android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar: હિમાલય સોસાયટીમાં મકાનની અગાસી પરથી નેપાળી યુવકનો લટકતો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ તેજ
calendar_today January 31, 2026

Jamnagar: હિમાલય સોસાયટીમાં મકાનની અગાસી પરથી નેપાળી યુવકનો લટકતો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ તેજ

શહેરના હિમાલય સોસાયટી વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના સામે આવી છે. અહીં રહેતા અને સ્થાનિક હોટલમાં કામ કરતા એક નેપાળી યુવકનો મૃતદેહ મકાનની અગાસી પરથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં લટકતો હોવાથી પોલીસે હત્યા કે આત્મહત્યાના બંને પાસાઓ પર તપાસ હાથ ધરી છે.નેપાળી યુવકનો મૃતદેહ મળ્યોમળતી વિગતો અનુસાર, મૃતક યુવકની ઓળખ 32 વર્ષીય રાજન કેસી તરીકે થઈ છે. રાજન મૂળ નેપાળનો વતની હતો અને જામનગરમાં રહીને એક હોટલમાં કામ કરતો હતો. તે જે મકાનમાં રહેતો હતો તે મકાનની અગાસી પરથી જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતા જ જામનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આ બનાવને ગંભીરતાથી લઈને પોલીસે નીચે મુજબની તપાસ શરૂ કરી છે:પોલીસે નિવેદન લેવાનું શરૂ કર્યું  પોલીસે હિમાલય સોસાયટીના આસપાસના રહેવાસીઓના નિવેદન લેવાનું શરૂ કર્યું છે.રાજન જે હોટલમાં કામ કરતો હતો, ત્યાં તેની સાથે કામ કરતા અન્ય કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી તેની માનસિક સ્થિતિ કે કોઈની સાથેના વિવાદ અંગે જાણી શકાય. અગાસી પર યુવક કેવી રીતે પહોંચ્યો અને તે સમયે ત્યાં અન્ય કોઈ હાજર હતું કે કેમ, તે જાણવા માટે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.આ પણ વાંચો: Rajula: નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે સિંહણનું મોત, એક મહિનામાં 6 વન્ય પ્રાણીઓના વાહનની અડફેટે લીધા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ભરૂચમાં 2.82 કરોડનું કોર્પોરેટ કૌભાંડ, ડમી ફર્મ બનાવી છેતરપિંડી આચરનાર શર્મા પરિવારના 3 સભ્યોની CID ક્રાઈમે કરી ધરપકડ
calendar_today January 31, 2026

Gujarat Latest News Live : ભરૂચમાં 2.82 કરોડનું કોર્પોરેટ કૌભાંડ, ડમી ફર્મ બનાવી છેતરપિંડી આચરનાર શર્મા પરિવારના 3 સભ્યોની CID ક્રાઈમે કરી ધરપકડ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 31 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Morbi: ડબલ મર્ડર કેસમાં પૂર્વ ઉપપ્રમુખ અને પુત્રની હત્યામાં 4 આરોપીઓને 'આજીવન કેદ'ની સજા
calendar_today January 31, 2026

Morbi: ડબલ મર્ડર કેસમાં પૂર્વ ઉપપ્રમુખ અને પુત્રની હત્યામાં 4 આરોપીઓને 'આજીવન કેદ'ની સજા

વર્ષ 2021માં મોરબીના વિસીપરા વિસ્તારમાં થયેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. નગરપાલિકાની ચૂંટણીની અદાવતમાં પિતા-પુત્રની હત્યા કરનાર ચારેય શખ્સોને કોર્ટે આજીવન કેદની સજા અને પ્રત્યેકને રૂપિયા 30 હજારનો દંડ ફટકાર્યો છે.મોરબીમાં વર્ષ 2021માં ડબલ મર્ડરનો કેસ ઘટના વર્ષ 2021ની છે, જ્યારે મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝ મોટલાણી પર જૂની રાજકીય અદાવત રાખી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. નગરપાલિકાની ચૂંટણીના ખારમાં આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને પિતા-પુત્ર પર છરી અને ઘારીયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાના કારણે બંનેનું કરુણ મોત નીપજ્યું હતું.સજા પામેલા આરોપીઓની યાદીકોર્ટે પુરાવા અને સાક્ષીઓની તપાસ બાદ નીચે મુજબના ચાર આરોપીઓને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે: ૧. રફીક તાજમહમદ જેડા (ડાડો ઉર્ફે દાદુ) ૨. અસગર જાકમ ભટ્ટી ૩. જુસબ જાકમ ભટ્ટી ૪. આસિફ સુમરાકોર્ટનો મહત્વનો ચુકાદોઆ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે અવલોકન કર્યું હતું કે રાજકીય હરીફાઈમાં કોઈની જિંદગી છીનવી લેવી એ ગંભીર અપરાધ છે. કોર્ટે ચારેય આરોપીઓને આજીવન કેદની સાથે સાથે આર્થિક દંડ પણ ફટકાર્યો છે. જો આરોપીઓ દંડ ન ભરે તો વધુ સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.આ પણ વાંચો: Vadodara: ડ્રગ્સના સોદાગરોનો સાથીદાર નીકળ્યો પોલીસકર્મી, કરોડપતિ ASI લક્ષ્મી દેસાઈની SMC દ્વારા ધરપકડ

Read Full Story arrow_forward