android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath: ઝાંઝરીયામાં 50 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યું સિંહ બાળ, વન વિભાગે દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
calendar_today January 31, 2026

Gir Somnath: ઝાંઝરીયામાં 50 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યું સિંહ બાળ, વન વિભાગે દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

ગીરની સરહદે આવેલા ગામોમાં અવારનવાર વન્યપ્રાણીઓ રહેણાંક અને સીમ વિસ્તારમાં ચઢી આવતા હોય છે. ગીર ગઢડા તાલુકાના ઝાંઝરીયા ગામે આવી જ એક ઘટના બની હતી, જેમાં એક સિંહ બાળ અચાનક સીમમાં આવેલા 50 ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું. સદનસીબે વન વિભાગની સમયસૂચકતાને કારણે સિંહ બાળને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી છે. સિંહ બાળ કૂવામાં ખાબક્યુંઝાંઝરીયા ગામની સીમમાં આવેલી રવેશીંગભાઈ વાળાની વાડીમાં આ ઘટના બની હતી. રાત્રિના સમયે અથવા વહેલી સવારે સિંહ બાળ લટાર મારતું આ વિસ્તારમાં આવ્યું હશે અને અંધારામાં વાડીમાં રહેલા અંદાજિત ૫૦ ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં પડી ગયું હતું. વાડી માલિકને આ અંગે જાણ થતા જ તેમણે માનવતા દાખવી તુરંત જસાધાર વન વિભાગની ટીમને જાણ કરી હતી.વન વિભાગનું સફળ રેસ્ક્યુ ઓપરેશનઘટનાની ગંભીરતા સમજીને જસાધાર વન વિભાગની ટીમ સાધન-સામગ્રી સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કૂવો ઊંડો હોવાથી રેસ્ક્યુ કામગીરી પડકારજનક હતી, પરંતુ વનકર્મીઓએ ભારે જહેમત બાદ સિંહ બાળને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢ્યું હતું. વન વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે એક મોટી અનિચ્છનીય ઘટના ટળી હતી અને વન્યજીવ પ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.આ પણ વાંચો: Morbi: દ્વારકા બાદ હવે નવલખીના દરિયામાં પણ ડોલ્ફિન નજરે પડી

Read Full Story arrow_forward
Chhota Udepur: ખાણ ખનિજ વિભાગની મોટી કાર્યવાહી, નકલી ચલણથી ડોલોમાઇટની હેરાફેરી કરતા બે ટ્રક ઝડપાયા
calendar_today January 31, 2026

Chhota Udepur: ખાણ ખનિજ વિભાગની મોટી કાર્યવાહી, નકલી ચલણથી ડોલોમાઇટની હેરાફેરી કરતા બે ટ્રક ઝડપાયા

જિલ્લાના ખાણ ખનિજ વિભાગે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ખોટા ડિલિવરી ચલણ (Delivery Challan) નો ઉપયોગ કરી ડોલોમાઇટની હેરાફેરી કરતા બે ટ્રકોને ઝડપી પાડ્યા છે. આ મામલે તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં એક મહિના જૂના ચલણને સાચા તરીકે દર્શાવી સરકારની તિજોરીને ચૂનો લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.એક મહિના જૂના ચલણનો ખેલખાણ ખનિજ વિભાગની ટીમે જ્યારે ડોલોમાઇટ ભરીને જતી ટ્રકોને અટકાવીને તપાસ કરી, ત્યારે ડ્રાઈવરોએ રજૂ કરેલા ડિલિવરી ચલણ શંકાસ્પદ જણાયા હતા. ઊંડાણપૂર્વકની તપાસમાં ખબર પડી કે આ ચલણો એક મહિના પહેલા અન્ય એક ડોલોમાઇટ ફેક્ટરી દ્વારા ઈસ્યૂ કરવામાં આવ્યા હતા. આ જૂના ચલણોનો સાચા તરીકે ઉપયોગ કરીને આરોપીઓ ગેરકાયદેસર રીતે ખનિજનું વહન કરી રહ્યા હતા.ચાર આરોપીઓ સામે પોલીસ ફરિયાદખાણ ખનિજ વિભાગે તપાસ બાદ સંખેડા પોલીસ મથકે આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કૌભાંડમાં સામેલ ચાર શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે: 1. ઇનોશભાઈ અરવિનભાઈ રાઠવા (ટ્રક ડ્રાઈવર) 2. નરેશભાઈ કાગડાભાઈ રાઠવા (ટ્રક ડ્રાઈવર) 3. અશોક અજમેરા 4. માનવ અજમેરાકડક કાર્યવાહીની તજવીજસંખેડા પોલીસે આ ચારેય આરોપીઓ સામે છેતરપિંડી અને ખનિજ ચોરીની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ મામલે અન્ય કોઈ મોટી ગેંગ કે ફેક્ટરી માલિકોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ખાણ ખનિજ વિભાગની આ કામગીરીથી ગેરકાયદેસર ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો: Gir Somnath: ઝાંઝરીયામાં 50 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યું સિંહ બાળ, વન વિભાગે દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

Read Full Story arrow_forward
Vadodara News : શિનોરમાં વકીલ પરિવાર પર હુમલો કરનાર 3 શખ્સોની ધરપકડ, 2 હજુ પણ ફરાર
calendar_today January 31, 2026

Vadodara News : શિનોરમાં વકીલ પરિવાર પર હુમલો કરનાર 3 શખ્સોની ધરપકડ, 2 હજુ પણ ફરાર

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં વકીલ પરિવાર પર થયેલા જીવલેણ હુમલાના મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, પાંચ વિધર્મી શખ્સોએ વકીલના પરિવાર પર અચાનક હિંસક હુમલો કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા ગ્રામ્ય પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે આ હુમલામાં સામેલ પાંચ આરોપીઓ પૈકી ત્રણની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય બે હુમલાખોરો હજુ પણ પોલીસ પકડથી દૂર છે.રક્ષકોની ધરપકડ આ હિંસક ઘટના બાદ વકીલ પરિવારમાં ભયનો માહોલ હોવાથી પોલીસ દ્વારા તેમના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે આ હુમલા પાછળનો મુખ્ય હેતુ શું હતો અને અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે કેમ. ફરાર રહેલા બે આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. પોલીસે સ્થાનિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને ખાતરી આપી છે કે કાયદો હાથમાં લેનાર કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં. આ પણ વાંચો : Ahmedabad News : આ આંદોલન સરકાર સામે નહોતું, અસ્મિતા માટે હતું, કેસ પરત ખેંચાતા જયરાજસિંહનું મોટું નિવેદન

Read Full Story arrow_forward