android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Budget Session: સારા કાર્યમાં કોંગ્રેસને ખરાબી જ દેખાય છે, ટ્રેડ ડીલ અંગે જે.પી નડ્ડાનો વિપક્ષ પર વાર
calendar_today February 3, 2026

Budget Session: સારા કાર્યમાં કોંગ્રેસને ખરાબી જ દેખાય છે, ટ્રેડ ડીલ અંગે જે.પી નડ્ડાનો વિપક્ષ પર વાર

ભારત-અમેરિકા વેપાર સોદા પર વિપક્ષે રાજ્યસભામાં ભારે હોબાળો મચાવ્યો. તેમણે આ મુદ્દે ચર્ચાની માંગ કરી. ગૃહના નેતા જેપી નડ્ડાએ વિપક્ષ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ સારા કામમાં પણ ફક્ત ખરાબ જ જુએ છે. તેમણે કોંગ્રેસની ટીકા કરી અને કહ્યું કે તેઓ દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. વિપક્ષ કોંગ્રેસના સભ્યો રાજ્યસભામાંથી વોકઆઉટ કરી દીધું હતું.  જેપી નડ્ડાએ કર્યો વળતો પ્રહાર રાજ્યસભામાં યુએસ ડીલ પર વિપક્ષના હોબાળા પર ગૃહના નેતા જેપી નડ્ડાએ કોંગ્રેસ પાર્ટી પર વળતો પ્રહાર કર્યો. જેપી નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસ સારા કામમાં પણ ફક્ત ખરાબ જ જુએ છે. તેમણે કહ્યું કે જ્યારે ટ્રમ્પે ટેરિફ લાદ્યો હતો, ત્યારે પણ વિપક્ષ પૂછી રહ્યો હતો કે સરકાર ક્યાં હતી અને શું કરી રહી હતી. હવે જ્યારે ટ્રમ્પે ટેરિફ ઘટાડ્યા છે, ત્યારે પણ વિપક્ષને સમસ્યાઓ છે. અમે દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ. જેપી નડ્ડાએ વિપક્ષને કઠેડામાં મૂકતા કહ્યું કે તેમને વિકાસ કે વેપારમાં કોઈ રસ નથી. તેમને ફક્ત રાજકારણમાં રસ છે.https://x.com/ANI/status/2018584567301701898

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન, 2027માં ગુજરાતના એક ભાગમાં બુલેટ ટ્રેન દોડશે
calendar_today February 3, 2026

Gujarat Latest News Live : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન, 2027માં ગુજરાતના એક ભાગમાં બુલેટ ટ્રેન દોડશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Bullet Train : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન, 2027માં ગુજરાતના ભાગમાં બુલેટ ટ્રેન દોડશે
calendar_today February 3, 2026

Bullet Train : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન, 2027માં ગુજરાતના ભાગમાં બુલેટ ટ્રેન દોડશે

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું કે 2027 સુધીમાં ગુજરાતના ભાગમાં બુલેટ ટ્રેનનું કામ પૂર્ણ થઈ જશે અને ટ્રેન દોડવા તૈયાર રહેશે. ગુજરાતનો રૂટ આશરે 300 કિમી લાંબો રહેશે અને પ્રોજેક્ટ સમયપત્રક મુજબ આગળ વધી રહ્યો છે.ગુજરાતના ભાગમાં બુલેટ ટ્રેન શરુ થઇ જશે તેમણે કહ્યું કે ગુજરાતના હિસ્સાનું કન્સ્ટ્રક્શન કામ 2027-28માં પુર્ણ થઇ જશે અને અંદાજે 300 કિમીનો વિસ્તારમાં ગુજરાતના ભાગમાં બુલેટ ટ્રેન શરુ થઇ જશે તેમણે બીજી ટનલ બ્રેક થ્રૂનું લાઇવ નિરીક્ષણ કર્યું મંત્રીએ બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્રના પાલઘરમાં આવેલી બીજી ટનલ બ્રેક થ્રૂનું લાઇવ નિરીક્ષણ કર્યું. સલામતી પ્રોટોકોલ મુજબ ટનલ તોડવામાં સાયરન વગાડીને બ્લાસ્ટ કરવામાં આવ્યા. એક મહિનામાં બીજી ટનલનું બ્રેક થ્રૂ એ મોટી સફળતા રેલ્વે મંત્રીએ હાઇ-સ્પીડ ટીમને અભિનંદન આપતાં કહ્યું કે, વિશ્વ હાઈ-સ્પીડ પ્રોજેક્ટ પર સતત નજર રાખી રહ્યું છે. એક મહિનામાં બીજી ટનલનું બ્રેક થ્રૂ એ મોટી સફળતા છે. મહારાષ્ટ્રમાં કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અશ્વિની વૈષ્ણવના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્રમાં કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને બજેટમાં 7 નવા હાઈ-સ્પીડ કોરિડોરને મંજૂરી મળી છે. અમદાવાદ-મુંબઈ પ્રોજેક્ટ બાદ બુલેટ ટ્રેન પુણે સાથે પણ જોડાશે.  બુલેટ ટ્રેન ભારતના આધુનિક ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આગવી સિદ્ધિ મંત્રીએ જણાવ્યું, બુલેટ ટ્રેન ભારતના આધુનિક ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આગવી સિદ્ધિ બનશે, અને સમગ્ર પ્રોજેક્ટથી મુસાફરોને સુરક્ષિત અને ઝડપી સફર મળશે.આ પણ વાંચો----     Gujarat Latest News Live : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન, 2027માં ગુજરાતના એક ભાગમાં બુલેટ ટ્રેન દોડશે

Read Full Story arrow_forward