android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: SMCનું ઐતિહાસિક બજેટ, 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, વેરામાં કોઈ વધારો નહીં
calendar_today February 3, 2026

Surat: SMCનું ઐતિહાસિક બજેટ, 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, વેરામાં કોઈ વધારો નહીં

સુરત શહેરના વિકાસ માટે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સુરત મનપાના ઇતિહાસમાં આ સૌથી મોટા કદનું બજેટ છે. કુલ રૂ. 10,593 કરોડના આ બજેટમાં શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.સુરત મનપાનું ડ્રાફ્ટ બજેટ રજૂગત વર્ષના રૂ. 10,004 કરોડના બજેટની સરખામણીએ આ વર્ષે રૂ. 589 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. સુરતવાસીઓ માટે સૌથી સારા સમાચાર એ છે કે બજેટમાં કોઈપણ પ્રકારના નવા કરવેરા કે કર દરમાં વધારો સૂચવવામાં આવ્યો નથી.સુરત મનપાએ આર્થિક શિસ્ત જાળવી રાખીને અંદાજિત રૂ. 257 કરોડનું રેવન્યુ સરપ્લસ ધરાવતું બજેટ રજૂ કર્યું છે.વિકાસની નવી ક્ષિતિજોઆ બજેટમાં સુરતના આધુનિકીકરણ અને નાગરિક સુવિધાઓ વધારવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. સુરતની ઝડપથી વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને પરિવહન, પાણી પુરવઠો અને સ્વચ્છતાના પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 10 હજાર કરોડના આંકને પાર કરી ગયેલું આ બજેટ સુરતની વૈશ્વિક પ્રગતિનું પ્રતીક બની રહ્યું છે. આ પણ વાંચો: Amreli: એશિયાટિક સાવજોની સુરક્ષા માટે વન વિભાગ એક્શન મોડમાં, સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના અધિકારીઓ સાથે મેગા બેઠક સંપન્ન

Read Full Story arrow_forward
Mehsana : બહુચરાજી મંદિર પરિસરમાં ઘાતક હથિયાર સાથે રીલ બનાવનાર ઝડપાયો, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
calendar_today February 3, 2026

Mehsana : બહુચરાજી મંદિર પરિસરમાં ઘાતક હથિયાર સાથે રીલ બનાવનાર ઝડપાયો, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

યાત્રાધામ બહુચરાજી મંદિર પરિસરમાં ઘાતક હથિયાર સાથે સોશિયલ મીડિયા રીલ બનાવવાની ઘટના સામે આવી છે. મંદિર પરિસરમાં છરી સાથે રીલ બનાવનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે અને કાયદાનું ભાન કરાવ્યું છે.યુવકે મંદિર પરિસરમાં છરી જેવા ઘાતક હથિયાર સાથે રીલ બનાવી મળતી માહિતી મુજબ, એક યુવકે મંદિર પરિસરમાં છરી જેવા ઘાતક હથિયાર સાથે રીલ બનાવી હતી. પોલીસે રીલ બનાવનાર યુવકને ઝડપી લીધો ઘટનાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી અને રીલ બનાવનાર યુવકને ઝડપી લીધો. યુવક પાસે જાહેરમાં માફી મંગાવતો વીડિયો બનાવ્યો પોલીસે યુવક પાસે જાહેરમાં માફી મંગાવતો વીડિયો બનાવ્યો છે, જેમાં તેણે પોતાની ભૂલ સ્વીકારી અને ફરી આવું ન કરવાની ખાતરી આપી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જેથી અન્ય લોકો માટે પણ ચેતવણી બની રહે.આ પણ વાંચો-----    Gujarat Latest News Live : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન, 2027માં ગુજરાતના એક ભાગમાં બુલેટ ટ્રેન દોડશે

Read Full Story arrow_forward
Supreme Courtનો મેટા-વોટ્સએપને ઝટકો! ડેટા શેર ન કરવાની એફિડેવિટ દાખલ કરવાનો આદેશ
calendar_today February 3, 2026

Supreme Courtનો મેટા-વોટ્સએપને ઝટકો! ડેટા શેર ન કરવાની એફિડેવિટ દાખલ કરવાનો આદેશ

ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે ટેક જાયન્ટ મેટા (Meta) અને તેની માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે યુઝર ડેટાની ગોપનીયતા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ચલાવી લેવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે મેટા અને વોટ્સએપને આદેશ આપ્યો છે કે તેઓ લેખિત સોગંદનામું (Affidavit) દાખલ કરે, જેમાં સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ કે તેઓ ભારતીય યુઝર્સનો ડેટા એકબીજા સાથે અથવા અન્ય કોઈ વ્યાપારી હેતુ માટે શેર નહીં કરે. “બંધારણનું પાલન ન કરો તો ભારત છોડો” સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તે ખૂબ જ કડક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, “જો કોઈ કંપની ભારતના બંધારણ અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું પાલન નથી કરતી, તો તેને અહીં બિઝનેસ કરવાની મંજૂરી આપી શકાય નહીં.” આ નિવેદન સ્પષ્ટ કરે છે કે ભારત હવે ડિજિટલ પ્લેટફોર્મ્સ સામે નરમ નથી.  આખો મામલો શું છે? આ કેસ મેટા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સાથે જોડાયેલો છે. મેટાએ CCI (Competition Commission of India) દ્વારા લાદવામાં આવેલા ₹213 કરોડના દંડને પડકાર્યો છે. CCI એ મેટા પર આરોપ મૂક્યો હતો કે તેણે OTT મેસેજિંગ માર્કેટમાં પોતાનો દુરુપયોગ કર્યો અને વોટ્સએપના યુઝર ડેટાનો ગેરરીતે ઉપયોગ કર્યો. NCLAT એ પણ CCIના આદેશને સમર્થન આપ્યું હતું, ત્યારબાદ મેટા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું. ડેટા ગોપનીયતા સર્વોપરી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે નાગરિકોના અધિકારોના ભોગે કોઈપણ વ્યાપારી મોડલ સ્વીકાર્ય નથી. બેન્ચે આ વાત પર ભાર મૂક્યો કે આજના સમયમાં ડેટા માત્ર માહિતી નથી, પરંતુ તેનું નાણાકીય મૂલ્ય પણ છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ સ્વીકાર્યું કે વ્યક્તિગત ડેટાનું આર્થિક મહત્વ છે. જસ્ટિસએ પ્રશ્ન ઉઠાવ્યો કે જો ડેટાની કિંમત નક્કી નથી, તો તેનો ઉપયોગ અને શેરિંગ કેવી રીતે ન્યાયસંગત ગણાશે? વોટ્સએપની ગોપનીયતા નીતિ પર સવાલ કોર્ટે વોટ્સએપની પ્રાઇવસી પોલિસીને “મૂંઝવણભરી” ગણાવી. CJI એ કહ્યું કે સામાન્ય માણસ, ખાસ કરીને ઓછી શિક્ષણ ધરાવતો વ્યક્તિ, અથવા ફક્ત પ્રાદેશિક ભાષા જાણતો યુઝર આ નીતિ કેવી રીતે સમજી શકે? તેમણે ઉદાહરણ આપ્યું કે રસ્તા પર ધંધો કરતી વૃદ્ધ મહિલા અથવા ગરીબ વપરાશકર્તા માટે આ શરતો સમજવી લગભગ અશક્ય છે.  અંતિમ ચેતવણી સુપ્રીમ કોર્ટે મેટા અને વોટ્સએપને અંતિમ ચેતવણી આપી છે કે જો તેઓ સ્પષ્ટ સોગંદનામું દાખલ નહીં કરે, તો તેમની અરજી ફગાવી દેવામાં આવશે. આ કેસ ભારતના ડિજિટલ ભવિષ્ય અને યુઝર ગોપનીયતા માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. આ પણ વાંચો : India US trade deal : માત્ર 21 દિવસમાં બદલાઈ ગઈ ગેમ! ભારત-અમેરિકા ડીલ પાછળ કોણ?

Read Full Story arrow_forward