android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: નકલી દવા કૌભાંડમાં મોટી કાર્યવાહી, ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
calendar_today January 31, 2026

Rajkot News: નકલી દવા કૌભાંડમાં મોટી કાર્યવાહી, ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ

રંગીલા રાજકોટમાં તાજેતરમાં સામે આવેલા નકલી દવાના કૌભાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. નકલી દવાઓના ગેરકાયદેસર નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવાને બદલે આ મામલાને થાળે પાડવા અથવા ડામી દેવાનો પ્રયાસ કરનારા રાજકોટ ડ્રગ્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલી કરી દેવામાં આવી છે. હેડ ઓફિસથી લઈને ફિલ્ડ સુધીના અધિકારીઓ પર ગાજ પડતા ફફડાટ વ્યાપી ગયો છે.કયા અધિકારીઓની ક્યાં બદલી થઈ? સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, એમ.જી. ગાંગાણી: રાજકોટથી જામનગર બદલી ટી.એમ. મહેતા: અમદાવાદ (વિભાગ-1) ખાતે બદલી પી.બી. બલ્લર: દેવભૂમિ દ્વારકા ખાતે મોકલાયા વી.જી. કગથરા: ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છેતપાસ દબાવવાનો આક્ષેપ રાજકોટમાં દવાનો કારોબાર મહિને 100 કરોડથી વધુનો હોવાનું માનવામાં આવે છે. આટલા મોટા આર્થિક સામ્રાજ્ય વચ્ચે નકલી દવાઓ વેચવાનું રેકેટ પકડાયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવાને બદલે તપાસને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને સદભાવના મેડિકલમાંથી મળી આવેલી શંકાસ્પદ દવાઓના મામલે હવે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા આ કડક નિર્ણયથી ભ્રષ્ટ અધિકારીઓ અને નકલી દવાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નવા અધિકારીઓની નિમણૂક બાદ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓના નામ બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર છે. આ પણ વાંચો - Rajkot News: એમ્બરગ્રીસ સાથે બે આરોપી ઝડપાયા

Read Full Story arrow_forward
Vadodara: સાધલીના મહિલા સરપંચ સસ્પેન્ડ, વહીવટમાં નિષ્કાળજી બદલ DDOની લાલ આંખ
calendar_today January 31, 2026

Vadodara: સાધલીના મહિલા સરપંચ સસ્પેન્ડ, વહીવટમાં નિષ્કાળજી બદલ DDOની લાલ આંખ

સાધલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન પટેલને હોદ્દા પરથી દૂર કરવાનો મહત્વનો આદેશ વડોદરા જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા કરવામાં આવ્યો છે. વહીવટી કામગીરીમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ ગુજરાત પંચાયત અધિનિયમની કલમો હેઠળ આ કડક પગલું ભરાયું છે.સાધલીના મહિલા સરપંચ સસ્પેન્ડસાધલી ગ્રામ પંચાયતના વહીવટમાં અનિયમિતતાઓ જણાતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા સરપંચ સામે સાત જેટલા ગંભીર આક્ષેપો સાથે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે વહીવટી નિષ્કાળજી બદલ તેમને હોદ્દા પરથી દૂર કેમ ન કરવા?નોટિસનો જવાબ ન આપતા કાર્યવાહીતંત્ર દ્વારા મહિલા સરપંચને 31 જાન્યુઆરી, 2026 સુધીમાં પોતાના બચાવમાં ખુલાસો રજૂ કરવાની અંતિમ તક આપવામાં આવી હતી. જોકે, નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક જવાબ કે ખુલાસો ન મળતા, વડોદરા DDOએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57/1 હેઠળ શક્તિઓનો ઉપયોગ કરીને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા આજે 31 જાન્યુઆરીના રોજ આ લેખિત હુકમની બજવણી કરવામાં આવી છે.નવા સરપંચનો ચાર્જ સોંપાયોમહિલા સરપંચને દૂર કરાતા પંચાયત અધિનિયમની કલમ ૫૫ મુજબ, હવે આ બેઠક પર પેટા ચૂંટણી ન યોજાય ત્યાં સુધી સરપંચ તરીકેનો ચાર્જ ઉપસરપંચ સંકેત પટેલને સોંપવામાં આવ્યો છે.આ પણ વાંચો: Surat: 342 કરોડના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- "સ્વચ્છતામાં સુરતે ગજબ કરી છે, હવે તેને જાળવવી એ પડકાર

Read Full Story arrow_forward
આંસુઓ વચ્ચે સુનેત્રા પવારનું રાજતિલક, મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા, જુઓ તસવીરો
calendar_today January 31, 2026

આંસુઓ વચ્ચે સુનેત્રા પવારનું રાજતિલક, મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા, જુઓ તસવીરો

સુનેત્રા પવારને એનસીપી (અજીત જૂથ) ના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા. પક્ષના નેતા દિલીપ વાલ્સેએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને અન્ય પક્ષના નેતાઓએ ટેકો આપ્યો હતો. શનિવારે સાંજે લોકભવન ખાતે તેમણે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

Read Full Story arrow_forward