android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News: સાવધાન! બેંક એકાઉન્ટ ભાડે આપવું પડ્યું ભારે, ઓડિશા CIDએ ગારીયાધારના બે યુવાનોને ઉઠાવ્યા
calendar_today February 1, 2026

Bhavnagar News: સાવધાન! બેંક એકાઉન્ટ ભાડે આપવું પડ્યું ભારે, ઓડિશા CIDએ ગારીયાધારના બે યુવાનોને ઉઠાવ્યા

ભાવનગરના ગારીયાધારમાં સાયબર ક્રાઈમના તાર છેક ઓડિશા સુધી જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. ઓડિશા રાજ્યની CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસની મદદથી સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બંને શખ્સોએ સાયબર માફિયાઓને પોતાના બેંક ખાતા ભાડે આપી ફ્રોડના નાણાં મેળવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.શું હતો સમગ્ર મામલો? મૂળ ઓડિશાના એક વેપારી સાથે લાખો રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હતું. આ અંગે ઓડિશા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વેપારીના ખાતામાંથી ચોરાયેલા નાણાં ગુજરાતના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે. આ કડીના આધારે ઓડિશા CIDની ટીમ ગારીયાધાર પહોંચી હતી. આરોપીઓની ધરપકડ અને 'ભાડાના ખાતા'નું કૌભાંડ પોલીસે ગારીયાધારથી મિલન ભૂપતભાઈ ગોયાણી અને વૈભવ જીતેન્દ્રભાઈ કોશીયા નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓએ અમદાવાદના એક શખ્સને પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા. આ 'ભાડાના ખાતા'માં ફ્રોડના કુલ નવ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાયબર ગુનેગારો પોલીસથી બચવા માટે સામાન્ય લોકોના ખાતાનો ઉપયોગ કરીને નાણાં સગેવગે કરતા હોય છે. તપાસનો વ્યાપ વધવાની શક્યતા ઓડિશા ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ માત્ર શરૂઆત છે. હજુ પણ તપાસ ચાલુ છે કે, આ સાયબર ગેંગ દ્વારા અન્ય કેટલા લોકોના ખાતા ભાડે લેવામાં આવ્યા છે, અને અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું છે. અમદાવાદના જે શખ્સે આ ખાતા ભાડે રખાવ્યા હતા તેની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે. આગામી સમયમાં આ મામલે મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. આ પણ વાંચો - Bhavnagar News: ડામર જેવા પદાર્થથી દાઝ્યો મજૂર, હાલત ગંભીર

Read Full Story arrow_forward
Budget 2026 Live Updates : બજેટનું ફોકસ દેશના અનેક શહેરોને વિકાસનું કેન્દ્ર બનાવવા પર છે: પંજાબના જાલંધરમાં  PM મોદીનું નિવેદન
calendar_today February 1, 2026

Budget 2026 Live Updates : બજેટનું ફોકસ દેશના અનેક શહેરોને વિકાસનું કેન્દ્ર બનાવવા પર છે: પંજાબના જાલંધરમાં PM મોદીનું નિવેદન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
PM Modi On Budget: નારી શક્તિને સશક્ત કરનારું બજેટ, બોલ્યા પીએમ મોદી
calendar_today February 1, 2026

PM Modi On Budget: નારી શક્તિને સશક્ત કરનારું બજેટ, બોલ્યા પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પંજાબના જલંધરની મુલાકાત લીધી હતી. જનતાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓને સશક્ત બનાવે છે.આદમપુર એરપોર્ટનું ઉદ્ઘાટનપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે આદમપુર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું અને તેનું નામ મહાન સંત શ્રી ગુરુ રવિદાસજીના નામ પરથી રાખ્યું. આ પ્રસંગે ડેરા સચખંડ બલ્લાન સહિત વિવિધ સ્થળોએથી આવેલા શ્રદ્ધાળુઓ અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. પ્રધાનમંત્રીએ એરપોર્ટના નવા નામની ઔપચારિક જાહેરાત કરતાની સાથે જ સમગ્ર સંકુલ "રવિદાસ શક્તિ" ના નાદથી ગુંજી ઉઠ્યું. પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી હલવારા એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કર્યું.રવિદાસજીની 649મી જન્મજયંતિપંજાબના જલંધરમાં પીએમ મોદીએ સંત રવિદાસજીની 649મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો . આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે  સરકારે પાણી, રેલ, ગરીબોના ઘર, સિંચાઇ સહિત તમામ ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે. આ કાર્યો માટે બજેટમાં 17 લાખ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેનાથી ગામ, ગરીબ અને ખેડૂતો તથા યુવાનોને ફાયદો થશે.ઘણી દવાઓ સસ્તી કરી- પીએમ મોદી ઇન્ફ્રાસ્ટ્રક્ટર નિર્માણ પર ખર્ચ કરવામાં આવે છે તે રોજગારના નવા અવસર બનાવે છે. ગામના રસ્તા સારા હશે તો મંડી સુધી ઉપજ પહોંચાડવી સરળ થશે. ગત વર્ષોમાં અમારી સરકારે ગરીબો અને મધ્યમ વર્ગને સસ્તા અને સારી સારવાર આપવા માટે ધ્યાન આપ્યું છે. ઘણી દવાઓ સસ્તી કરી છે. ગરીબો અને વડીલોને મફત સારવારની સુવિધા આપી છે. આ સંવેદનશીલતાની સાથે વધુ મહત્વ પૂર્ણ નિર્ણયો લેવાયા છે અનેક કેન્સરની દવાઓને સસ્તી કરવામાં આવી છે. વિદેશમાંથી દવાઓ જે મંગાવવી પડે છે તેવી અનેક દવાઓને વધારે સસ્તી કરવામાં આવી છે. આ બજેટમાં ખાસ ફોકસ જાંલધર, લુધિયાના જેવા અનેક શહેરોને વિકાસનું કેન્દ્ર બનાવવા પર છે.MSME માટે બજેટમાં હજારો કરોડનું ફંડ- પીએમ મોદી પંજાબ દેશના એ રાજ્યોમાં છે જ્યાં ખેડૂતોની સાથે સાથે એમએસએમઇની સમૃદ્ધ પરંપરા છે. એમએસએમઇ માટે આ બજેટમાં હજારો કરોડનું ફંડ આપવામાં આવ્યું છે. ગત વર્ષોમાં ભારતની નિકાસ વધારે હતી. આ બજેટમાં નિકાસ કારો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. વસ્ત્ર નિકાસકારોમાંથી ભારત દુનિયામાં એક બની રહ્યું છે. કપડા ક્ષેત્રમાં વધુમાં વધુ રોજગાર બને તે માટે પ્રોત્સાહનની જોગવાઇ કરવામાં આવી છે.બજેટમાં ખેલો ઇન્ડિયા મિશનની જાહેરાત થઇ- પીએમ મોદી ઘણા મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવાશે. જેનાથી ઘણા લોકોને ફાયદો થશે. બજેટનો એક ફોકસ એરિયા સ્પોર્ટ્સ પણ છે. આ બજેટમાં ખેલો ઇન્ડિયા મિશનની જાહેરાત થઇ છે. જે અંતર્ગત આધુનિક ઇન્ફ્રા તો બનશે પણ સ્પોર્ટ્સની સાથે જોડાયેલા પ્રોફેશનલ્સને પણ તૈયાર કરાશે. દેશની અર્થ વ્યવસ્થામાં નવી ઉર્જા ભરવાનું એક ઐતિહાસિક કામ થયુ છે. અને તે છે ભારત અને યુરોપીયન સંઘ વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતિ બની છે. જેને મધર ઓફ ઓલ ડીલ કહેવામાં આવે છે. યુરોપના 27 દેશો સાથે વેપાર ખૂબ ફાલશે. ત્યાં સામાન વેચવા માટે ટેક્સ ન બરાબર આપવો પડશે. 

Read Full Story arrow_forward