Rajkot : સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રમોશન માટે પ્રોફેસરનો મોટો ખેલ, અંગ્રેજી ભવનના ડો.કમલ મહેતાએ જૂની તારીખમાં પેપર છપાવ્યા હોવાનો ગંભીર આરોપ
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પ્રોફેસરે પ્રમોશન માટે મોટો ખેલ કર્યો હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટીના એજ્યુકેશન વિભાગના સભ્ય ડો. નિદ્દત બારોટે આ મામલે ગંભીર સવાલો ઉભા કર્યા છે જેથી શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે.2015 ના પેપરમાં NEP 2020 નો ઉલ્લેખ કર્યો આરોપો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણલિક લાયકાતના નામે ખેલ ચાલી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના ડો. કમલ મહેતાની RTI બાદ જાણવા મળ્યું છે કે તેમણે 2015 ના પેપરમાં NEP 2020 નો ઉલ્લેખ કર્યો છે, જે 2020 માં અમલમાં આવનારી શિક્ષણ નીતિ છે..2020માં આવનારી નીતિ વિશે 2015માં ખબર પડી? જે શિક્ષણ નીતિ અમલવારી 2020 માં થઈ તે શિક્ષણ નીતિ જાણ અને 2015 માં ડો.કમલ મહેતાએ સંશોધન કેવી રીતે કરી નાંખ્યું તેનો મોટો વિવાદ સામે આવ્યો છે.2020માં જ લાગુ થયેલી નીતિ વિશે 2015માં કેવી રીતે જાણ થઇ આરોપો મુજબ ડો. કમલ મહેતાએ પ્રમોશન મેળવવા જૂની તારીખોમાં પેપર છપાવ્યા છે. 2020માં જ લાગુ થયેલી નીતિ વિશે 2015માં કેવી રીતે જાણ થઇ તે સવાલ પુછાઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ ખુલાસો પુછાયો રાજ્ય સરકાર દ્વારા પણ યુનિવર્સિટીને સમગ્ર મામલે વિગતવાર ખુલાસા આપવા સૂચના આપવામાં આવી છે. આ મામલે ડો. નિદત બારોટે કુલસચિવને લેખિત ફરિયાદ પણ કરી છે.આ પણ વાંચો----- Gujarat Latest News Live :અમદાવાદમાં વધુ એક સ્કૂલમાં બેદરકારી સામે આવી, વિદ્યાર્થીએ મિત્રની બોટલમાં ઈરાદાપૂર્વક કેમિકલ ભેળવ્યું, વિદ્યાર્થી બેભાન
Read Full Story arrow_forward