android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: આણંદથી આંતરરાજ્ય 'ચીકલીગર ગેંગ'ના 4 સાગરીતો ઝડપાયા, 14થી વધુ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
calendar_today January 31, 2026

Surat News: આણંદથી આંતરરાજ્ય 'ચીકલીગર ગેંગ'ના 4 સાગરીતો ઝડપાયા, 14થી વધુ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરતા કુખ્યાત ચીકલીગર ગેંગના ચાર રીઢા આરોપીઓને આણંદના ચિખોદરા ખાતેથી દબોચી લીધા છે. આ ગેંગ ગુજરાતના મોટા શહેરોમાં ઘરફોડ ચોરી અને બાઈક ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને હંફાવી રહી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.ચોરીની અનોખી 'મોડસ ઓપરેન્ડી' આ ગેંગ અત્યંત ચાલાકીથી ગુનાને અંજામ આપતી હતી. તેઓ વહેલી સવારે મળસ્કે 5 વાગ્યે નીકળતા અને જે બંધ ઘરની બહાર ન્યૂઝ પેપર (છાપું) પડ્યું હોય તેને ટાર્ગેટ બનાવતા હતા, કારણ કે તેનાથી ઘર બંધ હોવાની ખાતરી થતી હતી. ગેંગના સભ્યો પ્રથમ બાઈકની ચોરી કરતા અને ત્યારબાદ તે જ બાઈક પર સવાર થઈ ઘરફોડ ચોરી કરતા હતા. પોતાની ઓળખ છુપાવવા માટે તેઓ મોઢે માસ્ક પહેરતા અને કામ પતી ગયા બાદ ચોરીનું બાઈક બિનવારસી હાલતમાં મૂકીને ભાગી છૂટતા હતા. અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો ઝડપાયેલા આરોપીઓમાં આઝાદસિંહ વિરૂધ અગાઉના 12 ગુના નોંધાયેલા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ સુરતના ઉત્રાણના 2 અને કડોદરાના 1 સહિત અમદાવાદ અને વડોદરામાં પણ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. અત્યાર સુધીની તપાસમાં કુલ 12 થી 14 ગુનાઓના ભેદ ઉકેલાયા છે અને હજુ પણ વધુ ગુનાઓ બહાર આવવાની શક્યતા છે. આ ગેંગ ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં બંધ મકાનોને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરતી હતી. સુરત પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો - Surat: નવજાત બાળકીને વેચવાનું કૌભાંડ, ઔરંગાબાદથી અપહરણ કરીને વેચવાની ફિરાકમાં રહેલી 2 મહિલા ઝડપાઇ

Read Full Story arrow_forward
GPSC Recruitment 2026: 9 નવી મનપાઓ સહિત વિવિધ વિભાગોમાં 279 જગ્યાઓ માટે ભરતી જાહેર, પ્રથમવાર શરૂ થઈ આ ખાસ સિસ્ટમ
calendar_today January 31, 2026

GPSC Recruitment 2026: 9 નવી મનપાઓ સહિત વિવિધ વિભાગોમાં 279 જગ્યાઓ માટે ભરતી જાહેર, પ્રથમવાર શરૂ થઈ આ ખાસ સિસ્ટમ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના વિવિધ વિભાગો અને નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 23 સંવર્ગની 279 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ભરતીમાં પ્રથમવાર ઘણી નવી પદ્ધતિઓનો અમલ કરવામાં આવ્યો છે.કયા વિભાગોમાં થશે ભરતી? આ ભરતી પ્રક્રિયા અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી, 9 નવી મહાનગરપાલિકાઓ, પાણી પુરવઠા વિભાગ, હાઉસિંગ બોર્ડ તથા રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગનો સમાવેશ થાય છે. જેમાં મેડિકલ ઓફિસર, ટાઉન પ્લાનર, અધિક સિટી ઇજનેર અને તબીબી અધિકારી જેવી 13 અલગ-અલગ કેડરની જગ્યાઓ ભરવામાં આવશે. મહત્વની તારીખો અને પરીક્ષા પદ્ધતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 16 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. પરીક્ષાની તારીખ: તમામ જાહેરાતો માટે પ્રિલિમ પરીક્ષા 26 એપ્રિલના રોજ લેવાશે. પેપર સ્ટાઇલ: પ્રથમ પેપર સામાન્ય જ્ઞાનનું 100 માર્કનું અને બીજું પેપર શૈક્ષણિક લાયકાત મુજબ 200 માર્કનું રહેશે. પ્રથમવાર 'વન ટાઈમ રજિસ્ટ્રેશન' અને 'કાઉન્સિલિંગ' GPSC એ ઉમેદવારોની સુવિધા માટે પ્રથમવાર પરમેનેન્ટ વન ટાઈમ રજિસ્ટ્રેશન પદ્ધતિ ફરજિયાત કરી છે, જે મોબાઈલ નંબરના આધારે હાથ ધરાશે. આ ઉપરાંત, પરીક્ષા અને ઇન્ટરવ્યુ બાદ પ્રથમવાર 'કાઉન્સિલિંગ' પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં મેરિટના આધારે ઉમેદવારો પોતાની પસંદગીની મહાનગરપાલિકામાં પોસ્ટિંગ મેળવી શકશે. 9 મનપાઓની 202 જગ્યાઓ માટે ઉમેદવારોને પ્રેફરન્સ (પસંદગી) આપવાની તક મળશે. આ પણ વાંચો - Surat News: આણંદથી આંતરરાજ્ય 'ચીકલીગર ગેંગ'ના 4 સાગરીતો ઝડપાયા, 14થી વધુ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

Read Full Story arrow_forward
Surat: 342 કરોડના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- "સ્વચ્છતામાં સુરતે ગજબ કરી છે, હવે તેને જાળવવી એ પડકાર
calendar_today January 31, 2026

Surat: 342 કરોડના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- "સ્વચ્છતામાં સુરતે ગજબ કરી છે, હવે તેને જાળવવી એ પડકાર

ડાયમંડ સિટી સુરતના ડભોલી વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ રૂપિયા 342.81 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ગરિમામય હાજરી રહી હતી.અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમઆ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ડભોલી ખાતે નિર્મિત અત્યાધુનિક અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ રહ્યું હતું, જેનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત, ગોટાલાવાડી ટેનામેન્ટ રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નિર્મિત આવાસોનું લોકાર્પણ કરી કોમ્પ્યુટરરાઇઝ્ડ ડ્રો દ્વારા લાભાર્થીઓને ઘરની ફાળવણી કરવામાં આવી હતી.સુરતની સ્વચ્છતા અને જાગૃતિના વખાણમુખ્યમંત્રીએ સુરતીઓના મિજાજ અને શહેરની સ્વચ્છતાના મુક્ત કંઠે વખાણ કરતા જણાવ્યું હતું કે, "સુરતની વાત જ કંઈક અલગ છે. સ્વચ્છતામાં સુરતે ગજબ કરી છે." તેમણે આનંદ વ્યક્ત કર્યો કે હવે લોકો રોડ પર કચરો ફેંકતા ડરી રહ્યા છે, જે નાગરિકોમાં આવેલા બદલાવની નિશાની છે. જોકે, તેમણે ટકોર પણ કરી હતી કે આ સ્વચ્છતા જાળવી રાખવી એ હવે સુરત માટે મોટો પડકાર છે.વિકાસની રાજનીતિ અને 2047નું લક્ષ્યસીએમએ ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયોજનબદ્ધ શહેરી વિકાસનો જે વિચાર મૂક્યો હતો, તેને કારણે આજે ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે. શહેરી વિકાસ માટે રાજ્યનું બજેટ હવે 30 હજાર કરોડથી વધુનું છે. તેમણે કહ્યું કે, "અમે જેનું ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાર્પણ પણ કરીએ છીએ." વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવા માટે સૌના સાથ અને સૌના પ્રયાસની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.મહત્વની જાહેરાતો અને ઉદ્યોગોને પ્રોત્સાહનસુરત પ્રદૂષણમુક્ત પરિવહન અને ગ્રીન મોબિલિટીમાં દેશમાં મોખરે છે.'કેચ ધ રેઈન' અભિયાન અંતર્ગત ધારાસભ્યો પોતાના ફંડમાંથી 50 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે તેવી મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. સુરતના આર્થિક વિકાસમાં ટેક્સટાઇલ ઉદ્યોગના ફાળાને બિરદાવતા નવી ટેક્સટાઇલ પોલિસીની અસરકારકતા વિશે વાત કરી હતી.આ પણ વાંચો: Chhota Udepur: આદિવાસી બાળકો હવે બનશે ટેક-સેવી, CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યો AI તાલીમ કાર્યક્રમ

Read Full Story arrow_forward