાં શહેરમાં ઉપરવાસથી આવતા પાણીએ માઝા મૂકતા ઘણી સોસાયટીઓના રહીશો કેડ સમાન પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા. જેને લઈ પાલિકાની કામગીરી પર ઘણા સવાલો ઉભા થયા હતા. તેમ છતાં ગત વર્ષે પાલિકાની ચૂંટણી યોજાતા એકવાર ફરીથી ભાજપ દ્વારા યેનકેન પ્રકારે પાલિકા કબજે કરવામાં આવતા સફ્ળતા મળી હતી. ફેર એટલો પડયો હતો કે પાલિકાના જૂના ખાઇબદેલા કોર્પોરેટરોને નવી બોડીએ જાકારો આપી નવા ચૂંટાયેલા ચહેરાઓને મુખ્ય કાર્યભાર સોંપવામાં આવ્યા હતા. પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ દ્વારા ગામની મુખ્ય સમસ્યાઓ ઉભરાતી ગટરો,પાણીના નિકાલ જેવી જટિલ સમસ્યાઓને લઈ અવારનવાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હતી. જેના પગલે શહેરની મુખ્ય સમસ્યાઓને ધ્યાને લઈ GUDC દ્વારા ઝડપી ભૂર્ગભ ગટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward