Patan: સિદ્ધપુર હાઇવે પર એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો
સિદ્ધપુર ખાતે આવેલ દેથળી સર્કલ પરના પિકઅપ એસટી સ્ટેન્ડ નજીક એક એસટી બસ અને હાઈવે પર આવતાં ટ્રેક્ટર વચ્ચે અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી. અકસ્માતમાં એસટી બસના આગળના ભાગમાં નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સિદ્ધપુર ખાતે આવેલ દેથળી સર્કલ પરથી ધાનેરા તરફ્થી અમદાવાદ તરફ્ જતી એક એસટી બસ હાઈવે રોડ પર ચડવા જતાં સમયે રોડ પર પસાર થતાં એક ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. અકસ્માતમાં એસટી બસના આગળના ભાગે નુકસાન પહોંચ્યું હતું. જ્યારે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward