android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: સિદ્ધપુરમાં માર્ગ અને મકાન વિભાગના કર્મચારીને ત્રણ શખ્સોએ મારતાં ફરિયાદ
calendar_today February 3, 2026

Patan: સિદ્ધપુરમાં માર્ગ અને મકાન વિભાગના કર્મચારીને ત્રણ શખ્સોએ મારતાં ફરિયાદ

સિદ્ધપુર નજીક સરસ્વતી નદી પરનો બ્રિજનું કામ મંજૂર થતાં માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઈજનેર તેમના સહ કર્મીઓ સાથે હદની માપણી કરવા ગયા હતા. તે સમયે ત્રણ શખ્સોએ આવી અમને પુછયા વગર કેમ માપણી કરો છો. કહી ઉશ્કેરાઈ જઈ સહ કર્મીનો મોબાઈલ ફોન તથા ડાયરી ઝુંટવી ફેંકી દીધી હતી અને ઈજનેરને ગડદા પાટુંનો માર મારી કપડા ફડી નાખ્યાં એક નામ જોગ તથા બે અજાણ્યા શખ્સો સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.સિદ્ધપુર માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઈજનેર પરેશભાઈ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તેમના સહ કર્મીઓ સાથે સિદ્ધપુર નજીક સરસ્વતી નદીના બ્રિજનું કામ મંજૂર થયું હોવાથી. તેની હદની માપણી માટે ગયાં હતાં. જે દરમિયાન મનોહરસિંહ ઉદેસિંહ ઠાકોર તથા અજાણ્યા બે માણસો આવીને ?કામગીરી કરી રહેલા કર્મચારીઓને અમને પુછયા વગર કેમ માપણી કરો છો કહી ઉશ્કેરાઈ જઈ ગાળો બોલતાં સાથે રહેલા સહ કર્મીએ તેના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવતાં મોબાઈલ ફોન તથા ડાયરી ઝુંટવી ફેંકી દીધી હતી. તેમજ ગડદા પાટુંનો માર મારી કપડા ફડી નાખ્યાં હતાં. આ અંગે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં એક નામજોગ સહિત કુલ ત્રણ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: સમીના વરાણા ગામે મેળામાંથી ઓટો રિક્ષા ચોરાતા ફરિયાદ
calendar_today February 3, 2026

Patan: સમીના વરાણા ગામે મેળામાંથી ઓટો રિક્ષા ચોરાતા ફરિયાદ

સમી તાલુકાના વરાણા ગામે યોજાયેલ ખોડિયાર માતાજીના મેળામાં મહેસાણાથી આવેલા એક પરિવારની ઓટો રિક્ષાની કોઈ શખ્સ ચોરી કરી જતાં ભારે શોધખોળ કરવા છતાં પણ કોઈ પત્તો ન લાગતાં આખરે સમી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. મહેસાણાના વડોસણ ગામના અરવિંદજી ઠાકોર પોતાની ઓટો રિક્ષા લઈને પરિવાર સાથે વરાણા ગામે ખોડિયાર માતાજીનાં મેળામાં દર્શનાર્થે આવ્યા હતા. જેઓ પોતાની ઓટો રિક્ષા મેળાના પાર્કિંગમાં મુકીને દર્શન કરવા માટે ગયા હતા. જેઓ દર્શન કરી પરત આવતાં પાર્કિંગમાં પોતાની રિક્ષા ન હોવાથીભારે શોધખોળ કરી હતી. પરંતુ કોઈ ભાળ ન મળતાં આખરે સમી પોલીસ મથકે રિક્ષા ચોરાયા અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: શહેરમાં બની રહેલ ફાયર સ્ટેશન માટે ગ્રાન્ટ પર કાપ મુકતાં કામ અટક્યું
calendar_today February 3, 2026

Patan: શહેરમાં બની રહેલ ફાયર સ્ટેશન માટે ગ્રાન્ટ પર કાપ મુકતાં કામ અટક્યું

પાટણ શહેરમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર સ્ટેશન માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેને લઈ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. પરંતુ એકાએક ગ્રાન્ટ ઘટાડી દેવાતાં હવે ફાયર સ્ટેશનનું કામ અટક્યું છે. જોકે નગરપાલિકા દ્વારા ફરીથી વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી દરખાસ્ત મુકવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ્ એન્જિનિયર દ્વારા પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી હોવાથી સરકાર દ્વારા વધું રકમ ચુકવાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પાટણ શહેરમાં વર્ષ 2023 મા ગાંધીનગરથી આધુનિક ફાયર સ્ટેશનના પ્રોજેક્ટ માટે રૂ. 7.75 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેને લઈ નગરપાલિકા દ્વારા 7.12 કરોડનું ટેન્ડર બહાર પાડયું હતું. પરંતુ જુન 2025 મા રાજ્ય અગ્નિનિવારણ સેવાઓ દ્વારા નવો પરિપત્ર બહાર પાડી ગ્રાન્ટની મર્યાદા ઘટાડીને રૂ. 5.14 કરોડ કરી દેવાતાં હવે રૂ. 2.52 કરોડનો કાપ મુકાયો છે. જેનો આર્થિક બોજ કોણ ભરપાઈ કરે તેવા પ્રશ્નો ખડા થયા છે. ઓક્ટોબર મહિનામાં મળેલી પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને સભ્યોએ નગરપાલિકા પોતાના ભંડોળમાંથી આ ખર્ચ નહીં કરે તેવો સર્વાનુમતે નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું હતું. પ્રોજેક્ટ દરમિયાન હાલમાં ફાયર સ્ટેશનનું બિલ્ડિંગ તૈયાર થઈ ચુક્યું છે. જેથી સરકાર અથવા પાલીકા ગ્રાન્ટ ચુકવે તો આગામી છ મહિનામાં વર્કશોપ સહિત ફાયર સ્ટેશન શરૂ થઈ શકે તેમ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ બાબતે પાટણ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિરે જણાવ્યું હતું કે વધારાની ગ્રાન્ટ માટે દરખાસ્ત મોકલવામાં આવી છે. જ્યારે એન્જિનિયર નરેન્દ્ર પ્રજાપતિના મતે સૈદ્ધાંતિક મંજૂરી મળી હોવાથી ગમે તે સમયે સરકાર નાણાં ચુકવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward