android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Epstein Files મામલે MEAની પ્રતિક્રિયા, કહ્યું 'તમામ માહિતી પાયાવિહોણી'
calendar_today January 31, 2026

Epstein Files મામલે MEAની પ્રતિક્રિયા, કહ્યું 'તમામ માહિતી પાયાવિહોણી'

એપસ્ટીન ફાઈલ્સમાં વડાપ્રધાન મોદીના ઈઝરાયલ મુલાકાતનો ઉલ્લેખ થતાં દેશભરમાં હોબાળો મચી ગયો છે. કોંગ્રેસે આ મુદ્દા પર હુમલો કર્યો છે. ત્યારે વિદેશ મંત્રાલયે એપસ્ટીન ફાઈલ્સમાં વડાપ્રધાનની ઈઝરાયલ મુલાકાતની વાતને નકારી કાઢી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ 2017માં ઈઝરાયલની મુલાકાત લીધી હતી. એપસ્ટીન મેઈલ્સમાં આ મુલાકાતનો ઉલ્લેખ સંપૂર્ણપણે પાયાવિહોણો અને બકવાસ છે. 1,80,000 ફોટોગ્રાફ્સ બહાર પાડવામાં આવ્યા આ દરમિયાન ટ્રમ્પ એપસ્ટીન ફાઈલોની જાળમાં ફસાઈ ગયા છે. આ તેમની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યું હોય તેવું લાગે છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એપસ્ટીન ફાઈલોનો એક નવી બેચ બહાર પડી છે, જેમાં એપસ્ટીન કેસ સંબંધિત 30 લાખ પેજના દસ્તાવેજો છે. વધુમાં 2,000થી વધુ વીડિયો અને 1,80,000 ફોટોગ્રાફ્સ બહાર પાડવામાં આવ્યા છે. બહાર પાડવામાં આવેલા દસ્તાવેજોમાં કોર્ટ રેકોર્ડ, તપાસ અહેવાલો અને ફ્લાઈટ લોગનો સમાવેશ થાય છે. નવા દસ્તાવેજોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નામ પણ સામેલ નવા જાહેર થયેલા દસ્તાવેજોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સહિત અનેક પ્રભાવશાળી વ્યક્તિઓના નામ પણ છે. અમેરિકન ઉદ્યોગપતિ બિલ ગેટ્સ અને એલોન મસ્કનો પણ ઉલ્લેખ છે. બ્રિટનના પ્રિન્સ એન્ડ્ર્યુનો પણ ઉલ્લેખ છે. એવો દાવો કરવામાં આવે છે કે રશિયન મહિલાઓ સાથેના અફેર બાદ બિલ ગેટ્સ બીમાર પડી ગયા હતા. આ ફાઈલોમાં એલોન મસ્ક અને એપસ્ટીન વચ્ચેના ઈમેઈલ એક્સચેન્જ વિશે પણ માહિતી છે. એપસ્ટીને મસ્કને ઘણી વખત આમંત્રણ આપ્યું એપસ્ટીન મસ્કને ઘણી વખત તેમના ખાનગી ટાપુ પર આમંત્રણ આપ્યું હતું, પરંતુ સૌથી વધુ ચર્ચિત વ્યક્તિ ટ્રમ્પ છે, જેનો ઉલ્લેખ આ એપસ્ટીન ફાઈલ્સમાં પણ છે. આ ફાઇલોમાં ટ્રમ્પ સામેના જાતીય હુમલાના આરોપોની વિગતો છે અને તેમાં અનેક વ્યક્તિઓના જુબાનીનો સમાવેશ થાય છે. એક સાક્ષીના જણાવ્યા મુજબ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર એપસ્ટીનના પામ બીચ ઘર અને ખાનગી ક્લબની મુલાકાત લેતા હતા. વધુમાં ફોટોગ્રાફ્સ અને જૂના મેસેજ મળી આવ્યા છે જે ટ્રમ્પ અને એપસ્ટીન વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો દર્શાવે છે.આ પણ વાંચો : Maharashtra : DyCM સુનેત્રા પવારને કયા વિભાગોની મળી કમાન? વાંચો આ અહેવાલ

Read Full Story arrow_forward
Ahmedabad: રિવરફ્રન્ટ પર પોલીસની બિનસત્તાવાર વિદાય પાર્ટી, AMCની મંજૂરી વગર નિયમોના ઉડ્યા ધજાગરા
calendar_today January 31, 2026

Ahmedabad: રિવરફ્રન્ટ પર પોલીસની બિનસત્તાવાર વિદાય પાર્ટી, AMCની મંજૂરી વગર નિયમોના ઉડ્યા ધજાગરા

સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના એક એએસઆઈ (ASI) ની નિવૃત્તિ નિમિત્તે યોજાયેલી એક પાર્ટીએ વિવાદ સર્જ્યો છે. રિવરફ્રન્ટના પ્રતિબંધિત વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર પોલીસ કર્મચારીઓ દ્વારા જ જયાફત ઉડાવવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.નિવૃત્તિ નિમિત્તે યોજાયેલી પાર્ટીએ વિવાદ સર્જ્યોઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કડક નિયમો અનુસાર, રિવરફ્રન્ટના વોક-વે કે બગીચાના વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. વળી, રિવરફ્રન્ટ પર કોઈ પણ કાર્યક્રમ યોજવા માટે અગાઉથી મંજૂરી લેવી અને નિયત ફી ભરવી અનિવાર્ય છે. જોકે, આ કિસ્સામાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફે કોઈ પણ મંજૂરી લીધા વગર જ સીધો રિવરફ્રન્ટ પર પાર્ટીનું આયોજન કરી નાખ્યું હતું.ગેરકાયદેસર વાહન પ્રવેશ અને પાર્ટીસામાન્ય નાગરિકો જો રિવરફ્રન્ટ પર નાનો કાર્યક્રમ પણ કરે તો તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવે છે, પરંતુ આ પાર્ટીમાં તો પોલીસના વાહનો પણ પ્રતિબંધિત વિસ્તારમાં જોવા મળ્યા હતા. એએસઆઈની નિવૃત્તિની ખુશીમાં રિવરફ્રન્ટના કિનારે ટેબલ-ખુરશીઓ લગાવીને ખાણી-પીણીની મહેફિલ જામી હતી.ઉભા થયેલા સવાલોઆ ઘટનાને પગલે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે નીચે મુજબના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે.શું રિવરફ્રન્ટના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે? પોલીસ સ્ટેશનના સ્ટાફે AMC પાસેથી કોઈ સત્તાવાર મંજૂરી કેમ ન લીધી?રિવરફ્રન્ટ પર વાહન લઈ જવાની છૂટ તેમને કોણે આપી? પોલીસ વિભાગ દ્વારા આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ પણ વાંચો: Jamnagar: હિમાલય સોસાયટીમાં મકાનની અગાસી પરથી નેપાળી યુવકનો લટકતો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ તેજ

Read Full Story arrow_forward
Gujarat : મતદાર યાદી સુધારણામાં વાંધા રજૂ કરવાની મુદત પૂર્ણ, કુલ 14,70,125 ફોર્મ મળ્યા
calendar_today January 31, 2026

Gujarat : મતદાર યાદી સુધારણામાં વાંધા રજૂ કરવાની મુદત પૂર્ણ, કુલ 14,70,125 ફોર્મ મળ્યા

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. મુસદ્દા યાદીમાં નાગરિકો પોતાના દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકે તે માટે અગાઉ તા. 18.01.2026ની સમયસીમા રખાઈ હતી જે બાદમાં ભારતના ચૂંટણીપંચે 30.01.2026 નિર્ધારીત કરી હતી.ફોર્મ નં 8ની કુલ સંખ્યા 5,60,970 આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી નાગરિકો તરફથી કુલ 14,70,125 ફોર્મ્સ મળ્યા છે. જેમાં ફોર્મ નં 6ની કુલ સંખ્યા 7,25,920 છે, ફોર્મ નં 7ની કુલ સંખ્યા 1,83,235 છે જ્યારે ફોર્મ નં 8ની કુલ સંખ્યા 5,60,970 છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલા હેતુ ‘પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર સામેલ ન થાય’ને સિદ્ધ કરવા માટે રાજ્યભરના મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોંધણી અધિકારીઓ આ તમામ ફોર્મની ચકાસણી કરીને 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં નિકાલ કરશે. ઉલ્લેખનીય છે કે કોઈપણ કારણોસર જો રાજ્યના કોઈપણ નાગરિકો ફોર્મ ભરવામાં કે પછી તેને જમા કરાવવાનું ચૂકી ગયા હોય કે પછી મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં ન જોડાઈ શક્યા હોય તો આગામી સમયમાં સતત સુધારણા અંતર્ગત તેઓ ફોર્મ ભરી શકશે અને મતદાર યાદીમાં તેમનું નામ ઉમેરવું, રદ્દ કરવું કે સ્થળાંતર સહિતના ફેરફાર કરાવી શકશે.આ પણ વાંચો : Rajula: નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે સિંહણનું મોત, એક મહિનામાં 6 વન્ય પ્રાણીઓના વાહનની અડફેટે લીધા

Read Full Story arrow_forward