android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News: 14 કિલો ગાંજા સાથે 5 શખ્સો ઝડપાયા
calendar_today January 31, 2026

Banaskantha News: 14 કિલો ગાંજા સાથે 5 શખ્સો ઝડપાયા

બનાસકાંઠા જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 14 કિલોથી વધુ નશાકારક પદાર્થ ગાંજા સાથે પાંચ ઈસમોને ઝડપી લઈ પોલીસને મોટી સફળતા મળી છે. પકડાયેલા મુદ્દામાલની કુલ કિંમત 12.66 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે.શું છે સમગ્ર ઘટના? બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સૂચના મુજબ માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન હડાદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી 14 કિલો 630 ગ્રામની કિંમત અંદાજે રૂપિયા 731500 અને એક સ્વિફ્ટ કાર કિંમત 500000 રૂપિયા જપ્ત કરવામાં આવી છે. આ સાથે મોબાઈલ ફોન, રોકડ અને દસ્તાવેજો મળી કુલ રૂપિયા 1266500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓની યાદી પડકાયેલા આરોપીઓમાં સુરજસિંહ શંકરસિંહ ચાવડા (રહે. સમોવ, ગાંધીનગર), વિશાલભાઈ કિર્તીભાઈ ચાવડા (રહે. માંડવી, પાટણ), કુલદિપસિંહ ઈશ્વરસિંહ ગોર (રહે. અમદાવાદ, હાલ રહે. ગાંધીનગર), જયભાઈ શંકરભાઈ પટેલ (રહે. નવા નરોડા, અમદાવાદ) અને મહેન્દ્રસિંહ લાલસિંહ ચાવડા (રહે. સમોવ, ગાંધીનગર)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ જથ્થો આપનાર અને મંગાવનાર અન્ય 3 શખ્સોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની કામગીરી આ સફળ ઓપરેશનમાં હડાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ જે.આર. દેસાઈ, પી.એસ.આઈ. એન.એમ. સોલંકી અને તેમની ટીમનો મહત્વનો ફાળો રહ્યો હતો. હાલમાં તમામ આરોપીઓ વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Banaskantha : વડગામના પસવાદળ ગામે પૌરાણિક વિરપાનાથ દાદાના મંદિરે ચોરી, ચાંદીના મુઘટ, ચાંદીનું છત્ર સહિતની ચોરી કરી તસ્કરો ફરાર

Read Full Story arrow_forward
Jamnagar: ટીખળખોર યુવકે 24 જાન્યુઆરીની રાત્રે બસને ચાંપી આગ, CCTVમાં કેદ થઈ હરકત
calendar_today January 31, 2026

Jamnagar: ટીખળખોર યુવકે 24 જાન્યુઆરીની રાત્રે બસને ચાંપી આગ, CCTVમાં કેદ થઈ હરકત

જામનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ 24 જાન્યુઆરીની મધરાત્રે હિરજી મિસ્ત્રી રોડ પર એક ચોંકાવનારી ઘટના બની હતી. ઉદ્યોગનગર વિસ્તારમાં પાર્ક કરેલી એક ખાનગી બસને અજાણ્યા ટીખળખોર યુવકે જાણીજોઈને આગ લગાવી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ખાનગી બસને યુવકે આગ લગાવીગત 24 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પ્રણામી સ્કૂલ પાસે એક ખાનગી લક્ઝરી બસ પાર્ક કરવામાં આવી હતી. આ બસનો ઉપયોગ સ્થાનિક ફેક્ટરીના કામદારોને લાવવા અને લઈ જવા માટે કરવામાં આવતો હતો. મધરાત્રે અચાનક બસમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોઈ આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.CCTV વીડિયોમાં ખુલી પોલશરૂઆતમાં આ ઘટના અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક અજાણ્યો યુવક બસ પાસે આવે છે અને બસમાં આગ લગાવીને ત્યાંથી ભાગી જાય છે. ટીખળખોર યુવકની આ હરકતને કારણે લાખોની કિંમતની બસ બળીને ખાખ થઈ ગઈ હતી.આ પણ વાંચો: Vadodara: સાધલીના મહિલા સરપંચ સસ્પેન્ડ, વહીવટમાં નિષ્કાળજી બદલ DDOની લાલ આંખ

Read Full Story arrow_forward
Surendranagar News: થાનગઢમાં PGVCL-પોલીસનું ચેકિંગ, ભુમાફિયા વિઠ્ઠલ જાગા અલગોતરના ઘરે પણ તપાસ
calendar_today January 31, 2026

Surendranagar News: થાનગઢમાં PGVCL-પોલીસનું ચેકિંગ, ભુમાફિયા વિઠ્ઠલ જાગા અલગોતરના ઘરે પણ તપાસ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં આજે વહેલી સવારથી જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કડક બનાવવા માટે પોલીસ અને PGVCL દ્વારા સંયુક્ત રીતે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. થાનગઢના જામવાડી વિસ્તારમાં નામચીન ભૂ-માફિયાઓના રહેઠાણો પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વીજ તંત્રના કાફલાએ ત્રાટકીને સઘન ચેકિંગ શરૂ કર્યું છે.ભૂ-માફિયાઓના ઘરે તપાસનો ધમધમાટ આ કાર્યવાહીમાં ખાસ કરીને જામવાડી વિસ્તારના નામચીન ભૂ-માફિયા વિઠ્ઠલ જાગા અલગોતરના ઘર સહિત અન્ય શંકાસ્પદ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પોતે આ ઓપરેશનનું મોનિટરિંગ કરી રહ્યા છે. તેમની સાથે ડીવાયએસપી, એલસીબી (LCB), એસઓજી (SOG) અને PGVCLના 50 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો મોટો કાફલો જોડાયો છે. વીજ ચોરી ઝડપાવાની શક્યતા પોલીસની હાજરીમાં PGVCL ની ટીમો દ્વારા આ વિસ્તારોમાં વીજ જોડાણોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ, ભૂ-માફિયાઓ દ્વારા મોટા પાયે ગેરકાયદેસર વીજ જોડાણો મેળવી વીજ ચોરી કરવામાં આવતી હોવાની આશંકા છે. પોલીસ અને વીજ તંત્રના આ અચાનક રેડથી સ્થાનિક અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ભૂ-માફિયાઓ સામેની આ કાર્યવાહી આગામી સમયમાં વધુ તેજ બનવાના સંકેતો મળી રહ્યા છે. પોલીસ આ તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુઓ કે દસ્તાવેજો મળી આવે છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. આ પણ વાંચો - Surendranagar News: યુવકે દુકાનમાં જ જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈડ નોટમાં બે નામોનો ઉલ્લેખ

Read Full Story arrow_forward