android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : અદાણી યુનિવર્સિટી દ્વારા 'નેશનલ ડ્રોબોટિક્સ કોન્ક્લેવ 2026'નું આયોજન
calendar_today January 31, 2026

Ahmedabad : અદાણી યુનિવર્સિટી દ્વારા 'નેશનલ ડ્રોબોટિક્સ કોન્ક્લેવ 2026'નું આયોજન

અદાણી યુનિવર્સિટી દ્વારા તેના અમદાવાદ કેમ્પસ ખાતે 30-31 જાન્યુઆરી, 2026 દરમિયાન રોબોટિક્સ, ડ્રોન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ઓટોનોમસ સિસ્ટમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરતા બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાના ટેકનિકલ સંમેલન ‘ડ્રોબોટિક્સ કોન્ક્લેવ 2026’ (Drobotics Conclave 2026)નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં દેશભરમાંથી 279 સહભાગીઓ જોડાયા આ કાર્યક્રમમાં દેશભરમાંથી 279 સહભાગીઓ જોડાયા હતા, જેમાં શિક્ષણવિદો, ઉદ્યોગ વ્યાવસાયિકો, સ્ટાર્ટ-અપ લીડર્સ, સંશોધકો અને વિદ્યાર્થીઓએ ભવિષ્યની ટેકનોલોજી પર મંથન કર્યું હતું. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ટાઈટલ સ્પોન્સર તરીકે આ કોન્ક્લેવને સહયોગ આપ્યો હતો. સાથે જ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ (IEEE) ગુજરાત સેક્શન એન્ડ સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP)નો પણ મહત્વનો સહયોગ પ્રાપ્ત થયો હતો. 10 કિલો પેલોડ ક્ષમતા ધરાવતા ડ્રોનનું લાઇવ પ્રદર્શન ઉદ્ઘાટન સત્રમાં અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ધવલ પૂજારાએ મહેમાનોનું સ્વાગત કરતા ઓટોમેશનના યુગમાં અદ્યતન ટેકનોલોજી માટે સજ્જ થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત અદાણી ગ્રુપના ચીફ ટ્રાન્સફોર્મેશન ઓફિસર સુદીપ્તા ભટ્ટાચાર્યએ સંરક્ષણ અને ઉત્પાદન ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીની વ્યૂહાત્મક ભૂમિકા અને યુવા સંશોધકો માટે રહેલી તકો વિશે વાત કરી હતી. ગેસ્ટ ઓફ ઓનર તરીકે IIT બોમ્બેના ‘e-Yantra’ પ્રોજેક્ટના સ્થાપક પ્રો. કવિ આર્યાએ પ્રાયોગિક શિક્ષણ અને ઈજનેરી ક્ષમતા નિર્માણ પર ભાર મૂક્યો હતો. કોન્ક્લેવના પ્રથમ દિવસે પ્રો. આર્યાના સંચાલન હેઠળ ‘રોબોટિક્સ અને ડ્રોન ક્ષેત્રે ઈનોવેશન અને સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ’ પર પેનલ ચર્ચા યોજાઈ હતી. જેમાં ઉદ્યોગના પડકારો અને સંશોધનને વ્યાપારી સ્તરે સફળ બનાવવા મંથન કરવામાં આવ્યું હતુ. દિવસના અંતે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના નિષ્ણાતો દ્વારા 10 કિલો પેલોડ ક્ષમતા ધરાવતા ડ્રોનનું લાઇવ પ્રદર્શન અને હેન્ડ્સ-ઓન વર્કશોપ યોજાયા હતા. 'રોબો રેસ' અને 'મેઝ સોલ્વર' જેવી સ્પર્ધાઓમાં 37 ટીમોએ ભાગ લીધો હતો બીજા દિવસે ‘ફિઝિકલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ અને ‘ઈન્ડસ્ટ્રીયલ રોબોટિક્સ’ પર નિષ્ણાતોના વ્યાખ્યાન યોજાયા હતા. ત્યારબાદ યોજાયેલી ‘રોબો રેસ’ અને ‘મેઝ સોલ્વર’ જેવી સ્પર્ધાઓમાં 37 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વિજેતા ટીમોને કુલ ₹1,00,000ના ઈનામો આપવામાં આવ્યા હતા. સમાપન સત્રમાં GUJCOST ના પ્રિન્સિપલ સેક્રેટરી ડો. નરોત્તમ સાહુએ વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં ટેકનોલોજીના માધ્યમથી યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કોન્ક્લેવ દ્વારા અદાણી યુનિવર્સિટીએ ઉદ્યોગ-સંલગ્ન શિક્ષણ અને મજબૂત સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિકસાવવા પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.આ પણ વાંચો : Car Safety India : ક્રેશ ટેસ્ટમાં મોઢાભેર પછડાઈ Toyotaની આ કાર, સેફ્ટીના નામે મળ્યા માત્ર 2 સ્ટાર!

Read Full Story arrow_forward
Vadodara: ડ્રગ્સના સોદાગરોનો સાથીદાર નીકળ્યો પોલીસકર્મી, કરોડપતિ ASI લક્ષ્મી દેસાઈની SMC દ્વારા ધરપકડ
calendar_today January 31, 2026

Vadodara: ડ્રગ્સના સોદાગરોનો સાથીદાર નીકળ્યો પોલીસકર્મી, કરોડપતિ ASI લક્ષ્મી દેસાઈની SMC દ્વારા ધરપકડ

વડોદરા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) માં ફરજ બજાવતા ASI લક્ષ્મી દેસાઈની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા નાર્કોટિક્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. નિવૃત્તિને આડે માત્ર 5 મહિના બાકી હતા ત્યારે જ હેરોઈનની હેરાફેરીમાં પોલીસની સંડોવણી ખુલતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે.ASIની નાર્કોટિક્સ કેસમાં ધરપકડઘટનાની શરૂઆત 9 જાન્યુઆરીના રોજ થઈ હતી જ્યારે SMCની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પર દરોડો પાડ્યો હતો. રાજસ્થાનથી 239 ગ્રામ હેરોઈન (કિંમત ₹47 લાખ) લઈને આવેલા અમરિક સિંહ માલ્હીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીના મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ દરમિયાન ASI લક્ષ્મી દેસાઈ સાથેના તેના ગાઢ સંબંધોનો પર્દાફાશ થયો હતો.ASI 'ટિપ્સ' આપતો અને પોલીસની વોચથી બચાવતોતપાસમાં બહાર આવ્યું છે કે લક્ષ્મી દેસાઈ છેલ્લા એક વર્ષથી ડ્રગ્સ પેડલર અમરિક સિંહના સંપર્કમાં હતો. એક પોલીસકર્મી હોવા છતાં તે આરોપીને મદદ કરતો હતો. માલ ક્યાંથી અને કયા રસ્તે લાવવો તેની ચોક્કસ ટિપ્સ આપતો હતો. જો પોલીસ કોઈ વિસ્તારમાં વોચમાં હોય તો તેની એડવાન્સ જાણકારી આરોપીને આપી દેતો હતો.લક્ષ્મી દેસાઈ વિભાગમાં 'કરોડપતિ પોલીસકર્મી' તરીકે ઓળખાય છે અને તેણે કારકિર્દીનો મોટાભાગનો સમય મહત્વની બ્રાન્ચોમાં જ વિતાવ્યો છે.કડક કલમો હેઠળ કાર્યવાહીSMC એ મજબૂત પુરાવા એકત્ર કર્યા બાદ લક્ષ્મી દેસાઈની ધરપકડ કરી છે. આ કેસમાં NDPS એક્ટની કલમ 59 અને BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. નવી કલમો મુજબ જો ગુનો સાબિત થાય તો આરોપીને 10 થી 20 વર્ષની સજા થઈ શકે છે.આ પણ વાંચો: Jamnagar: ટીખળખોર યુવકે 24 જાન્યુઆરીની રાત્રે બસને ચાંપી આગ, CCTVમાં કેદ થઈ હરકત

Read Full Story arrow_forward
Sunetra Pawar બન્યા મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન, PM મોદીએ કહ્યું 'અજિત દાદાના સપનાને પુરા કરશે'
calendar_today January 31, 2026

Sunetra Pawar બન્યા મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન, PM મોદીએ કહ્યું 'અજિત દાદાના સપનાને પુરા કરશે'

મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારે એક ઐતિહાસિક અને ભાવનાત્મક ક્ષણ જોવા મળી, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજીત પવાર જૂથ)ના નેતા અને દિવંગત અજિત પવારની પત્ની સુનેત્રા પવારે નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લીધા. મુંબઈના લોકભવનમાં આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. આ દરમિયાન મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે પણ હાજર રહ્યા. 'અજિત દાદા અમર રહે'ના નારા લાગ્યા સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યપ્રધાન છે. આ પદ પહેલા અજિત પવારની પાસે હતું, જેમનું 28 જાન્યુઆરી 2026એ બારામતીમાં એક પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન માહોલ ખુબ જ ભાવુક રહ્યો. મોટી સંખ્યામાં હાજર પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ 'અજિત દાદા અમર રહે'ના નારા લગાવ્યા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વડાપ્રધાન મોદીએ પણ સુનેત્રા પવારને આપી શુભેચ્છા ત્યારે વડાપ્રધાન મોદીએ પણ સુનેત્રા પવારને નાયબ મુખ્યપ્રધાન બનવા પર શુભેચ્છા આપી અને તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે 'મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન રીકે પોતાનો કાર્યકાળ શરૂ કરનારા સુનેત્રા પવારને હાર્દિક શુભકામનાઓ. તે આ પદને સંભાળનારી પ્રથમ મહિલા છે. મને પુરો વિશ્વાસ છે કે તે રાજ્યની જનતાના કલ્યાણ માટે અથાક પરિશ્રમ કરશે અને દિવંગત અજિત દાદા પવારના સપનાઓને સાકાર કરશે.' ઉલ્લેખનીય છે કે સુનેત્રા પવારને નાયબ મુખ્યપ્રધાન બનાવવાનો નિર્ણય એક દિવસ પહેલા જ લેવામાં આવ્યો, જ્યારે તેમને નાયબ મુખ્યપ્રધાન બનવાના પાર્ટી નેતાઓના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો. એનસીપી નેતાઓનું કહેવું છે કે આ નિર્ણય ના માત્ર સંગઠનાત્મક સ્થિરતા માટે જરૂરી હતો પણ અજિત પવારના રાજકીય વારસાને આગળ વધારવાની દિશા માટે પણ મહત્વનો છે.આ પણ વાંચો : Agra Road Accident : કન્ટેનર અને રિક્ષા વચ્ચે ભયાનક રોડ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

Read Full Story arrow_forward