android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dhandhuka: કાદીપુર ગામે નવી શાળાના કામનું ખાતમુહૂર્ત
calendar_today February 3, 2026

Dhandhuka: કાદીપુર ગામે નવી શાળાના કામનું ખાતમુહૂર્ત

ધોલેરાના કાદીપુર ગામે નવી આધુનિક શાળાના નિર્માણ માટે ભવ્ય ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન દીગપાલસિંહ ચુડાસમાના હસ્તે શાળાના કામનું ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનો આધાર છે. કાદીપુર ગામના બાળકોને ગામમાં જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુથી આ શાળાનું નિર્માણ થનાર છે, જે ભવિષ્યમાં ગામ માટે લાભદાયી સાબિત થશે. જ્યારે દીગપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગ્રામ્યવિસ્તારો સુધી શિક્ષણની સુવિધા પહોંચે તે અત્યંત જરૂરી છે અને આ નવી શાળા તે દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. કાર્યક્રમમાં ગામના સરપંચ, અગ્રણીઓ, શિક્ષણપ્રેમીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ખેરવા ગામે રવિવારે રાત્રે બનેલા બનાવની આખરે બજાણા પોલીસ મથકે ફરિયાદ
calendar_today February 3, 2026

Surendranagar: ખેરવા ગામે રવિવારે રાત્રે બનેલા બનાવની આખરે બજાણા પોલીસ મથકે ફરિયાદ

દસાડાના ખેરવા ગામે બેફામ બનેલા બુટલેગરે આતંક મચાવી પરીવાર ઉપર ર વાર કાર ચડાવી દઈ મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં અંતે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે.ખેરવા ગામે બુટલેગરે ગત તા. 1લીએ રાત્રે આતંક મચાવ્યો હતો. જેની બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાંથી મળતી માહીતી મુજબ ખેરવા ગામે અલાઉદ્દીનભાઈ ખુદાબક્ષભાઈ બેલીમ રહે છે. તેમનો 18 વર્ષીય પુત્ર નવાબ તા. 1લીએ રાત્રે ગામના સ્મશાન પાસે મિત્રો સાથે તાપણુ કરીને બેઠો હતો. આ સમયે એકટીવા લઈને આબીદ હબીબભાઈ ખલીફા આવ્યો હતો. અને પોતાનું એકટીવા ઉભુ રાખી તેની ચાવી કાઢી દુર ઘા કરી તાપણુ કરતા લોકોને જાવ મારી ચાવી શોધી આવો તેમ કહ્યુ હતુ. જેમાં નવાબ સહિતનાઓએ ના પાડતા નેફામાંથી છરી કાઢી આબીદે બોલાચાલી કરી હતી. અને ઉભા રહો હું કાર લઈને આવુ છુ તેમ કહી એકટીવા લઈને જતો રહ્યો હતો. નવાબે ઘરે જઈને આ વાત તેના પિતાને કરતા અલાઉદ્દીનભાઈ આબીદને સમજાવવા જતા હતા. ત્યારે આબીદે સામેથી કાર લઈને આવી અલાઉદ્દીનભાઈ ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અલાઉદ્દીનભાઈ ખસી જતા આબીદે કાર ઉભી રાખી ચાલુ કારે છરી વડે હુમલો કરી હાથના ભાગે ઈજા પહોંચાડી હતી. જેમાં અલાઉદ્દીનભાઈને લોહી નીકળતા પત્ની અફસાનાબેન, સાળી ફરીદાબેન અને પુત્ર નવાબ સાથે દવાખાના તરફ જતા હતા ત્યારે ફરી આબીદ કાર લઈને આવ્યો હતો અને પરિવાર પર કાર ચલાવી હતી. જેમાં ફરીદાબેનના પગે ઈજા પહોંચી હતી. જયારે અફસાનાબેન ફંગોળાઈને દુર પડયા હતા. આથી તેઓને 108 દ્વારા દવાખાને લઈ જવાયા હતા. આ બનાવમાં હત્યાના પ્રયાસની કલમો સાથે આબીદ ખલીફા સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: કાળીયારની હત્યાનો પ્રયાસ, બે શિકારી ઝડપાયા
calendar_today February 3, 2026

Dhandhuka: કાળીયારની હત્યાનો પ્રયાસ, બે શિકારી ઝડપાયા

અમદાવાદ જિલ્લામાં ધોલેરા રેન્જના કાર્યક્ષેત્રમાં આવેલ બાવળિયારી ગામની સીમ વિસ્તારમાં ગત તા. 31મી જાન્યુઆરીએ ખેતરની પાક રક્ષણ જાળમાં ફ્સાયેલા કાળીયારને ખાવાના ઈરાદે છરી વડે તેના અંગો કાપવાનો ગંભીર ગુનો બન્યો હતો. આ ઘટનાની ચોક્કસ બાતમી મળતા ધોલેરા રેન્જ ફોરેસ્ટ ઓફ્સિર અને સ્ટાફ્ તેમજ કાળીયાર રેસ્ક્યુ સ્ટાફ્ દ્વારા તાત્કાલિક રેડ કરી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં છનાભાઈ દિલીપભાઈ કુમારખાણીયા અને બટુકભાઈ કવાભાઈ સાથળીયા, બંને રહેવાસી બાવળિયારી, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદનો સમાવેશ થાય છે.નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદ ડો. મીનલ જાનીની સૂચના અને મદદનીશ વન સંરક્ષક હિતેન્દ્રસિંહ ચાવડાના સીધા માર્ગદર્શન હેઠળ આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની વિવિધ કલમો મુજબ ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓને પ્રિન્સીપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ર્ફ્સ્ટ ક્લાસ, કોર્ટ ધોલેરા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર થતા વધુ તપાસ અર્થે આરોપીઓને ધોલેરા રેન્જ ઓફ્સિે લાવવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી તપાસ અધિકારી રવિરાજસિંહ મોરી(રેંજ ફોરેસ્ટ ઓફ્સિર, ધોલેરા)ના નેતૃત્વ હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર રાજેશભાઈ વી. સિંધવ, રાઉન્ડ ફોરેસ્ટર શક્તિસિંહ જે. પરમાર તથા વનરક્ષક જયદીપસિંહ ડી. ચાવડાની ટીમ દ્વારા સફ્ળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward